કુરેલિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કુરેલિયા
—  ગામ  —
કુરેલિયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા


કુરેલિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. કુરેલિયા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ડાંગર, તુવર, શેરડી, જુવાર, ચીકુ, કેરી તેમ જ વિવિધ જાતનાં શાકભાજીઓ આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

કુરેલિયા ગામની પ્રાથમિક શાળા

આ ગામની વસ્તી લગભગ ૧૦૦ ટકા આદિવાસીઓની છે, જેમાં ધોડીયા, ગામિત, કુકણા, નાયકા તેમ જ કોટવાળીયા લોકો અહીં વસવાટ કરે છે. અંહીના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.

કુરેલિયા ગામથી ભિનાર, વાંસદા, ઉનાઇ તેમ જ સરા જવા માટે પાકા રસ્તાની સગવડ છે.

કુરેલિયા ગામની પૂર્વ દિશામાં કુકડા ગામ, ઉત્તર દિશામાં કેળકચ્છ ગામ, દક્ષિણ દિશામાં હોળીપાડા ગામ તેમ જ કાવેરી નદી અને પશ્ચિમ દિશામાં ભિનાર ગામ તેમ જ ડુંગરી આવેલી છે.