ઓડિસી નૃત્ય

વિકિપીડિયામાંથી
ઑડિસી નૃત્ય


ઓડિસી એ ભારતના આઠ શાસ્ત્રીય નૃત્ય પ્રકારો માંનો એક નૃત્ય છે પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સા કે ઓડિસા એ આ નૃત્યનું ઉદગમ સ્થાન છે. પુરાતાત્વીક પુરાવાને આધારે આ નૃત્ય ભારતની સૌથી જુની નૃત્ય શૈલિ છે.[૧][૨] ભારતીય નૃત્ય ઉપરનો પૌરાણીક ગ્રંથ નાટ્ય શાસ્ત્ર આને "ઓદ્રા-મગધી" તરીકે સંબોધે છે. ભુવનેશ્વર નજીક આવેલ ધવલ ગિરિ પર કરેલ પહેલી સદીની ભીંત કોરતણી આ નૃત્યના પ્રાચીનતમ હોવાનો પુરાવે આપે છે. બ્રિટિશ રાજમાં આ નૃત્યને કચડી નખાયો પણ આઝાદી પછી આ નૃત્યને ફરી પુનઃજીવીત કરાયો છે.

અન્ય ભારતીય શાસ્ત્રીય નૃત્ય થે આ નૃત્યને અલગ પાડતી મુખ્ય વાત છે આ નૃત્યમાં "ત્રિભંગી" અપાતું મહત્ત્વ. ત્રિભંગી એઅતલે ત્રણ ટુકડા (ભાંગેલ). આ ત્રિભંગી એટલ માથું , ઘાતી અને પેડુની એક બીજાથી સ્વતંત્ર ચલન,[૩][૪] અને છૌકા તરીકે ઓળખાતી ચતુષ્કોણાકૃતિ.

મૂળ અને ઇતિહાસ[ફેરફાર કરો]

ઓડિસી નૃત્યની સૌપ્રથ સ્પ્ષ્ઠ આકૃતિ ઉદયગિરીમાં આવેલ મંચપુરીની ગુફામામ્ મલી આવે છે જેને રાજા ખરવેલા ના સમયમાં કોતરવામાં આવી હતી. તેમાં બે રાણીની વચ્ચે બેઠેલ રાજા આ નૃત્ય જોઈ રહ્યા છે જે અન્ય મહિલા વાદ્ય વાદકો સાથે નર્તક નૃત્ય કરે છે. આમ ઓડિસી નૃત્યમૂળે એક બિનસંપ્રદાયિક નૃત્ય હતું. પાછળથેએ તે ઓડિસાના મંદિર સંસ્કૃતિ સાથે ભળી ગયું. પુરીના જગ્ગનાથ મંદિરથી શરુ કરી આને ઓડિસાના દરેક શૈવ, વૈષ્ણવ અને શાક્ત(શક્તિ) મંદિરમાં પ્રદર્શિત કરાતું. એક શિલા લેખમાં અવું પણ વર્નન મલી આવ્યું છે કે દેવસાસી કર્પુર્શ્રી બૌદ્ધ મઠથી ખુબ પ્રભાવીત હતાં જ્યામ્ તેઓ પોતાની માતા અને દાદી સાથે નૃત્ય કરતાં. આમ એ ખબર પડે છે કે ઓડિસી નૃત્યની શરુઆત દરબારી નૃત્ય તરીકે થઈ. પાછળથેએ તે જૈન ધર્મ અને બૌદ્ધ મઠ સહિત સર્વ ધાર્મિક સ્થળોએ પ્રદર્શિત કરાતો. શરુઆતમાં ઓડિસી નૃત્ય 'મહારે' દ્વારા પ્રભુને પ્રસન્ન કરવા કરાતો જેઓ પોતાનું સમગ્ર જીવન પ્રભુની સેવામાં સમર્પિત કરતાં. ભારતીય મંદિરની શિલ્પ કળામાં મલી આવતા શિલ્પોની સાથે આ નૃત્ય ઘણું સામ્ય ધરાવે છે. [૫]

મંદિર ઇતિહાસ[ફેરફાર કરો]

ભુવનેશ્વર નજીક આવેલી જૈન ગુફાઓ જે બીજી શતાબ્દી જેટલી પુરાણી છે તે રાઅ ખારવેલાની રાજ મહેલ પણ હતો.વિદ્વાનો કહે છે કે પુરાતાત્વીક રીતે ઓડિસી ભારતનો પ્રાચિનત્તમ નૃત્ય છે. આ સિવાય કોણાર્કના સૂર્ય મંદિર અને ભુવનેશ્વરના બ્રહ્મેશ્વર મંદિરમામ્ પણ આ નૃત્યના નર્તક અને સંગીર્ત કારોના ઘના શિલ્પ મલી આવે છે. [૬]

