કમલેશ્વર મહાદેવ
Appearance
કમલેશ્વર મહાદેવ | |
---|---|
કમલેશ્વર મહાદેવ મંદિર, આંબલી ગામ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | અમદાવાદ જિલ્લો |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
સ્થાન | આંબલી |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°01′46″N 72°28′44″E / 23.029375°N 72.4789765°E |
સ્થાપત્ય | |
પૂર્ણ તારીખ | ૨૦૦૬ |
કમલેશ્વર મહાદેવનું મંદિર આંબલી (તા. દસ્ક્રોઇ) ગામનાં પાદરમાં આવેલ તળાવને કિનારે આવેલું છે.
આ શિવાલય ઇ.સ. ૨૦૦૬માં બનાવવામાં આવેલું હતું. શિવાલયની બાજુમાં હનુમાનજી, આઇશ્રી ખોડીયાર માતાજી અને રામદેવપીરના પણ ધાર્મિક સ્થળો આવેલ છે. મંદિરનાં આંગણામાં આયુર્વેદીક ઉદ્યાન પણ બનાવવામાં આવેલ છે. તેમજ, ત્યાં બેસીને તળાવ જોઈ શકાય એ રીતે પથ્થરનાં બાંકડાઓ પણ મુકવામાં આવેલ છે. તળાવને કિનારે ખુબ જુનુ વડનું વૃક્ષ પણ છે. તા ૨૯ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્ય સરકારે અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નિર્ણય કર્યો હતો એમાં આ તળાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.[૧]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |