લખાણ પર જાઓ

ઓપરેશન સિંદૂર

વિકિપીડિયામાંથી

૭ મે ૨૦૨૫ના રોજ ભારતે ઓપરેશન સિંદૂર નામ હેઠળ પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા. ભારતે કહ્યું કે તેણે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યાં. પાકિસ્તાને પોકળ દાવો કર્યો હતો કે ભારતીય હુમલાઓમાં મસ્જિદો સહિત નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા,[][] અને નવ પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.[] પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય હુમલાનો બદલો લીધો છે. પણ ખરેખરમાં પાકિસ્તાની તોપખાનાએ ત્રણ નિર્દોષ ભારતીય નાગરિકોને મારી નાખ્યા છે.[]

ભારતીય હુમલાઓ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબરૂપે હતા. એ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાન-પ્રેરિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને સ્વીકારી હતી જેમાં ઓછામાં ઓછા ૨૮ નાગરિકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના હિન્દુ પ્રવાસીઓ હતા. ભારત મુજબ પાકિસ્તાને હુમલાખોરોને ટેકો આપ્યો હતો, જોકે પાકિસ્તાને દર વખતની જેમ આરોપોને નકારી કાઢ્યા. [] આ કાર્યવાહીથી ૨૦૨૫ના ભારત-પાકિસ્તાન સ્ટેન્ડઓફમાં તણાવ વધ્યો, જે વ્યાપક કાશ્મીર સંઘર્ષનો એક ભાગ હતો. ભારતે પોતાની આત્મરક્ષા માટે આતંકવાદીઓના ઠેકાણા નાશ કરવાને જરૂરી ઠેરાવ્યું છે અને ૨૧ ઠેકાણામાંથી ૯ ઠેકાણાં પાકિસ્તાનની અંદર ઘૂસીને નષ્ટ કર્યા છે.[]

પાકિસ્તાન અને પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં ભારતીય હુમલાઓ

[ફેરફાર કરો]

૬ મે ૨૦૨૫ના રોજ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં છ સ્થળોને નિશાન બનાવીને ચોવીસ હુમલા કરવામાં આવ્યા. પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (મુઝફ્ફરાબાદ અને કોટલી) અને પાકિસ્તાનના પંજાબ પ્રાંત (બહાવલપુર)ને નિશાન બનાવવામાં આવ્યા. આ દર્શાવે છે કે ભારતે નિયંત્રણ રેખા (એલ.ઓ.સી) અને આંતરરાષ્ટ્રીય સરહદ બંનેની પેલે પાર હુમલાઓ કર્યા છે.[]

ભારતીય સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓને "કેન્દ્રિત, માપેલા અને બિન-વર્ધક" ગણાવ્યા, જેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી માળખાંને નિશાન બનાવવામાં આવ્યાં છે, તથા તેમાં કોઈ પણ પાકિસ્તાની લશ્કરી સુવિધાઓને નુકસાન થયું નથી. [] પાકિસ્તાને દોષારોપણ કરતાં કહ્યું કે ભારતે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા,[] અને હુમલામાં બાળકો માર્યા ગયા હતા.[]

ભારતીય હુમલાઓમાં પ્રભાવિત સ્થળોમાં મુઝફ્ફરાબાદની બિલાલ મસ્જિદનો સમાવેશ થાય છે, જેને રોઇટર્સ દ્વારા નુકસાન થયું હોવાના અહેવાલ છે.[] પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બડાઈ મારતાં કહ્યું હતું કે ભારતીય સૈનિકોને કેદી બનાવવામાં આવ્યા હતા અને વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાને પાછળથી સ્પષ્ટતા કરી કે કોઈ ભારતીય સૈનિકને કેદી તરીકે લેવામાં આવ્યા નથી.[] [૧૦] ભારતીય વાયુસેનાએ ૭મી મે ૨૦૨૫ના રોજ વહેલી સવારે ૨૩ મિનિટ લાંબા ઓપરેશન સિંદૂરમાં SCALP મિસાઇલ અને AASM હેમર બોમ્બથી સજ્જ રાફેલ જેટ તૈનાત કર્યા.[૧૧] [૧૨] [૧૩]

એક પાકિસ્તાની જનરલે કહ્યું કે ભારતીય વિમાનો પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા વિના જ આ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાને કારણે મુઝફ્ફરાબાદમાં વિસ્ફોટ થયા અને વીજળી ગુલ થઈ ગઈ. [૧૪] પાકિસ્તાની પ્રાંત પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા વિનંતી કરી.[૧૫] શ્રીનગરના સ્થાનિક લોકોએ ભારે ફાઇટર જેટ ગતિવિધિઓ ઉપરથી પસાર થતી હોવાની જાણ કરી. [] ભારતીય સેનાએ ટ્વિટર પર એક નિવેદન બહાર પાડ્યું, જેમાં #PahalgamTerrorAttack હેશટેગ સાથે "ન્યાય મળ્યો" એમ જાહેર કરવામાં આવ્યો. [૧૬] ભારતીય સૈન્યએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરની ભીમ્બર ગલી ગામમાં ગોળીબાર કર્યો હતો.[૧૫]

કાશ્મીરમાં પાકિસ્તાની હુમલાઓ

[ફેરફાર કરો]

૭ મે ૨૦૨૫ ના રોજ, પાકિસ્તાને ભારતના પાકિસ્તાન પર મિસાઇલ હુમલાના જવાબમાં કાશ્મીર પર મિસાઇલ હુમલા કર્યા. પાકિસ્તાનના રાજ્ય મીડિયા અનુસાર, પાકિસ્તાન વાયુસેનાએ પાંચ કે બે ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા.[૧૭] [૧૮] [૧૯] રાજ્ય મીડિયાએ એવો પણ દાવો કર્યો હતો કે જવાબી હુમલામાં ભારતીય બ્રિગેડનું મુખ્ય મથક નાશ પામ્યું હતું.[૨૦]

