કુંભરલી ઘાટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કુંભરલી ઘાટ
Kumbharli-Ghat.jpg
કુંભરલી ઘાટ
ઊંચાઇ૬૨૫ મી (૨,૦૫૧ ફીટ)
આરોહણકરાડ-ચિપલુણ રાજ્ય ધોરી માર્ગ
સ્થાનસાતારા-રત્નાગિરી જિલ્લા, મહારાષ્ટ્ર, ભારત
પર્વતમાળાપશ્ચિમ ઘાટ
અક્ષાંશ-રેખાંશ17°26′N 73°39′E / 17.43°N 73.65°E / 17.43; 73.65

કુંભરલી ઘાટ (અંગ્રેજી: (Kumbharli Ghat) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક પર્વતીય ઘાટ-રસ્તો છે, જે કોંકણ પ્રદેશના દરિયાકાંઠાના રત્નાગિરી જિલ્લાને પશ્ચિમ ઘાટની પૂર્વ તરફ આવેલા સાતારા જિલ્લા સાથે જોડે છે. આ ઘાટ માર્ગ સમગ્ર પશ્ચિમ ઘાટને પસાર કરે છે. આ માર્ગ કેટલાક કોંકણ પ્રદેશને ઘાટમાથા સાથે સાંકળતા મહારાષ્ટ્ર રાજ્યના રસ્તાઓ પૈકીનો એક છે. આ રાજ્ય ધોરી માર્ગની કુંભરલી ઘાટ ખાતે દરિયાઈ સપાટી થી સરેરાશ ઊંચાઈ 625 m (2,051 ft) જેટલી છે. આ માર્ગ ચિપલુણ શહેર (રત્નાગિરી જિલ્લો) અને કરાડ (સાતારા જિલ્લો)ને એકબીજા સાથે જોડે છે. આ માર્ગના પૂર્વીય છેડા તરફ કોયના બંધ આવેલ છે.

સ્થાન[ફેરફાર કરો]

આ ઘાટ કરાડ-ચિપલુણ રાજ્ય ધોરી માર્ગ પર આવેલ છે. આ ધોરી માર્ગ  હાલના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ (જૂના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪) પર આવતા ઉંબરાજ, પાટન અને કોયનાનગર વગેરે મહત્વના મથકો સાથે પણ જોડાય છે.