કાદંબરી

વિકિપીડિયામાંથી
કાદંબરી
લેખકભાલણ
દેશભારત
ભાષાજૂની ગુજરાતી
પ્રકાશન સ્થળઅણહિલપુર પાટણ, ગુજરાત

કાદંબરી જૂની ગુજરાતી ભાષામાં ભાલણે રચેલી કૃતિ છે અને તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.[૧] કૃતિ સંસ્કૃતમાં બાણભટ્ટે અને પુલિને રચેલી કાદંબરીનો ગુજરાતી પદ્યાત્મક સ્વરૂપે સારાનુવાદ છે.[૧]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

ઇસુની સાતમી શતાબ્દીના પહેલા ભાગમાં બાણભટ્ટ અને તેમના પુત્ર પુલિનભટ્ટે (જેઓ ભૂષણભટ્ટ તરીકે પણ ઓળખાય છે) તેમણે કાદંબરીની રચના કરી હતી.[૨] બાણભટ્ટે લખવાની શરૂઆત કરી હતી પરંતુ તેઓ તેને પૂર્ણ કરવા સુધી જીવી શક્યા ન હતા તેથી કૃતિનો ઉત્તરભાગ પુલિનભટ્ટે પૂરો કર્યો છે.[૨]

વિષય અને વિવેચન[ફેરફાર કરો]

ભાલણે આ કૃતિ વડે સંસ્કૃત કૃતિના ઉત્તર અને પૂર્વ ભાગનો કુલ ૪૦ કડવાંમાં સારાનુવાદ આપ્યો છે.[૧] ગુજરાતી સાહિત્યકોશમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે, ભાલણે આખ્યાનનું રૂપ નક્કી કર્યું છે પણ "એમનાં કડવાંઓ વલણ કે ઊથલા વગરનાં છે, જે આખ્યાન-બંધની પ્રાથમિક દશા સૂચવે છે."[૧] સાથે જ, "આવી સાહિત્યિક કૃતિને ગુજરાતીમાં ઉતારવામાં ભાલણની રસિકતા અને સંસ્કૃતજ્ઞતા પ્રગટ થાય છે."[૧] વિદ્વાનો માટે નહીં પરંતુ સંસ્કૃત ન જાણનાર સામાન્ય લોકો માટે આ કૃતિનો અનુવાદ કર્યો હોવાથી ભાલણે "મૂળ કૃતિના સમગ્ર અલંકારઠાઠને રજૂ કરવાનું નહીં પણ કથાસંબંધ વર્ણવવાનું લક્ષ્ય રાખ્યું છે."[૧]

દુર્ગાશંકર શાસ્ત્રીના મતાનુસાર "બાણની 'કાદંબરી'નો આત્મા ભાલણે પોતાના સમયની ગુજરાતી ભાષામાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે."[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ શ્ર. ત્રિ. (૧૯૮૯). કાન્હડદેપ્રબંધ. ગુજરાતી સાહિત્યકોશ (ખંડ ૧, પૃ:૫૩–૫૪). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ
  2. ૨.૦ ૨.૧ Layne, Gwendolyn (1991). Kadambari: A Classic Sanskrit story of Magical Transformations (Translation into English). New York and London: Garland Publishing.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]