કારડીયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કારડીયા એક ભારતીય ક્ષત્રિય રાજપૂત જ્ઞાતિ છે. તેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારમાં વસે છે. [૧]

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

તેઓએ કર ચૂકવણી કરી હોવાથી કર + દિયા નો અર્થ કર દિયા પરથી કારડીયા નામ પડ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩૬ રાજપૂત કુળો છે, જેમાંથી ડોડીયા,વૈંશ ( વાઇસ , બૈશ),ગોહિલ, દાહિમા, મોરી, ભટ્ટી, તનવર, જાદવ, કામળિયા, સિંઘવ, નિકુંભ, બારડ, પરિહાર, વગેરે કારડીયા રાજપૂત જ્ઞાતિની શાખાઓ કે પેટાજ્ઞાતિઓ છે. અપરજી ડોડીયા કારડીયા રાજપૂત હતા અને તેઓ જૂનાગઢના રા' માંડલિકના મુખ્ય સરદાર હતા. મોરી રાજપૂતોનો બાપા રાવળ સાથે સંબંધ હતો, કારણ કે તેઓ બાપા રાવળના મામાના કુટુંબમાં થતા હતા. મોરી રાજપૂતો સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ભટ્ટી રાજપૂતો અને જાદવ રાજપૂતો ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.મહાવીર રામદેવજી મહારાજ તનવર હતા. અનંગ પાલ તનવર દિલ્હીના રાજા હતા. તનવર રાજપૂતો સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે સ્થળોએ જોવા મળે છે. સિંઘવ રાજપૂતો રાજા પુષ્પદેવ સિંઘવના વંશજો છે. નકુમ અને નિકુંભ સમાનાર્થી પ્રયોગો છે, તેઓ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળે છે. દહિમા શાખા સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં જોવા મળે છે. પરિહાર રાજપૂતો અગ્નિવંશી રાજપૂતો છે અને પીંગળગઢ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ રામ અને લક્ષ્મણના વંશજો ગણાય છે.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. M. L. Mathur. Encyclopaedia of Backward Castes. . Retrieved ૪ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)