ઓડિસામાં ખોદી કઢાયેલ ૬-૯ શતાબ્દીની બૌદ્ધ ગુફાઓની દીવાલ પર પણ અમુક શિલ્પ મળી આવ્યા છે એ જેની મુદ્રાઓ ઓડિસી નૃત્યને મળતી આવે છે. હીરાપુરના તાંત્રિક મંદિરમાં પણ અમુક યોગિનીઓ જે મુદ્રામાં દર્શાવાઈ છે તે હાલના ઓડિસી નૃત્યની મુદ્રાઓને મળતી આવે છે. ઓડિસા જ્યારે હિંદુ ભગવાન શિવની પૂજાનું મુખ્ય કેંદ્ર બન્યું ત્યારથી ઓડિસી નૃત્યને પ્રાધાન્ય મળવાનું શરુ થયું, એ દેખીતી વાત છે કેમકે ભગવાન શિવ સ્વયં નૃત્યના દેવ છે.તેઓ નટરાજ છે, નૃત્યના વૈશ્વીક રાજા. ભુવનેશ્વરના શૈવ મંદિરો ઓડિસી મુદ્રામાં અનેક શિલ્પો બતાવે છે. જગ્ગન્નથ મંદિર અને કોણાર્ક મંદિર જેવા વૈષ્ણવ મંદિરની દીવાલો પર પણ શિલ્પો ઓડિસી નૃત્ય મુદ્રામાં જોવા મલે છે જે બતાવે છે કે શૈવ પરંપરાથી વૈષ્ણવ પરંપરામાં પણ આ નૃત્યને પ્રધાન્યતા મળતી રહી.

તાડપત્ર પુરાવા[ફેરફાર કરો]

ભરત ઋષિ દ્વારા બીજી સદીમાં રચિત નાટ્ય શાસ્ત્ર ચાર પ્રકારની પ્રવૃત્તિ વર્ણવે છે: અવન્તિ, દક્ષિનાટ્ય, પાંચાલી અને ઓર્દા મગધી અને પ્રયોજનો કે જ્યાં તેનો ઉપયોગ થઈ શકે. અમુક વિદ્વાનો ઓર્દા મગધીનો પ્રયોગ એ વર્તમાન ઓડિસી નૃત્યના સંદર્ભમાં થયેલો માને છે. મહેશ્વર મહાપાત્રા દ્વાર રચિત અભિનય ચંદ્રિકા નામક ગ્રંથમાં પગ અને હાથની વિવિધ હલન ચલન , ઉભા રહેવાની મુદ્રા અને નૃત્યની વિવિધ માહિતી વર્ણવી છે. નાટ્ય શાસ્ત્રમાં વર્ણવેલ કરનાની માહિતી પણ તેમાં આપેલી છે.

શિલ્પ પ્રકાશ નામની પાંડુલિપીમાં ઉડીયા સ્થાપત્ય વિષે માહિતી મ;એ છે તેમં સ્થાપત્ય સાથે શિલ્પ કળા અને ઓડિસી નૃત્યના મુદ્રાઓનું પણ વર્ણન છે. આ ગ્રંથમાં સાલભંજિકા કે આલસ કન્યાઓ અમે અન્ય સ્ત્રી શિલ્પના શરરી લાવણ્યની કોતરણી વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવી છે.

એક અકલ્પનીય સ્ત્રોત, જૈન પાંદુલિપી, ખાસ કરીને કલ્પસૂત્ર અને કલ્કાચાર્ય કથાઓ પણ ઓડિસી નૃત્યનો હલકો ઉલ્લેખ કરે છે , જોકે તેમની રચના ગુજરાતમાં થઈ હોવાનું મનાય છે. દેવસસંપદા કલ્પસૂત્ર (૧૫૦૭, જામનગર)માં પણ સંપદા, ત્રિભંગી અને છૌકા નો ઉલ્લેખ મળી આવે છે. આ બતાવે છે પૂર્વ અને પશ્ચિમ ક્ષેત્ર વચ્ચે ઘણાં સ્થળાંતર થયા હતાં. અમુક ઇતિહાસ કારો માને છે કે પુરીમાં ગુજરાત ને આંધ્ર માંથી નર્તકોનો સમુહ લાવવામાં આવ્યો હતો.

મોગલ અને બ્રિટિશ કાળ[ફેરફાર કરો]

ભારતમાં મોગલ શાસન કાળ દરમ્યાન , મહારીઓ ને મંદિર માંથી ખસેડીને રાજ પરિવાર અને રાજ દરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યાં. આગળ જતા આ નૃત્યાંગનાઓ રાજાની રખેલ જેવી સ્થિતીમાં પડી ગઈ. માત્ર જગ્ગન્નાથ મંદિરની નૃત્યાંગનાઓને જ માનથી જોવાતી. બ્રિટિશ શાસન દરમ્યાન લદાયેલ મંદિર નૃત્ય પરના પ્રતિબંધને કારણે ભારતીય શાસ્ત્રીય નૃત્યની પડતી થઈ. નૃત્યાંગનાઓની માટે આવકનું અન્ય સાધન ન રહેતા તેઓએ દેહ વ્યવસાયનો આસરો લીધો.

