કિથાબ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કિથાબ
Directed byરફીક મંગલાસ્સેરી
Produced byરફીક મંગલાસ્સેરી
Written byરફીક મંગલાસ્સેરી
Release date
નવેમ્બર ૨૦૧૮
Countryભારત
Languageમલયાલમ

કિથાબ, કે કિતાબ, મલયાલમ ભાષાનું નાટક છે. આઝાન એટલે કે ઈબાદતની શરૂઆત કરવી, ઈસ્લામ ધર્મમાં આ ધાર્મિક પઠન સામાન્ચ રીતે પુરુષ, મુએઝ્ઝીન (ઈબાદતનો દોર હાથમાં લેનાર) અથવા મુકરી કરતા હોય છે. પરંતુ આ નાટકની નાયિકા એક યુવાન છોકરી, જેનું સપનું હોય છેકે તે એ સ્થાન લે અને આ જ વાર્તાનું રમુજી ચિત્રણ કરતું નાટક છે કિથાબ. નાયિકા તેના સમાજની સ્ત્રીઓના દમન પર સવાલ ઉઠાવે છે અને સમાજના નિયમો વિરુદ્ધ પોતાના મિત્રો સાથે ડાન્સ કરીને બળવો કરે છે, જે ખાવાની મનાઈ છે તે ચોરી કરીને ખાય છે અને બાંગ કરવાની તકની માંગ કરે છે.[૧][૨]

આ નાટક લેખક-દિગ્દર્શક રફીક મંગલાસ્સેરી દ્રારા લખવામાં આવ્યું છે. ભારતના કેરળ રાજ્યમાં નવેમ્બર ૨૦૧૮માં આ નાટક પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, તે સમયે જ્યારે મહિલાઓના હકોની ચળવળ આકાર લઈ રહી હતી, એક બાજુ સ્ત્રીઓ શબરીમાલા મંદિરમાં પૂજા કરવાનો હક માંગી રહી હતી, જ્યારે મુસ્લિમ મહિલાઓના હકોમાં, ધાર્મિક પ્રવૃતિઓમાં ભાગ લેવાની, ધાર્મિક સ્થાનોમાં જાતીય સમાનતા, ઉપરાંત મહિલાઓને ઈમામ તરીકે નિમણૂંક, અને મસ્જિદમાં ઈબાદતનો દોર હાથમાં લેવાની તેમજ તેમાં ભાગ લેવાની વાતનો સમાવેશ થાય છે.[૩]

પ્રેરણા[ફેરફાર કરો]

રફીક મંગલાસ્સેરી કહે છે કે , ‘તેમનું નાટક ‘કિથાબ’ એ પ્રત્યક્ષ રીતે ‘વાંગુ’ની કહાની પર આધારિત નથી પરંતુ, ઉન્ની આર.ની કહાની ‘વાંગુ’નું સ્વતંત્ર રૂપાંતરણ છે. તેમ છતાં, ઉન્ની આર.નું કહેવું છે કે, ‘મંગલાસ્સેરીનું નાટક તેમના વિચારોથી થોડું વેગળું છે અને નાટકમાં આધ્યાત્મિક ભાવનોઅભાવ છે.’ મલયાલમ દિગ્દર્શક વી. કે. પ્રકાશ પણ ઉન્ની આર.ની કહાની ‘વાંગુ’ને રૂપેરી પડદા પર જીવંત કરવાનો વિચાર કરી રહ્યા છે.[૪]

પ્લોટ[ફેરફાર કરો]

એક મુસ્લિમ યુવતીને તેના પિતાની જેમ મુએઝ્ઝીન બનવાનું સપનું છે અને તેને આઝાન કરવી છે. તે તેની મમ્મીએ પુરુષોને પીરસવા માટે બનાવેલી ફ્રાઈડ ફિશ (માછલીમાંથી બનાવવામાં આવતી એક વાનગી) ચોરી અને કહે છે કે, નૈતિક રીતે એ ખોટું નથી કારણ કે અલ્લાહ(રચયિતા-ખુદા) એ વાતને સારી રીતે સમજે છે કે છોકરીઓને પૂરતો ખોરાક નથી મળતો. તેના પિતા તેની નિંદા કરતા કહે છે કે, ‘પુરુષોને જે પણ મળે છે તેનું બધું જ અડધું છોકરીઓને મળવું જોઈએ. તેના પ્રત્યુત્તરમાં છોકરી ટીખળ કરીને પૂછે છે કે, ‘તો પછી મહિલાઓએ પુરુષો કરતાં અડધા વસ્ત્રો જપહેરવા જોઈએ.’[૫]

