કુમુદિની લાખિયા

વિકિપીડિયામાંથી
(કુમુદિની લખિયા થી અહીં વાળેલું)
કુમુદિની લાખિયા
જન્મની વિગત (1930-05-17) 17 May 1930 (ઉંમર 93)
ભારત
વ્યવસાયકદંબ સ્કુલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિક, સંસ્થાપક અને નિર્દેશક
પ્રખ્યાત કાર્યકથક નૃત્ય અને નૃત્ય નિર્દેશન

કુમુદિની લાખિયા (જન્મ ૧૭ મે ૧૯૩૦) એ એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા (કોરિયોગ્રાફર) છે. તેઓ અમદાવાદ, ગુજરાતના વતની હતા, જ્યાં તેમણે ઈ.સ.૧૯૬૭માં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત આ એક સંસ્થા છે.[૧]

તેઓ સમકાલીન કથક નૃત્યના અગ્રેસર કલાકાર છે. ૧૯૬૦ના દાયકાથી શરૂ કરી કથકના એકલ સ્વરૂપથી દૂર જઈ, તેમણે તેને સમૂહ નૃત્યના સ્વરૂપમાં ફેરવીને પ્રદર્શિત કર્યો. આ સાથે તેમણે પરંપરાગત વાર્તાઓને બદલે તેમાં સમકાલીન વાર્તાના પાત્રોમાં પણ ઉમેર્યા. કથક ક્ષેત્રે આવા નવતર પ્રયોગોનો શ્રેય તેમને આપવામાં આવે છે. [૨] [૩] [૪]

કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે તેમની કારકિર્દીની શરૂઆત રામ ગોપાલ સાથે કરી હતી. તેઓ રાજ ગોપાલના પશ્ચિમ દેશના પ્રવાસે જનાર નૃત્યુ જૂથમાં જોડાયા હતા. આ પ્રાવાસમાં તમણે વિદેશી લોકો સમક્ષ પહેલી વાર ભારતીય નૃત્ય પ્રદર્શિત કર્યું અને ત્યાર બાદ તેઓ સ્વપ્રયત્ને નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા બન્યા. તેમણે પહેલા જયપુર ઘરનાના વિવિધ ગુરુઓ અને પછી શંભુ મહારાજ પાસેથી શિક્ષણ મેળવ્યું.

તેઓ ખાસ કરીને તેમના બહુ-કલાકારો ધરાવતા (સામુહિક) નૃત્ય નિર્દેશન માટે જાણીતા છે. તેમના સૌથી પ્રસિદ્ધ નિર્દેશન આ મુજબ છે: ધબકાર, યુગલ, અને અતહ કિમ (ક્યાં હવે?), જે તેમણે ૧૯૮૦ માં દિલ્હીમાં વાર્ષિક કથક મહોત્સવ દરમ્યાન પ્રદર્શિત કર્યો હતો. તેમણે ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (૧૯૮૧)માં નૃત્ય નિર્દેશન પણ કર્યું હતું. [૫] [૬]

તેઓ કથક નૃત્યકારો અદિતી મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઊર્જા ઠાકોર અને પારુલ શાહ સહિતના ઘણા શિષ્યોના ગુરુ છે.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમણે લિંકનન્સ ઇન ખાતે કાયદાનો અભ્યાસ કરતા રજનીકાંત લખિયા સાથે લગ્ન કર્યા હતા. તેઓ રામ ગોપાલ કંપનીમાં વાયોલિનવાદક હતા અને ૧૯૬૦માં તેઓ અમદાવાદ આવી સ્થાયી થયા હતા. તેમને એક પુત્ર (શ્રીરાજ) અને એક પુત્રી (મૈત્રેઈ) છે.

તેઓ ૨૦૧૨-૨૦૧૩ના શૈક્ષણિક વર્ષ માટે સ્વાર્થમોર કૉલેજમાં કોરોનલ વિઝિટિંગ પ્રોફેસર હતા.

નૃત્યલેખન[ફેરફાર કરો]

  • "ઠુમરીમાં ભિન્નતા" (૧૯૬૯)
  • "વેણુ નાદ" (૧૯૭૦)
  • "ભજન" (૧૯૮૫)
  • "હોરી" (૧૯૭૦)
  • "કોલાહલ" (૧૯૭૧)
  • "દુવિધા" (૧૯૭૧)
  • "ધબકાર" (૧૯૭૩)
  • "યુગલ" (૧૯૭૬)
  • "ઉમરાવ જાન" (૧૯૮૧)
  • "અતહ કિમ" (૧૯૮૨)
  • "ઓખા હરણ" (૧૯૯૦)
  • "હું-નારી" (૧૯૯૩)
  • "ગોલ્ડન ચેઈન્સ" (નીના ગુપ્તા માટે, લંડન)
  • "સામ સંવેદન" (૧૯૯૩)
  • "સમન્વય" (૨૦૦૩)
  • "ભાવ ક્રીડા" (૧૯૯૯)
  • "ફીધર્ડ ક્લોથ;- હેગોરોમો "(૨૦૦૬)
  • "મુષ્ટી" (૨૦૦૫) [૪]

પુરસ્કાર અને સન્માન[ફેરફાર કરો]

  • ૧૯૮૭ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી
  • ૨૦૧૦ માં પદ્મભૂષણ
  • ૧૯૮૨ માં સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી પુરસ્કાર
  • વર્ષ ૨૦૦૨-૦૩ માટે કાલિદાસ સન્માન
  • ૨૦૧૧ માં સંગીત નાટક અકાદમી દ્વારા ટાગોર રત્ન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Pathak, Rujul (17 July 2002). "A dancers opinion". The Times of India. TNN. મેળવેલ 6 October 2018.
  2. Rachel Howard (24 September 2006). "When Many Feet Make Loud Work". The New York Times. The New York Times Company. મેળવેલ 6 October 2018.
  3. "Dance of the masters". The Hindu. Chennai, India. 21 November 2004. મૂળ માંથી 31 મે 2005 પર સંગ્રહિત. મેળવેલ 6 October 2018.
  4. ૪.૦ ૪.૧ Leela Venkatraman (25 May 2008). "New vocabulary for Kathak". Chennai, India: The Hindu. મેળવેલ 6 October 2018.
  5. કુમુદિની લાખિયા, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર
  6. "Bollywood's new dancing queen". Rediff Movies. 2 August 2006. મેળવેલ 6 October 2018.

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]