કણજરી (તા. નડીઆદ)
Appearance
કણજરી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°42′00″N 72°52′00″E / 22.7°N 72.8667°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | નડીઆદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, |
કણજરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા નડીઆદ તાલુકામાં આવેલું એક ગામ છે જે અમદાવાદ-મુંબઈ રેલ્વે લાઈન પર આવેલું છે. કણજરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામની આજુબાજુમાં બેચરપુરા, રણછોડપુરા, આનંદપુરા જેવા પરાં આવેલા છે. આ ગામમાં આમૂલ દાણ ફેક્ટરી, રવિકિરણ સીરામિકસ, કેરાકેન કમ્પની તથા સિમેન્ટ આર્ટીકલ્સની ફેક્ટરીઓ આવેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |