કી ગોમ્પા (બૌદ્ધ મઠ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કી ગોમ્પા (બૌદ્ધ મઠ)
Ki-Gompa Spiti.jpg
કી ગોમ્પા
કી ગોમ્પા (બૌદ્ધ મઠ) is located in Himachal Pradesh
કી ગોમ્પા (બૌદ્ધ મઠ)
હિમાચલ પ્રદેશના નક્શામાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાન કાજા થી ૧૨ કિલોમીટર અંતરે
ભૌગોલિક સ્થાન 32°17′51.84″N 78°00′43.17″E / 32.2977333°N 78.0119917°E / 32.2977333; 78.0119917Coordinates: 32°17′51.84″N 78°00′43.17″E / 32.2977333°N 78.0119917°E / 32.2977333; 78.0119917
જોડાણ બૌદ્ધ
દેવી-દેવતા બુદ્ધ
તહેવાર ચામ ઉત્સવ
જિલ્લો લાહૌલ અને સ્પિતી
રાજ્ય હિમાચલ પ્રદેશ
દેશ ભારત
સ્થાપત્ય માહિતી
સ્થાપત્ય પ્રકાર બૌદ્ધ મઠ
સ્થાપત્ય શૈલી તિબેટિયન શૈલી
પૂર્ણ ૧૩મી સદી

કી ગોમ્પા (બૌદ્ધ મઠ) (અંગ્રેજી: KYE) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પિતી જિલ્લાના કાજાથી આશરે ૧૨ કિલોમીટર અંતરે આવેલ છે.[૧] આ મઠની સ્થાપના ૧૩મી સદી થઈ હતી. આ સ્પિતી વિસ્તારનો સૌથી મોટો મઠ છે. આ મઠ દૂરથી લેહ સ્થિત થિક્સે મઠ જેવો લાગે છે. આ મઠ દરિયાઈ સપાટીથી ૧૩,૫૦૪ ફીટ જેટલી ઉંચાઈ પર એક શંકુ આકારના વિશાળ ખડક પર બાંધવામાં આવેલ છે. સ્થાનિક લોકો માને છે કે આનું નિર્માણ રિંગછેન સંગપો દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મઠ મહાયાન બૌદ્ધના જેલૂપા સંપ્રદાય સાથે સંબંધિત છે. આ મઠ ખાતે ૧૯મી સદીમાં શીખ અને ડોગરા શાસકોએ આક્રમણ પણ કર્યું હતું. આ ઉપરાંત તે ઇ.સ. ૧૯૭૫ ના વર્ષમાં આવેલ ધરતીકંપ પછી પણ સલામત રહ્યો છે. આ મઠ ખાતે કેટલોક પ્રાચીન હસ્તપ્રતો અને થંગકાસનો સંગ્રહ છે. આ ઉપરાંત અહીં કેટલાક શસ્ત્રો પણ રાખવામાં આવેલ છે. અહીં દર વર્ષે જૂન-જુલાઈ મહિનામાં 'ચામ ઉત્સવ' ઉજવવામાં આવે છે.

ઈ. સ. ૨૦૦૦ના 'કાલચક્ર અભિષેક'નું આયોજન આ મઠ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયં દલાઈ લામા દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]