કાફિર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કાફિર કે કાફર શબ્દ અરબી ભાષાના 'કુફ્ર' (ક-ફ-ર) શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ ઢાંકવું, ખોટું સમજવું. સંતાડવું, અકૃતધ્ની થવું તેવો થાય છે. અરબીમાં ખેડૂતને પણ કાફિર કહેવાય છે, કારણ કે તે બીજને જમીનમાં ઢાંકે છે. એ જ પ્રમાણે રાત, દરિયા, કાળા વાદળ, અને બખ્તર માટે પણ અરબી ભાષામાં કાફિર શબ્દ વપરાય છે.

કુરાનમાં વર્ણન[ફેરફાર કરો]

ખેડૂતના અર્થમાં કુર્આનમાં આ શબ્દ વપરાયો છે.[૧] એ જ પ્રમાણે મુસલમાનો માટે પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. [૨] અલ્લાહના ઉપકારો-એહસાનો - કૃપાઓ પર કૃતઘ્ની ન થનાર માટે પણ વાપરવામાં આવ્યો છે. [૩] પયગંબરના કથનો એટલે કે હદીસમાં પણ ઘણી જગાએ મુસલમાન માટે આ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે.

કાફિર શબ્દ અને હિન્દુ[ફેરફાર કરો]

કાફિર શબ્દ ભારતમાં હિન્દુઓ પ્રત્યે નફરત, ધૃણા, તિરસ્કાર કે અપમાન માટે અમુક લોકો દ્વારા વપરાતો હોવાથી વિવાદાસ્પદ છે.

ઈસ્લામ મુજબ પયગંબરના નબી બનવાના તેર વરસ પછી કુર્આનની એક આયતમાં પયગંબરને સંબોધીને કેહવામાં આવ્યું કે હે નબી ! તમે કહી દો કે હે કાફિરો... પરંતુ આ સંબોધન અલ્લાહનું તેના વિરોધીઓ માટે છે. ત્યાર પછીના સમયમાં ઇસ્લામી સત્તાની વર્તૂળમાં અર્ધી દુનિયા આવી ગઈ, એમણે ત્યાંના લોકોને તે જ નામથી સંબોધ્યા, જેનાથી તેઓ પોતાને ઓળખાવતા હતા. શામમાં ઈસાઈ, પેલેસ્ટાઈનમાં યહૂદી, ઈરાનમાં મજૂસી (અગ્નિપૂજક), ચીનમાં બુધ્ધ, ભારતમાં હિન્દુ, મિસરમાં કિબ્તી. વગેરે.. કોઈ કહી નથી શકતું કે મુસલમાનોએ પોતે પણ કાફિરો માટે આ શબ્દ પ્રયોજયો હોય. બલ્કે આ શબ્દના પ્રયોજનને જો કાફિરો પસંદ ન કરતા હોય તો એનાથી એમને સંબોધવું ગુનાનું કામ છે. [૪] ભારતમાં પણ સ્થાનિક મુસલમાનો, વિશેષ કરીને મોલવીઓ, મુફતીઓ તો હિન્દુ શબ્દ જ વાપરે છે. પરંતુ બન્ને તરફના અમુક રાજકરણીઓ અને કટ્ટર લોકો એમનો સ્વાર્થ સાધવા આ શબ્દને નફરત ફેલાવવા માટે વાપરે છે. સામાન્ય પણે કુર્આન - હદીસ અને ઇસ્લામી પરિભાષામાં આ શબ્દ કોઈ પણ ગેર મુસ્લિમ( વિધર્મી કે અધર્મી બન્ને માટે) વપરાય છે. કુર્આનમાં છ પ્રકારના માણસો માટે ઉપરોકત પારિભાષિક અર્થમાં કાફિર શબ્દ વાપરવામાં આવ્યો છે.

 1. મકકાના મુશિરકો-કાફિરો- મૂર્તિપૂજકો.
 2. ઈસાઈઓ-ખ્રિસ્તીઓ
 3. યહૂદીઓ.
 4. સાબી એટલે કે તારાઓ અને ગ્રહોને પૂજનારા.
 5. અગ્નિપૂજકો (પારસી)
 6. મુનાફિકો, જેઓ અંદરખાને ઇસ્લામને ન માનવા છતાં બાહય રીતે ઇસ્લામ પ્રગટ કરતા કે તેનો દાવો કરતા હતા.