આ બધા સંઘર્ષની વચ્ચે, તે પોતાની આઝાન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેના પિતા તેના દરેક સવાલોના જવાબ મોટા પુસ્તક (કિથાબ)ના સંદર્ભમાં આપે છે અને તેને આ બધાથી દૂર કરીને બંધ કરી દે છે જેથી તે નાટક (નાટકની અંદર નાટક)માં ભાગ ન લઈ શકે. તેના પિતા એમ પણ કહેછે કે, ‘જો તે આ બધી વસ્તુઓ કરવાની શરૂ રાખશે તો જન્નતમાં ક્યારેય નહીં જાય.’ યુવતી કહે છે કે, ‘જો મારી ગીત ગાવાથી અને નૃત્ય કરવાથી મને જન્નતમાં પ્રવેશ નહીં મળે તો એવા જન્નતમાં મારે નથી જવું.’ તેના પિતા તેને મારી નાખવા તૈયાર થઈ જાય છે જ્યારે તે તેમની મરજી વિરુદ્ધશાળાના નાટકમાં ભાગ લે છે. યુવતીની માતા તેના પિતાને યાદ કરાવે છે કે તે માત્ર મુએઝ્ઝીન જ નથી પરંતુ એક પિતા પણ છે, ત્યારે તેના પિતા યુવતીને આઝાન કરવાની પરવાનગી આપે છે અને નાયિકા આઝાન કરે છે અને બાકીના લોકો ઈબાદત કરે છે આવી રીતે નાટકનો અંત આવેછે.[૬]

વિવાદ[ફેરફાર કરો]

ગ્રામીણ કોઝીકોડેની મેમુન્ડા ઉચ્ચત્તર માધ્યમિક શાળાએ આ નાટક આંતરશાળા સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વડાકારમાં ભજવ્યું અને શ્રેષ્ઠ નાટક તેમજ શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો. તે સિવાય આ નાટક કેરળ રાજ્ય કક્ષાએ આંતરશાળા સ્પર્ધમાં પણ ભાગ લેવાનું હતું. આ નાટક મુસ્લિમ પરિવારમાં સ્ત્રીઓ સાથે થઈ રહેલા જુદા જુદા મુદ્દાઓ પર સામાજિક ભેદભાવનું નિરૂપણ કરે છે. ઘણાં મુદ્દાઓ જેવા કે છોકરીઓને આપવામાં આવતા ભોજનમાં થઈ રહેલો ભેદભાવ, નબળું શિક્ષણ, અને બહુપત્નીત્વતા પ્રથા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.[૭]

નાટક ઈસ્લામના સંદર્ભમાં જાતીય ન્યાય વિષય પર ધ્યાન દોરે છે તેથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ધાર્મિક-રાજકીય રૂઢિચુુસ્તતા અને રૂઢિચુસ્તોએ વિશ્વાસના મુદ્દાને લઈને મેમુન્ડા ઉચ્ચત્તર માધ્યમિક શાળાની સહભાગિતાને સફળતાપૂર્વક અટકાવી દીધુ હતું. આ નાટકે ‘જાતીય સમાનતા’ અને ‘ધાર્મિક અસહિષ્ણુતા’ની ચર્ચાને વાચા આપી હતી. જો કે આ નાટક પછીથી અલગથી ભજવવામાં આવ્યું હતું.