અહેવાલો એ પણ સૂચવે છે કે ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે પાકિસ્તાની JF-17 ને ગોળી મારી દેવામાં આવી હતી. વિમાન ભારતના પુલવામાના પમ્પોરમાં ક્રેશ થયું. [૨૧]

જાનહાનિ

[ફેરફાર કરો]

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં જાણ કરી હતી કે ૧૦૦ આતંકવાદીઓને મારવામાં આવ્યા છે.[૨૨] પાકિસ્તાની સુરક્ષા દળો દાવો કરે છે કે, ભારતીય હુમલાઓમાં ઓછામાં ઓછા બે બાળકો સહિત એકત્રીસ "નાગરિકો" માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા ૩૫ અન્ય ઘાયલ થયા હતા. [][૨૩]

ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની તોપમારાથી ભારતના કાશ્મીરમાં ત્રણ નિર્દોષ નાગરિકોનાં મોત થયાં.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "India-Pakistan live: India strikes Pakistan, Pakistan-administered Kashmir | News | Al Jazeera".
  2. ૨.૦ ૨.૧ "India strikes Pakistan over Kashmir tourist killings". Reuters.
  3. ૩.૦ ૩.૧ "Indian army says 3 civilians killed in shelling by Pakistani troops in Indian-controlled Kashmir". CTVNews (અંગ્રેજીમાં). 2025-05-07. મેળવેલ 2025-05-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. "India fires missiles across the frontier with Pakistan, killing at least 1 child, officials say". AP News (અંગ્રેજીમાં). 6 May 2025. મેળવેલ 6 May 2025. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  5. "Operation Sindoor: Armed Forces destroyed 9 terror camps in Pakistan and PoK within 25 mins - CNBC TV18". CNBCTV18 (અંગ્રેજીમાં). 2025-05-07. મેળવેલ 2025-05-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ "India says it has launched strikes on Pakistan and Pakistan-administered Kashmir". BBC News. 6 May 2025. મેળવેલ 6 May 2025. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  7. "India launches attack on 9 sites in Pakistan and Pakistan-occupied Jammu and Kashmir". Reuters (અંગ્રેજીમાં). 6 May 2025. મેળવેલ 6 May 2025. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  8. ૮.૦ ૮.૧ "India-Pakistan live: India strikes Pakistan, Pakistan-administered Kashmir | News | Al Jazeera".
  9. Garg, Moohita Kaur (2025-05-07). "Operation Sindoor: Pakistan Defence Minister Khawaja Asif retracts PoW claim, says no Indian soldiers captured". Wion (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  10. Amin, Zubair (2025-05-07). "Operation Sindoor: Has Pakistan Taken Indian Soldiers As Prisoners of War? Fact Check". NewsX World (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  11. "Rafale jets hit Pak terror camps with Scalp missiles, Hammer bombs: Sources". India Today (અંગ્રેજીમાં). 2025-05-07. મેળવેલ 2025-05-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  12. Sharma, Sheenu (2025-05-07). "Rafale jets hit nine terror camps in Pakistan and PoK with Scalp missiles and Hammer bombs". India TV News (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  13. Amin, Zubair (2025-05-07). "Operation Sindoor Lasted 23 Minutes: SCALP, HAMMER Missiles On Rafale Jets Used To Strike Terror Camps in Pakistan And PoK". NewsX World (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  14. "Pakistan 'attacked with missiles' – as India says it targeted terrorist camps". Sky News (અંગ્રેજીમાં). 6 May 2025. મેળવેલ 6 May 2025. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  15. ૧૫.૦ ૧૫.૧ "India-Pakistan fighting live: India fires missiles into Pakistan". Al Jazeera English. 6 May 2025. મેળવેલ 6 May 2025. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  16. "India strikes nine sites in Pakistan weeks after Kashmir militant attack – live". The Guardian (બ્રિટિશ અંગ્રેજીમાં). 6 May 2025. ISSN 0261-3077. મેળવેલ 6 May 2025. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  17. Yeung, Tavia (7 May 2025). "Pakistan downs 2 Indian jets in retaliation for overnight strikes". China Daily. મેળવેલ 6 May 2025. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  18. "Pakistan downs three Indian Air Force jets as retaliation for missile attacks under way: state media". Business Recorder. 7 May 2025. મેળવેલ 6 May 2025. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  19. "India Launches Multiple Missile Strikes Inside Pakistan, Targets Civilians". The Friday Times (અંગ્રેજીમાં). 7 May 2025. મેળવેલ 6 May 2025. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  20. "Pakistan downs 2 Indian jets as retaliation for late-night strikes at 5 sites: state media". DAWN (અંગ્રેજીમાં). 6 May 2025. મૂળ માંથી 6 May 2025 પર સંગ્રહિત. મેળવેલ 6 May 2025. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  21. "India shoots down Pakistan's JF-17 fighter jet in Pulwama's Pampore". India TV News (અંગ્રેજીમાં). 2025-05-07. મેળવેલ 2025-05-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  22. ""Op Sindoor Is On, Will Hit Back If...": Rajnath Singh To All-Party Meet". www.ndtv.com (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-08. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  23. News, A. B. C. "At least 31 dead in Pakistan in overnight India attacks, military says". ABC News (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-08. {{cite web}}: Check date values in: |access-date= (મદદ); |last= has generic name (મદદ)