પરંપરા અને કળાકાર[ફેરફાર કરો]

ઓડિસી પરંપરા મુખ્યત્વે ત્રણ ઘરાનામાં ચાલી આવી છે; મહારી, નર્તકી અને ગોતીપુઆ. મહારીઓ ઓડિસી મંદિર કન્યા કે દેવદાસીઓ હતી. (મહા+નારી પાછળથી મહારી બનેલ હોવું જોઈએ, અથવા મહારી એ ખાસ કન્યાઓ હતી કે જેને પુરીના જગન્નાથ મંદિર માટે પસંદ કરાતી. ) શરુઆતમાં મહારીઓ ચુસ્ત પને મંત્ર અને શ્લોક પર જ પોતાનું નૃત્ય અને અભિનય કેંદ્રીત કરતી. પાછળથી તેઓએ જયદેવના ગીતગોવિંદ ઉપર પણ નૃત્ય અને અભિનય આરંભ કર્યો. ભીતરી ગૌણી મહારીઓને મેંદિરના અંદરના ભાગમાં નૃત્ય ની છૂટ અપાતી જ્યારે બાહરી ગૌણી મહારી મંદિરમાં જ પણ બાહરી પ્રાસાદમાં જ નૃત્ય કરતી. તેમને ગર્ભ ગૃહમાં પ્રવેશ વર્જિત હતો.

છઠ્ઠી સદી સુધીમાં ગોતીપુઆ પરંપરા ઉદય પામી. આ પરંપરાનો ઉદય થવાનુમ્ એક કારણ એમ બતાવવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાય મહિલા નર્તકની રજા આપતો ન હતો. ગોતીપુઆ એ યુવાન છોકરાઓ હતાં જેમને મહારીઓ નૃત્યની તાલિમ આપતી. આ સમય દરમ્યાન ઓડિયા કવિઓએ રાધા અને કૃષ્ણને સમર્પિત અનેક કાવ્યો રચ્યાં. ગોતીપુઆઓ આ રચનાઓ ઉપર નૃત્ય કરતાં. ગોતીપુઆઓ મંદિરની ચાર દીવાલથી બહાર પણ લાવ્યાં.

નર્તકી આ નૃત્ય પ્રકાર રાજ દરબારમાં કરાતો, જ્યાં બ્રિટિશ રાજ પહેલાં આ નૃત્યનો ઘણો વિકાસ થયો.આ સમય દરમ્યાન દેવદાસીઓનો દુરુપયોગ પર ઘણા પ્રહારો થયાં અને મંદિરોમાંથી આ નૃત્ય નામશેષ થતો ચાલ્યો અને રાજ દરબારમાં પણ જુનવાણી બની ગયો. છેવટે માત્ર ગોતીપુઆ પરમ્પરા સજીવ રહી, આ પરમ્પરાના પુનનિર્માણ માટે પણ પુરાતાત્વીક અને સંસ્કૃતિશાસ્ત્રની મદદ લઈ અસલ પરંપરા જાળવી રાખવાના પ્રયત્નો થયા.[૭]

મહારી પરંપરા[ફેરફાર કરો]

શૈવ મંદિરોમાં પ્રભુની સેવામાં મહિલાઓ સેવા આપતી અને તે પરંપરા પુરીના જગન્નાથના મંદિરમાં પણ શરૂ થઈ. આ મહિલાઓ મહારી કે દેવદાસી તરીકે ઓળખાતી અને તેમને પ્રબુ જગન્નાથની પત્ની તરીકે સમજાતી. તેમની નૃત્ય કળામાથી ઓડિસી નૃત્ય પરંપરા શરુ થઈ. મહારી પરમ્પરાના સૌથી જુના પ્રમાણ કેસરી કુળના અંતિમ રાજા ઉદ્યોત કેસરીની યાદમાં લખાયેલ શિલા લેખમાં મળી આવે છે.૧૦મી સદીમાં રાજાની માતાએ મંદિર નર્તકીઓને બ્રહ્મેશ્વરના પ્રભુ શિવને અર્પણ કરી. રાજા ચોડા ગંગદેવએ ૧૧મી સદીમાં પ્રભુ જગન્નાથ મંદિરની સેવામાં નિમણૂક કરી. ઓડિસી નૃત્ય પરંપરાને સદીઓ સુધી જીવીત રાખવાનું શ્રેય આ મહારીઓ ને ફાળે જાય છે. વજનના અસમાન વર્ગીકરણ, ઠોસ કદમ, તરલ ધડ આદિ તકનીક નો ઉપયોગ કરી તેમણે આ નૃત્ય શૈલિને અન્ય ન્ર્ત્યથી વિભીન્ન પ્રારૂપ આપ્યું. તાંત્રિક શાસ્ત્રમાં જરુરી એવી કામુકતા અને આધ્યાત્મીકતાનો મેલ આ મહારી નૃત્યમાં જોવા મળે છે. અમુક પ્રચલિત મહારી નૃત્યાંગનાઓ છે: મોની મહારી, ડોમી મહારી, ડુંગરી મહારી, પદ્મશ્રી ગુરુ પંકજ ચરણ દાસ, રત્ના રોય.

