કેશબંધ

વિકિપીડિયામાંથી
કેશબંધ
—  ગામ  —
કેશબંધનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો સુબિર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

કેશબંધ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલું ગામ છે. કેશબંધ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ગામિત ભાષા તેમ જ ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.

આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

આ ગામ જિલ્લાના મુખ્ય મથક આહવાથી નવાપુર જવાના માર્ગ પર આવેલા જાંબાલા ગામથી પૂર્વમાં જતા માર્ગ પર આશરે ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.