ત્યાર પછીથી આ નાટકના જ્વાબમાં ‘કિથાબિલ કૂરા’ પણ મલયાલમ રંગમંચ પર ભજવવામાં આવ્યું જેમાં મહિલાનું પાત્ર ધાર્મિક સ્વતંત્રતા ઈચ્છે છે. મલયાલમ રંગમંચના આંદોલનકાર, અબ્બાસ કાલાથોડે, કિથાબના જવાબમાં ભજવાયેલા આ નાટક માટે પણ ઉત્સાહિત નહીં એવા, એમંગલાસ્સેરીના કિથાબની ટીકા કરે છે કે,  ‘કારણ કે તેમના નાટકમાં હાલના સમયમાં મુસ્લિમ સમાજ થયેલા બદલાવને ધ્યાનમાં નથી લેવાયા. મુકરીને સમાજના વિલન દર્શાવવો એ અસ્પષ્ટતા છે કારણ કે સમાજમાં અન્ય વિલનો પણ ઉભા થઈ આવ્યા છે.’ મંગલાસ્સેરી તેમની સાથે અસહમતા દર્શાવતા કહે છે કે, ‘એવું કહેવું જરાય યોગ્ય નથી કે મુસ્લિમ સમાજમાં સામાજિક જીવનમાં બદલાવની પ્રગતિની નોંધપાત્ર નોંધણી થઈ છે. અન્ય સમાજમા અમુક મુસ્લિમોમાં બદલાવ હોઈ શકે છે. પરંતુ પ્રતિક્રિયાત્મક બળોએ પણ તેમના પર પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું છે.નગણ્ય લધુમતી સમુદાયમાં પરદા મુસ્લિમ સ્ત્રીઓની ઓળખ બની ગઈ છે. મને ખબર છે કે મુકરી એ મસ્જિદનો માત્ર કર્મચારી છે પરંતુ એ એક ધર્મને રજૂ કરે છે, જેમની પ્રમુખ જેવી પકડ મુસ્લિમો વચ્ચે મજબૂત હોય છે. આ નાટકનો અંત સમાજમાં નવા વિચારોને ખોલીને થાય છે. આનાટકની પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ પરિવાર છે અને આ તેમની કહાની છે. આ નાટકમાં કોઈ ખાસ ધર્મને ધ્યાનમાં રાખીને તેમનું અપમાન કરવાનો કોઈ જ પ્રયત્ન નથી.’[૮]

‘સ્ટેટ ફેસ્ટિવલ’માંથી ‘કિથાબ’ નાટકને બાકાત કરવાના વિરોધમાં, કે સત્ચિતઆનંદન અને એસ. હરિશ જેવા લેખક અને આંદોલનકારોએ પોતાના વિરોધ વ્યક્ત કર્યો હતો. એક સંયુક્ત નિવેદનમાં ‘સુધારણાત્મક પુનરુર્જીવનના મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા’ પર તેમણે ધાર્મિક સંસ્થાઓની દખલગીરીની આકરી ટીકા કરી હતી. સિનેમેટોગ્રાફર પ્રથાપ જોસેફે આ નાટકને પાછું ખેંચી લેવાના સંદર્ભમાં ‘મૂલ્યોના પુનરુજીવ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા’ પર ખતરો કરીને સોશિયલ મિડિયા અભિયાન શરૂ કર્યું હતું.[૯]

નાટ્ય લેખક એ. સંથા કુમારે ફેસબુકના માધ્યમ દ્વારા લખ્યું હતું કે , ‘શાળાએ નાટક પાછું ખેંચીને પોતાના હાથ ધોઈ નાખ્યા અને ધાર્મિક ગુરુઓના નિર્દેશો હેઠળ શરણાગતિ સાધી લીધી. તેમણે એવી પણ ફરિયાદ કરી કે તેમણે લેખક રફીક મંગલાસ્સેરીને એકલા મૂકી દીધા.’ કુમાર એમ પણ કહેછે કે, ‘મંગલાસ્સેરીને એકલા મૂકી દેવાની બાબત પર જે લોકો મૂલ્યોના પુનરરુજીવન પર ઘણું બધું બોલે છે એ લોકો પણ લધુમતી કટ્ટરવાદીના હાથ તળે ચૂપ હતા.’[૧૦]

રફીક મંગલાસ્સેરી[ફેરફાર કરો]