ગોતીપા પરંપરા[ફેરફાર કરો]

ઓડિયા ભાષામાં ગોતીપુઆનો અર્થ થાય છે એકલો છોકરો. ગોતીપુઆ નૃત્ય માત્ર છોકરાઓ દ્વારા કરાય છે જેઓ નારી ની વેશભૂષા કરી આ નૃત્ય કરે છે. T૧૪૯૭ થી ૧૫૪૦ની વચ્ચે પ્રતાપરુદ્રદેવ ના સમય દરમ્યાન જ્યારે મહારી પરંપરા નામશેષ થઈ ત્યારે આ પરંપરા વિકાસ પામી. પ્રતાપરુદ્ર દેવ જેઓ શ્રી ચૈતન્યના અનુયાયી હતા તેમણે આ છોકરાઓની નૃત્ય પરંપરા લાવી કેમકે તેમના વૈષ્ણવ સંપ્રદાયમાં સ્ત્રીઓના નૃત્ય પર પ્રતિબંધ હતો. તો શક્ય છે આ પરંપરાની શરુઆત ચૈતન્ય પ્રભુની ઓડિસા યાત્રા પછી થઈ હોય.[૮]

નૃત્યના શબ્દો અને નૃત્ય ક્રમ[ફેરફાર કરો]

