કાલદુર્ગ કિલ્લો
કાલદુર્ગ કિલ્લો | |
---|---|
પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર | |
અક્ષાંશ-રેખાંશ | 19°41′28.7″N 72°49′01.2″E / 19.691306°N 72.817000°E |
પ્રકાર | કિલ્લો |
સ્થળ વિષે માહિતી | |
આધિપત્ય | ભારત સરકાર |
જાહેર જનતા માટે ખુલ્લું | હા |
કાલદુર્ગ કિલ્લો ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પાલઘર જિલ્લાના પાલઘર તાલુકામાં આવેલ સહ્યાદ્રી પર્વતમાળાના ઉત્તર કોંકણ વિસ્તારમાં આવેલો છે. તે સમુદ્રની સપાટીથી ૪૭૫ મીટરની ઊંચાઇ પર એક વ્યૂહાત્મક સ્થાન પર આવેલો છે. તેના પરથી પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને પાલઘર શહેર જોઇ શકાય છે. ત્યાંથી સુર્યા નદી પણ પૂર્વ દિશામાં જોઇ શકાય છે.
આ કિલ્લો લંબચોરસ આકારનો હોવાને કારણે સરળતાથી દૂરથી જોઈ શકાય છે. અહીં કિલ્લા સિવાય અન્ય કોઈ વિશિષ્ટ ઐતિહાસિક ચિહ્નો જોવા મળતા નથી. ટેકરી પર તેમ જ કિલ્લા પર જંગલ ફેલાયેલું છે તેમ જ ગરીબ આદિવાસીઓની કેટલીક વસ્તી પણ રહેતી જોવા મળે છે. કિલ્લો લંબચોરસ ખડકને કારણે ઉપલા ભાગ અને નીચલા ભાગ એમ બે ભાગમાં વહેંચાય જાય છે[૧].
માર્ગદર્શન[ફેરફાર કરો]
આ કિલ્લા પર પહોંચવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન પાલઘર ખાતે છે. સડકમાર્ગ દ્વારા કિલ્લાની તળેટીમાંથી મનોર (રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮) થી પાલઘર જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થતો હોવાથી સરળતાથી પહોંચી શકાય છે. કિલ્લાની તળેટીમાં આવેલ વાઘોબા મંદિર ખાતેથી કેડી માર્ગ દ્વારા ઉપર સુધી પહોંચી શકાય છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Culture & Heritage". palghar.gov.in. Retrieved 2018-06-04. Check date values in:
|accessdate=
(મદદ)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |