લખાણ પર જાઓ

ઓશો

વિકિપીડિયામાંથી

ઓશો એક ભારતીય વિચારક, રહસ્યવાદી ગુરુ અને રજનીશ આંદોલનના સ્થાપક હતા. તેઓ વિશ્વના સૌથી વિવાદાસ્પદ અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરુ હતા.

આચાર્ય રજનીશ (ઓશો)
અંગત
જન્મ
ચંદ્રમોહન જૈન

(1931-12-11)11 December 1931
મૃત્યુ19 જાન્યુઆરી,1990
સહીOsho_signature
ફિલસૂફીઓશોવાદ
કારકિર્દી માહિતી
ગુરુ-
સન્માનોઓશો, ભગવાન, ઝોરબા ધ બુદ્ધ
જીવન કોઈ સમસ્યા નથી, પણ એક અવસર છે – તેને જીવો, પ્રેમ કરો, સ્વીકારો

જન્મ અને બાળપણ

[ફેરફાર કરો]

ચંદ્રમોહન જૈન, જેઓ પાછળથી રજનીશ તરીકે ઓળખાયા, તેમનો જન્મ 11 ડિસેમ્બર 1931ના રોજ મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના કુચવાડામાં થયો હતો. કાપડના વેપારી બાબુલાલ જૈનના 11 બાળકોમાં તેઓ સૌથી મોટા હતા. તેમણે તેમના બાળપણના પ્રથમ આઠ વર્ષ તેમના દાદાના ઘરે વિતાવ્યા હતા. રજનીશે પોતે કહ્યું હતું કે, તેમની દાદીએ તેમના પ્રકારના શિક્ષણ અથવા નિયંત્રણો લાદ્યા ન હતા, જેની તેમના જીવન પર ભારે અસર પડી હતી.ભગવાન રજનીશ જૈન પરિવારમાં જન્મયા હતા પરંતુ તેઓ કોઈ ધર્મમાં માનતાં ન હતાં.

રજનીશની દાદીના મૃત્યુ બાદ, રજનીશ ગદરવાડામાં તેમના માતાપિતાના ઘરે આવ્યા, જ્યાં તેઓ ખૂબ જ તાર્કિક ચર્ચા કરનારા તરીકે શાળામાં પ્રખ્યાત થયા હતા. શરૂઆતથી જ તેઓ રહસ્યવાદી ફિલસૂફી વગેરે તરફ ઝુકાવ ધરાવતા હતા અને યોગ ધ્યાનની બાબતમાં પણ તેઓ શરૂઆતથી જ પ્રયોગવાદી હોવાનું જણાયું હતું. આ સિવાય તેમને વાંચનનો પણ ઘણો શોખ હતો. તેમણે નાની ઉંમરે કાર્લ માર્ક્સ અને એંગલ્સ વાંચ્યા હતા.

શિક્ષણ કાર્ય અને જ્ઞાનપ્રાપ્તિ

[ફેરફાર કરો]

કોલેજમાં ડિબેટર હોવાને કારણે, રજનીશને ક્લાસમાં જવાથી મુક્તિ આપવામાં આવી હતી. આ સમયનો ઉપયોગ કરીને, તેમણે થોડા મહિનાઓ માટે એક અખબારમાં સહાયક સંપાદક તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે જાહેર ભાષણો પણ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે 21 માર્ચ, 2051 ના રોજ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જબલપુર ના ભંવરતલ બગીચામાં એક ઝાડ નીચે કેટલાક રહસ્યમય અનુભવો કર્યા હતા.