રુદ્રાક્ષયા દ્વારા ઓડિસી નૃત્ય પ્રદર્શન

પારંપારિક ઓડિસી નૃત્યમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

મંગળાચરણ
આ એક બીનવ્યવસાયી પ્રદર્શન હોય છે. જગન્નથ પ્રભુને અંજલી આપ્યાં પછી અમુક દેવ અને દેવીઓના સન્માનમાં એક શ્લોક બોલવમાં આવે છે, અને તેનો અર્થ નૃત્ય અભિનય કરીને બતાવાય છે. 'ભૂમિ પ્રણામ' પન મંગળા ચરણનો એક ભાગ છે , જેમાં પૃથ્વી પર પગ ઠપકારીને નૃત્ય કરવા બદ્દલ તેની ક્ષમા યાચવામાં આવે છે. આ સાથે મંગળા ચરણમાં ત્રિખંડી પ્રણામ કરવામાં આવે છે. જેમાં માથા પર હાથ જોડી પ્રભુને, મો સામે હાથ જોડી ગુરુને અને છાતી સમક્ષ હાથ જોડીને દર્શક ગણને વંદન કે નમસ્કાર કરવામાં આવે છે.
બટ્ટુ નૃત્ય
નૃત્યના દેવ શંકર ને અર્પણ કરાતુ આ નૃત્ય શિવના બટુક ભૈરવ સ્વરુપને અર્પિત કરાય છે. આ નૃત્ય ઓડિસીનું મૂલ સ્ત્ત્વ લાવે છે.મંદિર શિલ્પ કળા અને ઓડિસી વચ્ચેનો સંબંધ, ઓડિસાના મંદિરોની દિવાલ પર કોતરાયેલ નૃત્ય કરતા શિલ્પની મુદ્રાઓ પરથી સ્પષ્ઠ જનાઈ આવે છે. આ મુદ્રાઓ વિવિધ તાલની મુદ્રાઓ છે જેમને એકબીજા સાથે એક હરોળમાં પરોવી બતાવાય છે.
પલ્લવી
આ એક વિશુદ્ધ નૃત્ય પ્રકાર છે જેમાં રાગને આંખના વિસ્તૃત હલન ચલન, શારિરીક ભંદિમા અને પગના જટિલ ચાલથી દર્શાવાય છે. પલ્લવેનો અર્થ થાય છે "ખીલતું". આ માત્ર નૃત્યને જ નહિ પણ સંગીતને પણ તેટલું જ લાગે છે. પલ્લવી નૃત્ય આંખ, ડોક, ધડા અને પગના ધીમા, લાલીત્ય પૂર્ણ અને શાબ્દીક ચલનથી શરુ થાય છે. આગળ વધતા સંગીત અને તાલ ઝડપી બને છે અને છેવટે અત્યંત તેજ તાલ સાથે આ નૃત્ય પુરું થાય છે. જેમ જેમ નર્તક અવકાશમાં વિવિધ કૃતિઓ રચી સંગીતના અર્થાનુસાર વિવિધ સ્તરોના અને અનુપાતોના છે તેમ તેમ નૃત્ય અને સંગીત બંને એક જટિલ સમા બંધાય છે
અભિનય
અ એન અભિચ્યક્તિ નૃત્ય છે જેમાં હાથની મુદ્રા (હાથથી સંભાષણની ભારતીય શાસ્ત્રીય નૃત્યની ભાષા), ચહેરાના ભાવ, અને શારિતરીક હલન ચલન દ્વારા કોઈ વાર્તા કહેવામાં આવે છે. મોટા ભાગના ઓડિસી અભિનય ઓડિયા ગીતો કે સંસ્કૃત અષ્ટપદીઓ કે સંસ્કૃતસ્ત્રોત જેવા કે દશાવતારમ્ અને અર્ધનારી સ્તોતમ્ પર કરવામામ્ આવે છે. મોટા ભાઅગે અભિનયો રાધા કૃષ્ણ પર આધારિત હોય છે. સંત જયદેવ દ્વારા રચિત કાવ્ય "ગીત ગોવિંદ" આ નૃત્યનો એક ભાગ હોય જ છે. નૃત્યના શરુઆતનો ભાગ ઓડિસાના ભગવાન જગન્નાથને અર્પિત હોય્ હોય છે જેમને ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે.[૫]
નૃત્ય નાટિકા
આ પ્રકારભિનય કરતા લાંબો હોય છે અને એક કરતા વધુ નર્તકો દ્વારા પ્રસ્તુત કરાય છે.કેલુચરણ મહાપાત્ર દ્વારા ઘણી નૃત્ય નાટિકા રચાઈ છે જેમકે સુદામા દારિદ્ર ભંજન, મથામણી પ્રધાન, બાલ્ય લીલા, રુતુ સંહાર, કૃષ્ણ સુદામા, , દુષ્યંત શકુંતલાઉત્કલ મૌદા મણિ, યજ્ઞસેની, મેઘદૂત, કુમાર સંભવ, સપન નાયક. મોટે ભાગે આ નૃત્ય હિંદુ પુરાણ કથા પર અધારિત હોય છે પણ અર્વાચીન કાળમાં નવા વિષયો લઈને પણ નવતર પ્રયોગો કરવામામ્ આવ્યાં છે. અમુક ખાસ નવી સંકલ્પનાઓ છે પંચકન્યા, ગંગા યમુના, શ્રીથા કમલમ, મૃત્યુ અને ત્તંત્ર.
મોક્ષ
આ પઠનનું અંતિમ ચરણ હોય છે. મોક્ષનો અર્થ થાય છે "આત્મીક મુક્તિ" આ નૃત્ય પવિત્ર નૃત્યની સાધના દ્વારા આત્મીક ઉન્નતિ બતાવે છે. ચલન અને શરીરની મુદ્રા અમય અને અવકાશની અપૂર્વ નવી રચનાઓ રચે છે. નૃત્ય એવી ચરમ સીમાએ પહોંચે છે કે જે નેત્ર અને કર્ણ માટે એક પરમાનંદ હોય છે. ઓમ ના ધ્વની સાથે આ નૃત્ય અવકાશ કે શૂન્ય માં વિલિન થઈ જાય છે જેમ કે કોઈ આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ હોય.

ઓડિસી શબ્દાવલી[ફેરફાર કરો]

