કરચેલીયા

વિકિપીડિયામાંથી
કરચેલીયા એસટી પિક અપ સ્ટેન્ડ
કરચેલીયા
—  ગામ  —
કરચેલીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°01′15″N 73°08′12″E / 21.02092°N 73.136581°E / 21.02092; 73.136581
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો મહુવા, સુરત જિલ્લો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, તુવર દિવેલી
કેળાં, કેરી તેમજ શાકભાજી

કરચેલીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું અને મોટું ગામ છે. કરચેલીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આઇ ટી આઇ, બી. એડ. કોલેજ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.



આ ગામ બારડોલીથી અનાવલ જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલું હોવાને કારણે વાહન વ્યવહારની સગવડ સરળતાથી ઉપલબ્ધ બને છે. અહીંથી સૌથી નજીકનું રેલ્વે મથક બારડોલી તેમ જ સૌથી નજીકનું હવાઇ મથક સુરત ખાતે આવેલું છે.

આ ગામ આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામેલ છે, જેમાં જીવન જરુરીયાતની લગભગ તમામ ચીજવસ્તુઓ મળી જાય છે. આ ગામમાં બેંક, પેટ્રોલ-ડીઝલ વિતરણ પંપ તેમ જ સિનેમા ઘર પણ આવેલાં છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.