ખાંટ રાજપૂત

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ખાંટ રાજપૂતભારતના ગુજરાત રાજ્યમાં વસતી હિંદુ જ્ઞાતિ છે.[૧]

આ જ્ઞાતિ મુખ્યત્વે ગુજરાત ના કાઠિયાવાડ વિસ્તારના ગામોમાં વસવાટ કરે છે. તેઓ ખાંટ રાજપૂત કે ખાંટ દરબાર તરીકે ઓળખાય છે અને કશ્યપના પુત્ર માર્કંડને પોતાના પૂર્વજ માને છે. આ જ્ઞાતિનો મુખ્ય વ્યવસાય ખેતી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કર્નલ જેમ્સ ટોડ નામના એક અંગ્રેજ ઇતિહાસકારે તેમના એક પુસ્તકમાં ખાંટ જ્ઞાતિ વિશે ઉલ્લેખ કરેલ છે. તેમના મત પ્રમાણે જેસલ મેર નામના એક પ્રખ્યાત સરદાર અને તેમના અનુગામી રાજપૂતો રાજસ્થાનથી સ્થળાંતર કરી અને બલિસ્થાન(હાલનુ બિલખા)માં પોતાનુ રાજ્ય સ્થાપિત કર્યુ હતુ. સમય જતા તેમણે આસપાસના નાના રાજ્યો જીતી અને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો હતો.આથી આસપાસના રાજાઅોઅે તેમને કહ્યુ કે તમે રાજપૂતો રાજસ્થાનથી આવીને બલિસ્થાન(બિલખા) જીતી ગયા અેટલે તમે બહુ ખ્યાત છો તેથી તમે ખ્યાત રાજપૂતો તરિકે અોળખાશો.[૨] આ ખ્યાત રાજપૂત માંથી જ કાળક્રમે ખાંટ રાજપૂત થયાનુ મનાય છે.

બીજા એક કથન મુજબ મહંમદ ગઝની ભારતની ૧૬મી સવારીએ સોમનાથના મંદિર પર હુમલો કરીને મંદિરની સંપત્તિ લુંટી અને ત્યા પોતાનો સુબો મુકીને ગઝની પરત ગયો હતો. આ સુબો આસપાસના ગામો પર ખુબ જ અત્યાચાર કરતો હતો. જેની ખબર લાઠીના રાજા ભીમસિંહ ગોહિલના બાવીસ વર્ષના પુત્ર હમીરજી ગોહિલને પડતા સંવત ૧૪૭૦ (ઇ.સ. ૧૪૧૪)માં હમિરસિંહ ગોહિલ બસ્સો યુવાન સૈનિકોને લઇને સોમનાથની સખાતે જઈ રહ્યા હતા. રસ્તામાં વેગડા ભીલ નામના એક ભીલ સરદારના ગામની નજીક રાતવાસો કરવા રોકાયા હતા ત્યારે વેગડાજીએ કહ્યુ કે કુંવારા યુવાનો યુદ્ધમાં જાય એ તો અપશુકન કહેવાય. આથી હમિરસિંહ ગોહિલ અને તેમના અનુગામીઓએ ભીલ કન્યાઓ સાથે ગાંધર્વ વિધીથી લગ્ન કર્યા અને સોમનાથના યુદ્ધમાં હમિરસિંહ અને વેગડાજીના સંયુક્ત સૈન્યએ હુમલો કર્યો અને ગુજરાતી શબ્દ ખાંટ્યા એટલે કે જીત્યા તે ઉપરથી ખાંટ કહેવાયા.

તેઓના પ્રખ્યાત સરદારોમાં જેસિંગ મેર, સોનાંગ મેર, ધાંધલ ખાંટ (સોનાંગ મેરના પુત્ર કે જેમણે ધંધુકા વસાવ્યુ હતું), પાતલ ખાટ (જેમણે પેટલાદ વસાવ્યુ હતુ), વીરોજી ખાંટ, ખીમોજી ખાંટ, મેપાજી મકવાણા, ભાયાજી મેર વગેરે હતા. તેમના સરદારો મેર તરિકે ઓળખાયા હતા જે જુના ગુજરાતી શબ્દ મ્હેર પરથી લેવાયો છે જેનો અર્થ હારની અંદર સૌથી મોટો હીરો એવો થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen (સંપાદકો.). People of India Gujarat Volume XXI Part Two. pp. ૬૪૩-૬૪૫.CS1 maint: Uses editors parameter (link)
  2. India's Communities (અંગ્રેજી માં). Oxford University Press. ૧૯૯૮. pp. ૧૬૮૬. ISBN 9780195633542. Check date values in: |date= (મદદ)