કુલેર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કુલેર
વાનગીમિઠાઇ
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યગુજરાત
પીરસવાનું તાપમાનરૂમ તાપમાને
મુખ્ય સામગ્રીબાજરી

કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટ (કે અન્ય લોટ) ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે.

પ્રાચીન સમયમાં જ્યારે ફરસાણ આદિ એ રોજીંદા ખોરાકનો ભાગ ન હતા, ત્યારે નાસ્તા તરીકે આ વાનગી ખવાતી હતી. ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનાર વર્ગ આ વસ્તુ ખાતા. ખેડૂતો પોતાના ભાથામાં કુલેર લઈ જતાં. નાના બાળકોને માટે પણ આ એક પૌષ્ટિક નાસ્તો બની રહેતો. આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે.

પ્રાચીન સમયમાં ખાદ્ય પદાર્થો ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી જ બનાવવામાં આવતા હતા. પ્રાચીન સમયમાં બાજરી ખેતરમાં પાકતી, ઘરમાં પશુ સંપત્તિ હોવાથી ઘી સરળતાથી ઉપલબ્ધ રહેતું અને ગોળ પણ સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ હોવાથી ખેડૂત અને શ્રમિક વર્ગમાં આ વાનગી પ્રચલિત હતી.

શીતળા સાતમના દિવસે જ્યારે ચૂલાને વિરામ હોય છે, ત્યારે આવી વાનગી બનાવાય છે, કેમ કે આમાં ચૂલાની જરૂર પડતી નથી. ગુજરાતના કેટલાક ભાગોમાં કુલેર ધાર્મિક પ્રસંગોમાં પણ વપરાય છે.[૧]

શીતળા નો રોગ (સ્મોલ પોક્સ) શરીરની ગરમીથી થાય છે થતા એવી પારંપારિક માન્યતા હતી. ત્યારે પેટની ઠંડક માટે કુલેર ખાવા અપાતી હતી.

બનાવવાની રીત[ફેરફાર કરો]

  • એક વાડકામાં બાજરીનો ચાળેલો લોટ લો.
  • તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરો.
  • તેમાં ઘી ઉમેરો અને મિશ્ર કરો.
  • ત્યારબાદ તેને લાડુ સ્વરૂપે વાળો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://jentilal.com/kuller/#.UjL_LXPtk5U