શર્મિલા બિસ્વાસ , કેરળમાં એક નૃત્ત્યયોત્સવમાં કલા પ્રદર્શન કરતાં
આલાપ
ભારતીય શાસ્ત્રીય સંગીતનો આ એક શરુઆતી સ્વર છે જેને તાલ વગર ગવાય છે.
અંધ
ચાર સંગીત ધ્વની (મર્દલા તબલા અને મૃદંગ) છુપાયેલ ભાગ
અસંજુક્ત ધ્વની
મરદલા ને એક હાથે થાપતા ઉત્પન્ન થતો ધ્વની.
આવર્તન(નો)
તાલનું એક પૂર્ણ ચક્ર.
બાની (વાણી)
મૃદંગનીના અવાજનો સમાંતર શાબ્દીક ઉચ્ચારણ. નૃત્ય પ્રદર્શન વખતે ગુરુ દ્વારા બાની ઉચ્ચારાય છે.
ભાગો
તાલમાં, તાલને વિવિધ ખંડમાં વહેંચાયેલ હોય છે. તેવા ભગો કે જ્યાં તાલી કે ખાલી પડે છે દા.ત., આદિતાલ (ઓડિસી) એ ચાર ભાગમાં વહેંચાયેલ હોય છે.તેને કહે છે કે આદિતલ ના ચાર ભાગો હોય છે. આ ઓડિસી નૃત્યના સંગીતનો એક માપન છે.
ભજન
ભક્તિપૂર્ણ ગીત.
ચોન્દો
આ તાલના ભાગો કેવીરીતે વહેંચાયેલ હોય છે દા.ત., આદિતાલ (ઓડિસી), ચાર ટપ્પાના ચાર ભાગ હોય છે તો આદિતાલનો ચોન્દો ૪ * ૪* ૪* ૪ થાય
દેવદાસી
મૂળના મંદિર નર્તકીઓ જેમને દેવોની દાસી કહેવાતી.
ગીત ગોવિંદ
રાધા કૃષ્ણના જીવનને દર્શાવતી સંત જયદેવની પ્રખ્યાત રચના.
ગોટી
નાનકડા લાકડાના ઠસ્સાઓ જે મર્દલાના પડદામાં તાણ ઉત્પન્ન કરવા વપરાય છે. આને રસ્સીઓની વચ્ચે ફસાવવામાં આવે છે જેને સરકાવી તાણ ઉત્પન્ન થાય છે
ગોતીપુઆ
યુવા છોકરાઓ જેમને ઓડિસી નૃત્ય કળામાં શિક્ષણ અપાય છે. ગોતીપુઆઓને મંદિર છોડી જઈને જનતા સમક્ષ નૃત્ય પ્રદર્શન કરવાની છૂટ હતી. હાલમાં વિદ્યમાન ઓડિસી શૈલિ (અને મંદિર શિલ્પ પર પણ) ગોતીપુઆ પરંપરાનો ઊંડો પ્રભાવ છે.
ખોન્દો ઉકુત્તો
જ્યારે બાની અને ઉકુત્તો મેળવીને એક રૂઢિ પ્રયોગ બનાવાય છે તેને ખોન્દો ઉકુત્તો કહે છે દા.ત કીતીટાકાટાકા ગાદીગણ.
માનો
આ અંતમાં નૃત્યનો અંતિમ ભાગ છે જેમાં નૃત્યની સમાપ્તિ સૂચવવા વારંવાર કરવામાં આવે છે. મોટે ભાગે ત્રણ વખત. આ અઓડિસી નામ છે. ઓડિસાના લોકો માનો કે તિહાઈ તરીકે પણ ઓળખે છે પણ તેમનો અર્થ તેજ થાય છે.
મહારીકે દેવદાસી
આ મૂળે મંદિરની નૃત્યાંગનાઓ હતી, આ પ્રથા અત્યારે બંધ થઈ ગઈ છે. આ ઓડિસીના નૃત્યના મૂળ સંરક્ષકો હતા જેને પાછળત્થી યુવા છોકરાઓ (ગોતીપુઆ)ને શીખવાડાઈ. આ પ્રમ્પરા સુધારાઈ છે અને હવે તેને જાળવવા પ્રયત્ન કરાય છે.[૯]

ઓડિસી સંગીત[ફેરફાર કરો]

ઓડિસી નૃત્ય ઓડિસી સંગીત પર કરવમાં આવે છે. ઓડિસી નૃત્ય એ ચાર સંગીત પ્રકારનું મિલન છે. ધ્રુવપદ(ધ્રુપદ), ચિત્રપદ, ચિત્રકલા અને પંચાલ. ધ્રુવપદ એ પ્રથમ પંક્તિઓ હોય છે જેને વારંવાર ગાવામાં આવે છે. સંગીતમાં કળાના ઉપયોગને ચિત્રકલા કહે છે. કવિ સૂર્ય બલદેવ રથ, પ્રખ્યાત ઓડિયા કવિ એ કલ્હેલ કવિતાઓ ચિત્રપદ ઉત્તમ નમૂનાઓ છે. ચિત્રપદ શબ્દોનો ઉપયોગ શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ જેવો હોય છે. આ બધાનું મિશ્રણ થઈ બનેલ સંગીત એટલે ઓડિસી સંગીત. છંદ એ ઓડિસી સંગીતનો હાર્દ છે. છંદનું નિર્માણ ભાવ, કાળ , અને સ્વરને ધ્યાનમાં રાખીને કરાય છે.છુરસિયા છમ્દ મૂળની ઓડિસી ભાત બતાવે છે. આમાં ઓડિયા ભાષાના બધાં ચોત્રીસ અક્ષરોને દરેક વાક્યની શરુઆતમામ્ વપરાય છે. પાડી એ ઓડિસી સંગીતની એક વિષેશ રોચક રચના છે જેમાં શબ્દોને બમણી ઝડપે (તાલે) ગવાય છે. ઓડિસી સંગીત વિવિધ તાલમાં ગવાય છે: નવતાલ (નવ તાળી), દશતાલ(દસ તાળી) કે એગર તાલ (અગિયાર તાળી). હિંદુસ્તાની અને કર્ણાટકી સંગીત કરતામ્ ઓડિસી સંગીત જુદું હોય છે. કલ્યાણ, નટ, શ્રી ગોવડા, બરદી, પંચમ,ધનશ્રી, કર્ણટ, ભૈરવી અને શોકબદરી એ ઓડિસીના મુખ્ય રાગો છે. ઓડિસી સંગીતને રાગાંગ (રાગ અંગ) ભાબાંગ (ભાવ અંગ) અને નાટ્યાંગ ધ્રુવપદંગ (ધ્રુવ પદ અંગ) અને ત્યાર બાદ ચમ્પુ, છંદ, છૌતીસા, પલ્લબી, ભજન જનના અને ગીત ગોવીંદના માધ્યમથી ગવાય છે. આને ઓડિસીની પૂર્વી નાટ્યાવલોકન પણ કહે છે. ઓડિસી નૃત્યની નું પોતાનું વ્યાકરણ હોય છે.જેને ખાસ રાગ દ્વારા રજૂ કરાય છે. આની ખાસ અર્થ ઘટન હોય છે. આ શાબ્દીક હોય છે અને તેને સ્વરનું અલંકરણ હોય છે. ગાયનની ઝડપ નતો બહુ તેજ હોય કે નતો બહુ ધીમી હોય છે.

