એ. એચ. જામી

વિકિપીડિયામાંથી
એ. એચ. જામી
જન્મઅવાદ બિન હસન જામી
(1942-12-02)2 December 1942
ધ્રોલ, બ્રિટિશ ભારત
મૃત્યુ11 July 2020(2020-07-11) (ઉંમર 77)
જામનગર, ગુજરાત, ભારત
ઉપનામતિકડમ
વ્યવસાયવ્યંગચિત્રકાર
રાષ્ટ્રીયતાભારતીય

અવાદ બિન હસન જામી (૨ ડિસેમ્બર ૧૯૪૨ - ૧૧ જુલાઈ ૨૦૨૦) એ ગુજરાતના વ્યંગચિત્રકાર હતા. તેમની કારકિર્દી ૪૫ વર્ષ લાંબી હતી, જે દરમિયાન તેમણે ઘણાં પ્રકાશનો સાથે કામ કર્યું હતું.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨ ડિસેમ્બર ૧૯૪૨ના રોજ ધ્રોલ ખાતે થયો હતો. તેઓ મોરબી રાજ્યમાં ફરજ બજાવતા અરબી અધિકારી હસન બાગીન અહમદ જામીના પુત્ર હતા. તેમણે ડી.ટી.સી.નો અભ્યાસ કર્યો અને ૧૯૬૨થી ધ્રોલમાં ચિત્રશિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું.[૧] તેઓ ૧૯૬૮ થી ૨૦૦૧ દરમિયાન જામનગર ખાતેની કેન્દ્રિય વિદ્યાલયમાં અને ૨૦૦૧ થી ૨૦૦૩ દરમિયાન રાજકોટના કેન્દ્રિય વિદ્યાલયમાં કળા શિક્ષક હતા.[૨][૩] નિવૃત્તિ પછી, તેઓ સંપૂર્ણ સમયના વ્યંગચિત્રકાર બન્યા.[૪]

તેમણે અનેક પ્રકાશનો સાથે કામ કર્યું હતું. ૧૯ વર્ષની વયે રંગતરંગ સામાયિકમાં તેમનું વ્યંગચિત્ર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. તેમના વ્યંગચિત્રો પછીથી જી, ચકચાર, બીજ, અંજલિ અને ચાંદની જેવા વિવિધ ગુજરાતી પ્રકાશનોમાં તેમજ ધર્મયુગ, માધુરી અને પરાગ જેવા હિંદી પ્રકાશનોમાં પ્રકાશિત થયા હતા.[૧][૪] તેમણે ફૂલછાબ, દિવ્ય ભાસ્કર, સંદેશ, જયહિંદ અને પાટીદાર સૌરભ જેવા સમાચારપત્રો સાથે પણ કામ કર્યું હતું.[૨][૩] તેમણે અભિયાન ગુજરાતી સામાયિકમાં બે દાયકા સુધી કામ કર્યું અને તિકડમ ઉપનામ હેઠળ વ્યંગચિત્રો પ્રકાશિત કર્યા હતા.

૧૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.[૧][૨][૩]

સન્માન[ફેરફાર કરો]

૧૯૯૩માં જામીને હેલ્પફુલ સિટિઝન્સ એવોર્ડ એનાયત થયો હતો. ૧૯૯૪-૯૫માં ગુજરાત સરકાર દ્વારા તેમને શ્રેષ્ઠ વ્યંગચિત્રકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ તુષાર, દવે (૨૦૨૦-૦૮-૨૩). "રમુજી રમતમાં કાતિલ કટાક્ષની કારીગર એ જ હતી જામનગરી 'જામી'ની જામગરી!". ખાસ-ખબર. મૂળ માંથી ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ પર સંગ્રહિત. મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૨૦.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Renown Gujarati cartoonist AH Jami passes away". DeshGujarat (અંગ્રેજીમાં). 2020-07-12. મૂળ માંથી 12 July 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-12.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Cartoonist Avad Bin Hassan Jami passes away in Jamnagar". newsonair.com. મૂળ માંથી 14 July 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-12.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "જાણીતા કાર્ટુનિસ્ટ જામીનું અવસાન". Vyaapaar Samachar. 2020-07-12. મૂળ માંથી 12 July 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-12.