લખાણ પર જાઓ

કલ્પના દિવાન

વિકિપીડિયામાંથી
કલ્પના દિવાન
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata

કલ્પના દિવાન ગુજરાતી નાટ્યમંચ અને ગુજરાતી અને કેટલીક હિન્દી ફિલ્મો તથા ટી.વી. ના ખુબ જ જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા.

તેમનું સાચું નામ તારા નાયક હતું. તેઓ આજીવન અપરણિત રહ્યા હતા. એમનું ૨૫ માર્ચ ૨૦૧૧ ના રોજ, ફેફસામાં ઇન્ફેક્શન થવાથી અને શ્વાસની તકલીફની બીમારીને કારણે, ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લી ઘડી સુધી ગુજરાતી નાટકોમાં સક્રિય રહ્યા હતા. એમણે પોતાની કારકિર્દીની શરૂઆત 'કોઈ કરમાતા ફૂલ' નામના નાટકથી કરી હતી. ૧૯૬૫-૬૬ માં 'કોઈનું મીંઢળ કોઈના હાથે' નામના નાટકમાં પોતાનાં અસલી નામ તારા નાયક ને બદલે કલ્પના દિવાન તરીકે રજુ થઇ ખુબજ પ્રસિદ્ધિ મેળવી હતી. તેઓએ નોંધપાત્ર ટી.વી. શ્રેણી 'એક મહલ હો સપનો કા' (અને ગુજરાતીમાં 'સપનાના વાવેતર')માં અગત્યની ભૂમિકા ભજવી હતી. એમના છેલ્લા ગુજરાતી નાટકોમાં, 'ઝમકુબા કાઠીયાવાડી' નો સમાવેશ થાય છે. તેઓએ અવસાનના એક મહિના અગાઉ જ 'મારી બાયડી ભારે વાયડી' નામના નાટકમાં છેલ્લો શો કર્યો હતો. તેઓ એમના વઢકણી સાસુ, નણંદ અને હાસ્યરસવાળા પાત્રોને સંપૂર્ણ ન્યાય આપી શકતા હતા અને જે તે પાત્ર ખુબજ સહજતાથી ભજવી શકતા હતા.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]