વેશભૂષા અને આભૂષણ[ફેરફાર કરો]

ઓડિસી નૃત્યના આભૂષણો છાંદીની તારના કામથી બનેલા નાના ભાગોના બનેલા હોય છે.આને ઓડિસીમાં તારકાશી(અંગ્રેજી, ફ્રેંચ = ફીલીગ્રી Filigree) કહે છે. આ કળા લગભગ ૫૦૦ વર્ષ જેટલી જુની છે અને આને તટવર્તી ઓડિસ્સાના સ્થાનીય કારીગરો દ્વારા કરાય છે. [૧૦] આભૂષણો ઓડિસી નર્તકની વેશભૂષાનો મહત્ત્વ પૂર્ણ ભાગ હોય છે. તેમના નામ છે ટીકા (ટીકો), અલ્લકા (માથાનું આભુષણ જેના પર ટીકા લટકે છે.ખાસ કર્ણ પટલો જે કનને એક અનોખી રીતે ઢાંકે છે. મોટેભાગે તે મોરપીંછ આકારે હોય છે જેની નીચે જીમકીઓ (ઝુમખા કે ઝુમ્મર) છે. બે જાર , ટૂંકો હાર ગળાની નજીક હોય છે અને લાંબો જાર લોકેટ સાથે લટકે છે. બંગડીના બે જોડા જેમાં એક બાંય પર અને બીજો જા હાથમાં પહેરાય છે. એક ચાંદીના ટુકડાને વિવિધ પ્રકારના આભૂષણોમાં રૂપાંતરીતે કરવા વિવિધ પ્રકારના ઘણા કારીગરોનો હાથ હોય છે.

શિરસ્ત્રાણ કે મુગટ[ફેરફાર કરો]

ઓડિસી નર્તક દ્વારા પરિધાન કરાતું મુગટ ઓરિસ્સાના પૂર્વે કિનારે આવેલ યાત્રા ધામ પુરીમાં જ બનાવવામાં આવે છે. આને સોલા નામના બરુમાંથી બનાવવમાં આવે છે અને આ કારીગરીને સોલાકામ કહે છે.આમામ્ બરુની ડાળી પર વિવિધ પ્રકારના કાપ આપવામાં આવે છે. ત્યાર બાદ તેની મધ્યમાં એક દોરી બાંધવામાં આવે છે. જ્યારે આ દોરીની ગાંઠને વધુ ખેંચવામાં આવે ત્યારે એક સરસ મજાનું ફૂલ ખીલી ઉઠે છે જેમકે ચંપો, ચમેલી કે જે કૃષ્ણના તીરના ફૂલો અથવા કદંબ જે જેની નીચે રાધા કૃષ્ણની રાહ જોતી ઉભી રહેતી.

મુગટ ભે ભાગમાં બનેલ હોય છે. ફૂલોથી શણગારેલ પાછળના ભાગ ને ઘોબા કહે છે. આ ભાગ નર્તકના અંબોળા પર બેસાડવામાં આવે છે.આ ભાગમાં શહસ્ત્ર કમળ હોય છે જે માથા પરના શિર ચક્ર કે ઊર્જા ચક્રની ઉપર રહે છે. આ પાછળના ભાગમાંથી જે લાંબો ટુકડો બહાર પડે છે તેને થીયા કહે છે. તેને જગન્નાથ મંદિરના કળશ કે શ્રી કૃષ્ણની વાંસળીનું પ્રતીક મનાય છે.

