લખાણ પર જાઓ

કમલ વોરા

વિકિપીડિયામાંથી
કમલ વોરા
જન્મ૧૯ મે ૧૯૫૦
રાજકોટ, ગુજરાત, ભારત
વ્યવસાયકવિ, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો

કમલ વોરા (જ. ૧૯ મે ૧૯૫૦) એ ભારતના મુંબઈ શહેરમાં રહેતા એક ગુજરાતી ભાષાના કવિ અને સંપાદક છે. તેઓ 'એતદ્' નામના એક ગુજરાતી સાહિત્યિક ત્રૈમાસિક સામાયિકના તંત્રી છે.[]

કમલ વોરાનો જન્મ ૧૯ મે ૧૯૫૦ના રોજ રાજકોટ, ગુજરાત ખાતે થયો હતો.[] ૨૦૧૦ થી નૌશીલ મેહતા સાથે મળી તેઓ 'એતદ્' નામનું એક ગુજરાતી સાહિત્યિક ત્રૈમાસિક સામાયિકનું સંપાદન કરે છે જેની સ્થાપના સુરેશ જોષી દ્વારા કરવામાં આવી હતી. તેઓ સાહિત્ય અકાદમીના ગુજરાતી સલાહકાર બોર્ડના સભ્ય હતા. [][]

૧૯૭૧ થી તેમની કવિતાઓ સામાયિકોમાં છપાવાની શરૂઆત થઈ. તેમનો પહેલો કાવ્ય સંગ્રહ 'આરવ' ૧૯૯૧ માં છપાયો હતો,[] ત્યાર બાદ 'અનેકએક' (૨૦૧૨) અને 'વૃદ્ધશતક' (૨૦૧૫) સંગ્રહો પ્રકાશિત થયા. તેમની કવિતાઓ હિંદી, મરાઠી બંગાળી, કન્નડ અને અંગ્રેજીમાં અનુવાદિત થઈ છે અને ઇન્ડિયન લીટરેચર જર્નલ, શિકાગો રીવ્યુ, એન્થોલોજી ઓફ એશિયન પોએટ્સ, મ્યુઝ ઈન્ડિયા ઇત્યાદિમાં પ્રસિદ્ધ થઈ છે.[] પ્રવીણ પંડ્યા સાથે મળિને તેમણે 'આધુનિક ભારતીય કવિતા' પુસ્તકનું સહસંપાદન કરેલ છે.

પુરસ્કારો

[ફેરફાર કરો]

તેમને તેમના પુસ્તક 'અનેકએક' (૨૦૧૨) માટે ૨૦૧૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. [] તેમના પુસ્તક 'આરવ'ને ઉમાશંકર જોષી પુરસ્કાર મળ્યો હતો.[] ૨૦૨૨માં તેમને ૨૦૨૦ના વર્ષનો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[] તેમને ૨૦૨૪ના વર્ષનો નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Balvant Parekh Centre Nodal Centres, Sapta Setu: A Report". balvantparekhcentre. મૂળ માંથી 22 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 December 2016.
  2. Dutt, K.C. (1999). Who's Who of Indian Writers: 1999 : Vol. 2 N-Z. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 1470. ISBN 978-81-260-0873-5.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Welcome to Muse India". Welcome to Muse India. મૂળ માંથી 2016-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-22.
  4. Tripathi, Salil (2018-02-16). "A new generation of poets from Gujarat is keeping a rich poetic legacy alive". LiveMint. મેળવેલ 2018-02-16.
  5. Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 134. ISBN 978-93-5108-247-7.
  6. "Sahitya Akademi winners announced, Jerry Pinto among 24 writers named". dna. 2016-12-21. મેળવેલ 2016-12-22.
  7. "Gujarati poet Kamal Vora gets Gangadhar Award". The New Indian Express. 28 January 2022. મેળવેલ 2 February 2022.
  8. "સન્માન: આ વર્ષનો નરસિંહ મહેતા એવોર્ડ કવિ કમલ વોરાને એનાયત થશે". દિવ્ય ભાસ્કર. 18 September 2024. મેળવેલ 26 September 2024.