કનુ દેસાઇ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કનુ દેસાઇ
જન્મની વિગત૧૨ માર્ચ ૧૯૦૭ Edit this on Wikidata
ભરૂચ Edit this on Wikidata
મૃત્યુની વિગત૯ ડિસેમ્બર ૧૯૮૦ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળગુજરાત વિદ્યાપીઠ Edit this on Wikidata
વ્યવસાયકળાકાર, ચિત્રકાર, કળા નિર્દેશક&Nbsp;edit this on wikidata
પુરસ્કારરણજિતરામ સુવર્ણચંદ્રક, ફિલ્મફેર પુરસ્કાર - શ્રેષ્ઠ કલા નિર્દેશન Edit this on Wikidata

કનુ દેસાઇ એ રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર હતા. તેમનો જન્મ ૧૨ માર્ચ ૧૯૦૭ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો.[૧]

શિક્ષણ[ફેરફાર કરો]

હાઇસ્કૂલના અભ્યાસ બાદ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. આ દરમિયાન કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી તેમણે ચિત્રકારીના પાઠ ભણવાના શરૂ કર્યા. ત્યારબાદ ચિત્રકારીના વધુ અભ્યાસ માટે તેઓ કલકત્તા શાંતિનિકેતન માં જોડાયાં. જ્યાં તેમણે ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝ પાસેથી ચિત્રકામના પાઠ ભણ્યાં.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

અભ્યાસ બાદ ત્રણ વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. વર્ષ ૧૯૨૯ માં પ્રથમ સંગ્રહ સત્તર છાયાચિત્રો પ્રગટ થયો. ૧૯૩૦ માં ગાંધીજીની આગેવાની હેઠળ થયેલી દાંડી કુચના પ્રસંગોને તેમણે પોતાની તુલિકાથી કેનવાસ પર ઉતાર્યાં. સરકારે આ ચિત્રો જપ્ત કરી લીધા, પરંતુ આ ચિત્રોનો સંપુટ લંડનમાં પ્રગટ થયો. બચુભાઇ રાવત ના કુમાર તથા દક્ષિણના કલ્કિ જેવાં પ્રસિદ્ધ સામયિકમાં તેમના ચિત્રો પ્રગટ થવા લાગ્યા.

૧૯૬૪ માં રોરિક મ્યઝિયમ (ન્યૂયોર્ક) માં તેમના ચિત્રો પ્રદર્શિત થયાં. ૧૯૬૯ માં ગાંધી જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં ૧૬ ડબાની બે આખી ટ્રેનો પર તેમને ગાંધી કથા ચીતરી. તેમણે ર. વ. દેસાઇ ની કથા ઉપર આધારિત ફિલ્મ પૂર્ણિમા ઉપરાંત ઝનક ઝનક પાયલ બાજે, રામ રાજ્ય, ભરત મિલાપ, બૈજુ બાવરા જેવી ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપેલું હતું.[૩]

લગભગ પાંચેક હજાર ચિત્રો, ત્રીસ ચિત્ર સંપુટો, પંચાવનથી વધુ ફિલ્મોનું કલાદર્શન, આ ઉપરાંત પણ લગ્ન પત્રિકાઓ, આમંત્રણ પત્રિકાઓ, દિવાળે અંકોના મુખપૃષ્ઠો, દિવાળી કાર્ડ, કેલેન્ડર – ચિત્રો દ્વારા સેંકડો કલાત્મક નમૂના તેમણે કલાની સાધનાના પરિપાકરુપે કલાજગતને આપ્યાં. ૯ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ તેમનું અવસાન થયું હતું.[૧]

પુરસ્કાર[ફેરફાર કરો]

૧૯૩૮માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.[૪] ૧૯૫૭માં ઝનક ઝનક પાયલ બાજે ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૫] ૧૯૬૫માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તરફથી તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ.). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. p. 263. Check date values in: |year= (મદદ)
  2. ગુજરાતી અસ્મિતાના જ્યોતિર્ધરો. ગાંધીનગર: માહિતિ કમિશ્નર, ગુજરાત રાજ્ય. November 2014. p. ૭૦.
  3. "મેઘ અને વૃષ્ટિ - કલાકૃતિ - શ્રી કનુ દેસાઈ". Magazine. ગુજરાત સમાચાર. Retrieved 5 એપ્રિલ 2014. Check date values in: |accessdate= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "Kanu Desai Biography". NuGa Arthouse. Retrieved June 13, 2014. Check date values in: |accessdate= (મદદ)
  5. "Best Art Director Award Filmfare". Awards&Shows. Retrieved June 13, 2013. Check date values in: |accessdate= (મદદ)