ઇસ્લામી માન્યતા પ્રમાણે દરેક કાફિર અલ્લાહના આદેશોને નહીં માનવાને કારણે જહન્નમ-નર્કમાં જશે. પરંતુ દુનિયામાં તેમની જોડેના અસ્તિત્વને લગતી બાબતોમાં તેમને વિવિધ ગ્રુપમાં વહેંચી દરેક માટે અલાયદું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ઇસ્લામી દષ્ટિએ કાફિરના પ્રકારો[ફેરફાર કરો]

૧. ઝિમ્મી[ફેરફાર કરો]

ઇસ્લામી શાસન હેઠળ સરકારી પરવાનગીથી નાગરિક બની રહેનારનો આ વ્યાખ્યામાં સમાવેશ થાય છે. આવા લોકોથી એક મામૂલી ટેકસ 'જજિયા'ના નામથી લેવામાં આવે છે. એમના પ્રાણ-સંપત્તિ, ઇઝઝત-આબરૂ મુસલમાનોની જેમ જ રક્ષિત સમજવામાં આવશે. એમની હત્યાના બદલામાં હત્યારાને મુસલમાન હશે તો પણ મારી નાંખવામાં આવશે. તેવી ઈસ્લામીક કાયદામાં જોગવાઇ છે. [૫]

ર. મુસ્તામિન[ફેરફાર કરો]

પરદેશનો વતની જે સરકારી પરવાનગીથી ઇસ્લામી સીમાઓમાં વેપાર કે અન્ય કોઈ કાર્ય અથર્ે આવે. એનાથી જજિયો લેવામાં નહીં આવે. છતાં પ્રાણ-સંપત્તિ અને ઇઝઝત-આબરૂમાં તે મુસલમાન સમાન ગણાશે.

૩. હરબી કાફિર[ફેરફાર કરો]

સંધિ ન હોય એવા વિધર્મી-કાફિર શાસનનો નાગરિક. એના પ્રાણ-સંપત્તિના રક્ષણની જવાબદારી મુસલમાન પર નથી. પરંતુ એનો મતલબ એવો નથી કે એમના પ્રાણ હણવામાં આવે, માલ છીનવી લેવામાં આવે, ઉલ્ટું અત્યાચાર, દગાબાજી, છેતરપિંડી વગેરે આવા કાફિરો સાથે પણ માન્ય નથી. [૬] લડાઈની સ્થિતિમાં પણ સ્ત્રીઓ, બાળકો, બિમારો, વૃધ્ધો, અપંગો, પાગલો અને ધાર્મિક અલગારીઓને મારવાની મનાઈ છે.

૪. મુઆહિદ[ફેરફાર કરો]

કાફિર-વિધર્મી શાસનનો નાગરિક, જેના દેશ અને ઇસ્લામી શાસન વચ્ચે 'ના યુધ્ધ'ના કરાર હોય. એના સાથે સંધિ-કરાર મુજબનું વર્તન કરવા મુસલમાન બાધ્ય છે. હદીસમાં છે: જે માણસના કોઈ સાથે ન લડવાના કરાર હોય, તો લડાઈની તૈયારી રૂપે એક ગાંઠને પણ ખોલ-બંધ ન કરે. જયાં સુધી કે સમય ન વીતી જાય અથવા નિયમ પ્રમાણે સંધિ તોડવાની ઘોષણા ન કરવામાં આવે.[૭]

અમીર મુઆવિયહ પયગંબર સાહેબના વિશ્વાસુ હતા અને પયગંબર સાહેબ પછી ૫ાંચમા નંબરે તેઅો મુસલમાનોના હાકેમ બન્યા હતા. એમણે એક વાર યુધ્ધના ઇરાદાએ સંધિકાળ દરમ્યાન સૈન્યને રૂમીઓની સરહદે ગોઠવી દેવાનો ઇરાદો કર્યો. જેથી સમય વીતતા તુરંત આક્રમણ કરી દેવામાં આવે. આ ટાણે પયગંબર સાહેબના એક શિષ્ય અમ્ર બિન અબસાએ ઉપરની હદીસ વર્ણવી અમીર મુઆવિયહને આમ કરવાથી વાર્યા અને મુઆવિયાએ તુરંત સૈન્યને પાછા વળવાનો આદેશ આપ્યો.[૮]

વર્તમાનમાં બિન ધાર્મિક અને ભારત જેવા સેકયુલર -લોકશાહી દેશોમાં રહેતા લોકો પણ ઇસ્લામી દ્રષ્ટિએ આ જ પ્રમાણે એક બીજાને સમાન ગણાશે.[૯]