ઓડિસી નર્તક દ્વારા પોઅહેરાતી સાડીઓ મોટેભાગે કેસરી, લાલ, લીલા કે જંબુડી રંગના તેજસ્વી કે બડકીલા રંગોની હોય છે. આ સાડીઓ પર ઓડિસાની પારંપારિક ભાત અથવા ત્ ચમકતા પટ્ટો હોય છે. આ નૃત્યમાં અન્ય ભારતીય શાશ્ત્રીય નૃત્યથે વિપરીત સાડીને એક જુદા જ પ્રકારે શરેરી પર લપેટવામાં આવે છે. અન્ય કોઈપણ સાડી કરતા ઓડિસીમાં સંબળપુરી સાડી વધુ વાપરવામાં આવે છે.અન્ય શણગારમઅં લાલ ચાંદલો હોય છે જેની આજુબાજુ ચંદનથી બનેલે ભાત હોય છે. પહોળી કિનારી સાથે લાગેલ કાજલ આંખોને મોહક બનાવે છે.

ઓડિસી નૃત્ય પ્રસાર માધ્યમમાં[ફેરફાર કરો]

ભારતમાં[ફેરફાર કરો]

દામિની નામના ચિત્રપટમાં મિનાક્ષી શેષાદ્રીએ કેસરી સન્યાસી રંગના વસ્ત્રો પરિધાન ૯( જે કદાચ મયુરભંજ છઓ નૃત્યમાં શિવ તાંડ્વ નૃત્ય વખતે કરાતી વેશભૂષા દ્વારા પ્રેરિત હતું) કરીને ઓડિસી નૃત્ય પ્ર આધારીત નૃત્ય કર્યું હતું જે તેમના ગુરુ કેલુચરણ મહાપાત્રા દ્વારા દિગ્દર્શિત હતું

મીરા નાયરની ફીલ્મ કામસૂત્રમાં રેખાને યુવા વિદ્યાર્થીને નૃત્ય શીખવતા શ્રીખંડીકા મુદ્રામાં અને ઈંદિરા વર્માને મર્દલાની સંગતમાં નૃત્ય શીખતા બતાવાઈ હતી.

રાની મુખર્જી એ આઈફા ફીલ એવોર્ડસ્ માં ઓડિસીની વેશભૂષામાં એક નૃત્ય પ્રસ્તુત કર્યુ હતુ જેને મહાન ઓડિસી કલાકારોએ ઓડિસી નૃત અને ઓડિસી વેશભૂષાનું અપમાન ગણાવ્યું હતું

હિન્દી ચિત્રપટ ભૂલ ભૂલૈયાનો અંતમાં ઓડિસી નૃત્ય બતાવાયું છે જેને વિદ્યા બાલાન અને મલયાલમ કલાકાર વિનીત દ્વારા પ્રસ્તુત કરાયો હતો.

પ્રતીમા ગૌરી બેદીના જીવન આધારિત એક ચાયનીઝા ચિત્રપટમાં શિલ્પા શેટ્ટીએ ઓડિસીના અમુક પાઠ લીધા હતાં.

ભારત બહાર[ફેરફાર કરો]

માયકલ જેક્સનની ટૂંકી ફીલ્મ બ્લેક એન્ડ વ્યાઈટમાં ઓડિસી નૃત્યનો એક નાનકડો ભાગ બતાવાયો હતો.

૧૯૯૮ની એમ ટી વી પુરસ્કાર કાર્યક્રમમાં મેડોનાએ ઓડિસી નૃત્યાંગનાઓ સાથે ડાન્સ કર્યો હતો. યુ એસ માં રહેતી ઓડિસી નૃત્યાંગનાઓ પટનાયક બહેનો ને આ નૃત્ય દિગ્દર્શનની જવાબદારી સોંપાઈ હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-11.
  2. http://odissi.itgo.com/
  3. "Article by David Courtney retrieved July 2008". મૂળ માંથી 2016-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-11.
  4. Sehgal, Sunil (1999). Encyclopaedia of Hinduism: (H - Q). Sarup & Sons. પૃષ્ઠ 868. ISBN 8176250643.
  5. ૫.૦ ૫.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-03-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-11.
  6. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-11.
  7. Alessandra Lopez y Royo, The reinvention of odissi classical dance as a temple ritual, published in The Archaeology of Ritual ed. Evangelos Kyriakidis, Cotsen Institute of Archaeology, UCLA 2007
  8. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-11.
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-11.
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-11.


ભારતના શાસ્ત્રીય નૃત્યો
ઓડિસી નૃત્ય |કથક | કથકલી | કુચિપુડી નૃત્ય | ભરતનાટ્યમ | મણિપુરી નૃત્ય | મોહિનીયટ્ટમ | સત્રીયા નૃત્ય |