ફિલોસોફીમાં એમએની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેઓ પ્રથમ રાયપુરમાં અને પછી જબલપુરમાં ફિલોસોફીના પ્રોફેસર બન્યા અને તેમના વિદ્યાર્થીઓ તેમજ તેમના સાથીદારોમાં તેઓ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ઓળખાયા. નોકરીની સાથે, તેમણે ભારતનો પ્રવાસ ચાલુ રાખ્યો અને ધીમે ધીમે આચાર્ય રજનીશ તરીકે ઓળખાવા લાગ્યા. 1966માં તેઓ નોકરી છોડીને ભારતના પ્રવાસે ગયા હતા. તેમના ભાષણોમાં, તેમણે પરંપરાગત ધાર્મિકતા, સમાજવાદ, ગાંધીવાદ, મુખ્ય રાજકીય વિચારધારાઓની તાર્કિક ટીકા કરી છે.

આજ્ઞાઓ

[ફેરફાર કરો]

પોતાના પ્રારંભિક ઉપદેશ કાળમાં તેમણે પોતાના અનુયાયીઓને કેટલીક આજ્ઞાઓ આપી તેમની કેટલીક નીચે મુજબ છે. ળમાં ઓશોએ અનુયાયીઓને દસ આજ્ઞાઓ આપી

  1. ક્યારેય કોઈનો આદેશ ન માનવો સિવાય કે એ તમારી અંદરથી આવતો હોય

પ્રસિદ્ધિ અને રજનીશ આંદોલનની સ્થાપના

[ફેરફાર કરો]

સપ્ટેમ્બર 1970માં હિમાચલ પ્રદેશના મનાલી પર્યટન-નગરમાં દસ દિવસના તેમના સાધના શિબિરમાં તેમણે સંન્યાસ લીધાની જાહેરાત કરી તથા તેમના ઘણા દેશ-વિદેશના અનુયાયીઓને સંન્યાસની દીક્ષા આપી. તેમનો આ પ્રકલ્પ ‘અભિનવ સંન્યાસ આંદોલન’ નામથી ઓળખાય છે. આ શિબિર પછી તેમના અનુયાયીઓ આચાર્ય રજનીશને ‘ભગવાન રજનીશ’ના નામથી સંબોધતા થયા. હવે તેમની ખ્યાતિ વિદેશમાં અને ખાસ કરીને યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન જેવા પ્રદેશોમાં ફેલાતી રહી.

1974માં તેમણે પુણે ખાતે આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં ઉપર્યુક્ત દશકના અંત સુધી તેમની પ્રવચન તથા ધ્યાનશિબિરોની પ્રવૃત્તિ પુરજોશથી ચાલતી રહી અને તેમના દેશવિદેશના અનુયાયીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થતો રહ્યો. એક ગણતરી મુજબ 1980ના અરસામાં તેમના સંન્યાસી અનુયાયીઓ કે શિષ્યોની સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી ગઈ હતી.

1 મે 1981થી તેમણે મૌન ધારણ કર્યું. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું, જેને કારણે તેમને ઇલાજ માટે અમેરિકા લઈ જવામાં આવ્યા. ત્યાં તેમના અમેરિકન શિષ્યોએ ઑરેગૉન રાજ્યના મધ્યમાં લગભગ બંજર ગણાય તેવા પ્રદેશમાં 64,000 એકર વિસ્તાર ધરાવતું એક પશુ ફાર્મ (ranch) ખરીદ્યું. સમય જતાં આચાર્ય રજનીશની ઉપસ્થિતિમાં તે સ્થળ પર એક કૃષિ કમ્યૂન આકાર લેવા લાગ્યું. આ ‘રજનીશપુરમ્’માં રોજના આશરે 5,000 માણસોના ભરણપોષણની ક્ષમતા હતી. વળી રજનીશના શિષ્યોના ગ્રીષ્મકાલીન વાર્ષિક સંમેલન વખતે ભેગા થતાં આશરે 20,000 માણસોના ઉતારાની વ્યવસ્થા પણ ત્યાં કરી શકાતી હતી.

ઑરેગૉનમાં ઊભા કરવામાં આવેલા આ કમ્યૂનના નમૂના પર આચાર્ય રજનીશના શિષ્યોએ પોતપોતાના દેશમાં પણ આવાં કમ્યૂન ઊભાં કર્યાં હતાં.

