કંસ

વિકિપીડિયામાંથી

મથુરાના રાજા અને મહરાજ ઉગ્રસેનનો પુત્ર કંસ ભગવાન કૃષ્ણની માતા દેવકીનો ભાઈ હોવાને નાતે કૃષ્ણનો મામો હતો. બહેન દેવકીનાં લગ્ન સમયે થયેલી આકાશવાણીને પગલે તેણે ક્રુરતા પૂર્વક દેવકીનાં સાત સંતાનોનો વધ કર્યો હતો. કૃષ્ણ દેવકીના આઠમાં સંતાન તરિકે પ્રગટ થયા ત્યારથી કૃષ્ણએ જ્યાં સુધી મથુરામાં તેનો વધ કર્યો ત્યાં સુધી, તેણે કૃષ્ણને નાનાવિધ રીતે પરેશાન કર્યા હતા.