રફીક મંગલાસ્સેરી છેત્તીપ્પાડી (મલ્લપુરમ કેરળ)ના મલયાલમ ભાષાના લેખક અને દિગ્દર્શક છે. તેમનું નાટક ‘અન્નપેરુના’ એક બાજુ ખોરાકના વેડફાટ અને બીજી બાજૂ લોકોની ભૂખને દર્શાવે છે. તેમણે ‘કોટ્ટેમ કરીમ’નું પણ દિગ્દર્શન કર્યું છે.[૧૧]

તેમને વર્ષ ૨૦૧૩માં ‘જીન્નુ ક્રિષ્નન’ માટે  ‘કેરળ સાહિત્ય એકેડેમી એવોર્ડ ફોર ડ્રામા’ દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા અને ‘કેરળ સંગીથા નાટક એકેડેમી એવોર્ડ’ દ્વારા ‘ઈરાટ્ટા જીવિખંગલિલુડે’ (થ્રુ ધ ટ્વીન લાઈવ્સ) માટે સર્વશ્રેષ્ઠ સ્ક્રીપ્ટનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.[૧૨] [૧૩]તે ઓ બાળકોના રંગમંચ માટે મહત્ત્વની હસ્તી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "In Kerala's Kozhikode, a play about a girl who dreams about giving azaan call has Muslim conservatives up in arms". Firstpost. Retrieved 2019-03-18. Check date values in: |accessdate= (મદદ)
 2. "Kozhikode School Withdraws Play Calling out Gender Disparity After Muslim Groups Protest". The Wire. Retrieved 2019-03-18. Check date values in: |accessdate= (મદદ)
 3. "In Kerala's Kozhikode, a play about a girl who dreams about giving azaan call has Muslim conservatives up in arms". Firstpost. Retrieved 2019-03-18. Check date values in: |accessdate= (મદદ)
 4. "വാങ്ക് വിളിക്കാൻ ആഗ്രഹിച്ച റസിയയുടെ കഥ സിനിമയാകുന്നു: ഉണ്ണി ആറിന്റെ കഥയ്ക്ക് ദൃശ്യഭാഷ്യമൊരുക്കാന്‍ രണ്ടു പെണ്‍കുട്ടികള്‍". Indian Express Malayalam (મલયાલમ માં). 2018-09-20. Retrieved 2019-03-18. Check date values in: |accessdate=, |date= (મદદ)
 5. "Following protests by Muslim groups, Kozhikode school withdraws students play". The News Minute. 2018-12-02. Retrieved 2019-03-18. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "Following protests by Muslim groups, Kozhikode school withdraws students play". The News Minute. 2018-12-02. Retrieved 2019-03-18. Check date values in: |accessdate=, |date= (મદદ)
 7. "ക്ലബുകളും വായനശാലകളും സാംസ്കാരിക സംഘടനകളും ഏറ്റടുത്തു; ബാലസംഘവും ഡിവൈഎഫ്ഐയും നാടകം പ്..." www.marunadanmalayali.com. Retrieved 2019-03-18. Check date values in: |accessdate= (મદદ)
 8. "Kozhikode: SDPI, MSF up in arms against Kithab". Deccan Chronicle (અંગ્રેજી માં). 2018-11-25. Retrieved 2019-03-18. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. "Kozhikode: SDPI, MSF up in arms against Kithab". Deccan Chronicle (અંગ્રેજી માં). 2018-11-25. Retrieved 2019-03-18. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. Reporter, Staff (2018-12-05). "Campaign for Kithaab takes off". The Hindu (અંગ્રેજી માં). ISSN 0971-751X. Retrieved 2019-03-18. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Check date values in: |access-date=, |date= (મદદ)
 11. "Kozhikode: SDPI, MSF up in arms against Kithab". Deccan Chronicle (અંગ્રેજી માં). 2018-11-25. Retrieved 2019-03-18. Check date values in: |accessdate=, |date= (મદદ)
 12. http://www.keralasahityaakademi.org/pdf/Akademi%20Award%20-%202013_final.pdf
 13. "Sahitya Akademi award for Meera's 'Aarachar' - Times of India". The Times of India. Retrieved 2019-03-18. Check date values in: |accessdate= (મદદ)