વિવાદો

[ફેરફાર કરો]

ઓશો વિશ્વના સૌથી વિવાદાસ્પદ અધ્યાત્મ ગુરુ હતા. તેમનું જીવન દરેક પ્રકારના વિવાદોથી ઘેરાયેલ રહ્યું. તેમણે પોતાના આશ્રમમાં સંભોગ અંગેની થેરિપો આપી, તથા સાર્વજનિક મૈથુન અને ગર્ભપાત નો પ્રચાર કર્યો. તેમના સંભોગ અંગેના વિચારો અને તેમનું "સંભોગ થી સમાધિ" સુધીનું પુસ્તક ખૂબ વિવાદાસ્પદ રહ્યું.

તેમણે દરેક ધર્મ અને તેમના ઇશ્વરની તર્કપૂર્વક ટીકા કરીને તેમની હાંસી ઉડાવી. આના કારણે તેઓ દરેક ધર્મગુરુના વિરોધનો સામનો કરવો પડ્યો. ભારત સહિત અનેક દેશોએ ઓશો વિચારોના કારણે તેમના પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

તેમણે અમેરિકામાં ઈશુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મ પર એક ખૂબ જ વિવાદિત પ્રવચન આપ્યું હતું. અને ઈસાઈઓ ના ધર્મગુરુ પોપ ને શાસ્ત્રાર્થ માટે ખુલ્લો પડકાર આપ્યો હતો. આવા કારણોસર અમેરિકી સરકાર અને ઓશો વચ્ચે ના સંબંધો વધુ ખરાબ થયા. અમેરિકી સરકારે તેમના પર ૫ મિલિયન ડોલર નો દંડ લગાડી તેમને અમેરિકાથી નીકળી જવાનો આદેશ આપ્યો.

મે, 1984માં તેમની હત્યા કરવાનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો. ઑક્ટોબર 1984માં રજનીશજીએ મૌન તોડ્યું. જુલાઈ 1985માં તેમનાં પ્રાત:કાલીન પ્રવચનો ફરી શરૂ થયાં

ફરીથી ભારતમાં

[ફેરફાર કરો]

ભારત પાછા ફર્યા બાદ તેમણે થોડાક સમય માટે હિમાલયમાં આરામ કર્યો. ડિસેમ્બર 1985માં તેઓ નેપાળ ગયા, જ્યાં કાઠમંડુ ખાતે તેમણે પ્રવચનો આપવાની શરૂઆત કરી. ફેબ્રુઆરી 1986થી જાન્યુઆરી 1987 દરમિયાન તેમણે એકવીસ દેશોની મુલાકાત લીધી; પરંતુ તે દરેક દેશમાંથી ‘અવાંછનીય વ્યક્તિ’ તરીકે તેમને દેશવટો કરવો પડ્યો. જાન્યુઆરી 1987માં તેઓ પુણે ખાતેના આશ્રમમાં પાછા આવ્યા ત્યારે પણ તેમને ત્યાંથી જાકારો આપવાનો પ્રયાસ પોલીસે કરેલો; પરંતુ મુંબઈની વડી અદાલતની દરમિયાનગીરીને કારણે પોલીસને તેમાં સફળતા મળી નહોતી.

દેહાંત

[ફેરફાર કરો]

ભારત આવ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય સતત નબળું પડતું રહ્યું. તેમણે એપ્રિલ 1989 માં તેમણે પોતાનું છેલ્લું જાહેર પ્રવચન આપ્યું, ત્યારબાદ જાહેર જીવનથી મૌન ધારણ કર્યું. 58 વર્ષની ઉંમરે, રજનીશનું 19 જાન્યુઆરી 1990 ના રોજ ભારતના પુણે સ્થિત આશ્રમમાં અવસાન થયું .