અમુક વિદ્વાનોનું તો કહેવું છે કે યુનાઈટેડ નેશન્સના ચાર્ટર પર સહી કર્યા બાદ આખું વિશ્વ હવે એક જ સંધિમાં જોડાય કરારબધ્ધ થઈ ચુંકયું છે. જયાં સુધી કોઈ પહેલ કરી એ સંધિને તોડે નહિ, તેના વિરૂધ્ધ કોઈ પગલું ઇસ્લામી દ્રષ્ટિએ પણ ઉચિત નહિ ગણાશે.[૧૦]

પ. મુરતદ[ફેરફાર કરો]

મુસલમાન થઈને ૫ાછો ફરી જનાર, મુસ્લિમશાસનમાં રહી જ આવી અકૃતધ્નતા અને દ્રોહકૃત્ય આચનારને પણ તુરંત સજા ન આપવામાં આવશે. બલ્કે તે પુર્વે એને સમજાવી ફરી ઇસ્લામમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, એની શંકાઓ હોય તો દૂર કરવામાં આવે, છતાં ન માને તો કેદ કરી ત્રણ દિવસની મહેતલ આપવામાં આવશે, અંતે એને દેહાતદંડ આપવામાં આવશે.

૬. ઝિન્દીક[ફેરફાર કરો]

જે હઝ. મુહમ્મદ પયગંબર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહના નબી માને, પરંતુ અન્ય માન્યતાઓમાં ઇસ્લામનું અનુસરણ ન કરે.

કાફિરો સાથે સામાજિક વ્યવહાર[ફેરફાર કરો]

કાફિરો સાથે સામાજિક સંબંધો સંદર્ભે ઇસ્લામના આદેશો ઉદારતા ભર્યા છે. જેમ કે: * એમના માબૂદોને ભાંડવાની મનાઈ છે.(કુર્આન, અન્આમ:૧૦૮) * એમના પર ઝુલમ ગુજારી એની બદ્દુઆ-નિસાસાથી બચવાની તાકીદ છે.(હદીસ, મુસ્નદે અહમદ:૩/૧૧પ૩) * કાફિરમાં ખામી એના અંતરમાં છે, શરીરને એના સાથે કોઈ લેવા દેવા નથી. માટે એનાથી હાથ ન મેળવવા વગેરે બાબતો અતિશયોકતિ છે. જેનો કોઈ આધાર નથી. (તફસીરે મઝહરી) * સામાજિક સ્તરે તેમની જોડે ઉદારતા અને સદવર્તન દાખવવામાં આવે.(ઇનાયહ-ફત્હુલકદીર, બિદાયતુલ મુજતહિદ) * એમની સુશ્રુષા,ખાણા-પીણાની દાવત આપવી-સ્વીકારવી, ભેટ-સોગાદ લેવી-દેવી વગેરે પણ દુરૂસ્ત છે. * એવા નામો કે ગુણોથી સંબોધવામાં ન આવે, જે એને પસંદ ન હોય. * મુસલમાનના માતા પિતા કાફિર હોય છતાં પણ તેમના ભરણપોષણનો ખર્ચ મુસલમાનના સિરે રહેશે. * ઇસાઈ પાડોશી જયારે એક સમય બહાર રહયા બાદ પરત ફરે ત્યારે તેની જોડે મુસાફહો-હસ્તધૂનન કરવું ખોટું નથી. વગેરે (આલમગીરી: પ/૩૪૬-૩૪૮) [૧૧]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. સુરહ હદીદ: ર૦
 2. સુરહ બકરહ:રપ૬, આલે ઇમરાન:૧૦૧ વગેરે
 3. ઇબરાહીમ:ર૮, ઇબરાહીમ: ૭, લુકમાન: ૧ર વગેરે
 4. આલમગીરી: પ/૩૪૮
 5. બહરુર્રાઇક
 6. બહરુર્રાઇક
 7. કન્ઝુલ ઉમ્માલ,ર/ર૭૦
 8. જવાહિરૂલ ફિકહ:પ/ ૮૦
 9. ખાલિદ સયફુલ્લાહ, બહસો નજર ત્રિમાસિક : ઓકટો.- ડીસે: ર૦૦૦
 10. અ. રબ કરીમી, અસ્સ્લામ ત્રિમાસિક-દીલ્લી,૭/૧-ર
 11. ઉર્દૂ ઇન્સાઈકલો પેડિયા ઓફ ઇસ્લામ, ૧૭/૩૩-૩૬,મુફતી તકી ઉસ્માની સાહેબ