લખાણ પર જાઓ

કામધેનુ યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
કામધેનુ યુનિવર્સિટી
પ્રકારજાહેર
સ્થાપના૨૦૦૯
સ્થાનગાંધીનગર, ગુજરાત, ભારત
જોડાણોUniversity Grants Commission, India (UGC)
વેબસાઇટwww.ku-guj.org

કામધેનુ યુનિવર્સિટી એક રાજ્યકક્ષાની યુનિવર્સિટી છે, જે ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે સ્થિત છે. આ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૦૯માં ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટી ધારો, ૨૦૦૯ અંતર્ગત કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી પશુરોગ અને પશુ વિજ્ઞાન વિષયક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સક યુનિવર્સિટી માટે પ્રથમ દરખાસ્ત, ડેરીઉદ્યોગ તેમ જ દૂધ-ઉત્પાદનને અનુલક્ષીને તે સમયમાં ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે સેવા બજાવતા ડો. વર્ગીસ કુરિયન દ્વારા વર્ષ ૧૯૮૪માં કરવામાં આવી હતી, પરંતુ આ દરખાસ્ત અવગણવામાં આવી હતી. પછીથી તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. એક બીજી દરખાસ્ત ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૬-૯૭માં જાહેરાતના માધ્યમથી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં ન લેવામાં આવ્યાં હતાં. આ યુનિવર્સિટી છેલ્લે કામધેનુ યુનિવર્સિટી ધારો, ૨૦૦૯ના આધાર સાથે નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગુજરાત દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "About Kamdhenu University". Kamdhenu University. મૂળ માંથી 2017-06-23 પર સંગ્રહિત. મેળવેલ ૬ જુલાઈ ૨૦૧૭. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]