કલિંગનુ યુધ્ધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કલિંગનુ યુદ્ધ
Datec. 262 BCEમાં અંત, અશોકના સત્તા પર આવ્યા પછીના ૮ વર્ષે.[૧]
Locationકલિંગ, ભારત
Result મૌર્ય વંશે સંધિ કરી
Territorial
changes
કલિંગ પર મૌર્ય સામ્રાજ્યનો વિજય
Belligerents
મૌર્ય સામ્રાજ્ય કલિંગ
Commanders and leaders
અશોક મહા પદ્મનાભ
Strength
કુલ ૨,૦૦,૦૦૦

૧,૫૦,૦૦૦ પાયદળ,[૨]
૧૦,૦૦૦ ઘોડસવારો[૩]

૭૦૦ યુદ્ધ હાથીદળ[૨]
Casualties and losses
૫૦,૦૦૦+ ૧,૦૦,૦૦ (અશોક અનુસાર)[૪][૫]

કલિંગનુ યુદ્ધ (Sanskrit: कलिन्ग युध्धम्) મૌર્ય વંશના સમ્રાટ અશોક અને કલિંગ ગણરાજ્ય (હાલના ઓરિસ્સાની દરિયાઇ સીમા પર વસતુ ગણરાજ્ય) વચ્ચે ઇ.સ. પૂર્વે ૨૬૧ માં થયુ હતુ. આ ભારતીય ઉપખંડના ભીષણ યુદ્ધમાંનું એક ગણવામાં આવે છે. આ યુદ્ધમાં કલિંગ ગણરાજ્યના ૧,૦૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. અશોકના પોતાના ૧૦,૦૦૦થી વધારે સૈનિકો માર્યા ગયા હતા. યુદ્ધના અંતે અશોકની જીત થઈ હતી.

સ્થળ[ફેરફાર કરો]

કલિંગનુ યુદ્ધ દયા નદીના કિનારે, ધવલી (ધૌલી) પર્વત પાસે થયું હોવાનુ માનવામાં આવે છે. યુદ્ધ સમયે કલિંગ ગણરાજ્યનો નાયક અનંત પદ્મનાભન હતો.

યુદ્ધની અસરો[ફેરફાર કરો]

કલિંગનુ યુદ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો અને અહિંસા અને ધમ્મ-વિજયમાં (ધર્મ દ્વારા વિજય) પ્રવૃત થઈ ગયો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Le Huu Phuoc (2009). Buddhist Architecture. Grafikol. p. 30.
  2. ૨.૦ ૨.૧ Pliny the Elder (77 CE), Natural History VI, 22.1, quoting Megasthenes (3rd century BCE), Indika, Fragm. LVI.
  3. Roy, Kaushik. Military Manpower, Armies and Warfare in South Asia. Google Books. Routledge, 2015. Retrieved 17 August 2015.
  4. અશોક (r. 268–231 ઇ.સ. પૂર્વે), અશોકનો શિલાલેખ ૧૩.
  5. Radhakumud Mookerji (1988). Chandragupta Maurya and His Times. Motilal Banarsidass Publ. ISBN 81-208-0405-8.