તેમનું મૃત્યુ હૃદય ના હુમલાથી થયું હોવાનું મનાય છે, તો ઘણા મુજબ તેમને અમેરિકી સરકારે ધીમું ઝેર આપ્યું હતું.

તેમની રાખ પુણે સ્થિત આશ્રમમાં લાઓ ત્ઝુ હાઉસમાં તેમના નવા બનેલા બેડરૂમમાં મૂકવામાં આવી હતી.ત્યાંના શિલાલેખમાં લખ્યું છે, " ઓશો જે ક્યારેય નથી જન્મ્યા , નથી મૃત્યુ પામ્યા, તેમણે ફક્ત 11 ડિસેમ્બર, 1931 અને 19 જાન્યુઆરી, 1990 ની વચ્ચે આ ગ્રહ પૃથ્વીની મુલાકાત લીધી".

વિચારક અને વક્તા તરીકે રજનીશના ગુણો અંગે વ્યાપકપણે અલગ અલગ મૂલ્યાંકન છે. પ્રખ્યાત લેખક, ઇતિહાસકાર અને હિન્દુસ્તાન ટાઇમ્સના ભૂતપૂર્વ સંપાદક ખુશવંત સિંહે મુજબ " ઓશો ભારતે ઉત્પન્ન કરેલા સૌથી મૌલિક વિચારક: સૌથી વધુ વિદ્વાન, સૌથી સ્પષ્ટ મનના અને સૌથી નવીન" તરીકે વર્ણવ્યા છે. સિંહ માને છે કે રજનીશ એક "મુક્ત વિચારધારા ધરાવતા અજ્ઞેયવાદી" હતા જેમની પાસે સરળ ભાષામાં સૌથી અમૂર્ત ખ્યાલો સમજાવવાની ક્ષમતા હતી, રમુજી ટુચકાઓ સાથે દર્શાવવામાં આવી હતી, જેમણે દેવતાઓ, પયગંબરો , શાસ્ત્રો અને ધાર્મિક પ્રથાઓની મજાક ઉડાવી હતી અને ધર્મને સંપૂર્ણપણે નવું પરિમાણ આપ્યું હતું. જર્મન ફિલોસોફર પીટર સ્લોટરડિજકે , જે રજનીશના એક સમયના ભક્ત હતા (1978 થી 1980 સુધી પુણે આશ્રમમાં રહેતા હતા), તેમને " ધર્મોના વિટજેન્સ્ટાઇન " તરીકે વર્ણવ્યા હતા, તેમને 20મી સદીના મહાન વ્યક્તિઓમાંના એક તરીકે ક્રમ આપ્યો હતો; તેમના મતે, રજનીશે વિશ્વના ધર્મો દ્વારા રમાતી શબ્દ રમતોનું આમૂલ વિઘટન કર્યું હતું.

આચાર્ય રજનીશના નામ પર તેમનાં પ્રવચનોના આધારે આશરે 650 ગ્રંથો પ્રકાશિત થયા છે, જેનો ત્રીસ જેટલી દેશવિદેશની ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં અનૂદિત થયેલાં તેમનાં પુસ્તકોની સંખ્યા 50 જેટલી છે. તેમનાં પ્રવચનોની કૅસેટો પણ ઉપલબ્ધ છે. તેમનો ‘સંભોગથી સમાધિ સુધી’ (મૂળ અંગ્રેજીમાં : ‘From Sex to Meditation’) ગ્રંથ ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો. તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘સત્યની ખોજ’, ‘કૃષ્ણ : મારી દૃષ્ટિએ’, ‘ગાંધીવાદ : વૈજ્ઞાનિક દૃષ્ટિએ’, ‘ગીતાદર્શન’, ‘તાઓ ઉપનિષદ’, ‘મહાવીરદર્શન’, ‘અંતરયાત્રા’, ‘ભજ ગોવિંદમ્’નો સમાવેશ થાય છે.