ખાંડવી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખાંડવી

ખાંડવીગુજરાતના લોકોનું અત્યંત લોકપ્રિય તેમ જ સ્વાદિષ્ટ ફરસાણ છે. આ વાનગી ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચણાનો એકદમ ઝીણો લોટ, કે જે બજારમાં 'ફાઇન બેસન'નાં નામથી વેચાય છે, તે અને છાશમાંથી આ વાનગી બનાવવામાં આવે છે.

ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે ખૂબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે (દા.ત. ઈદડાં, મૂઠિયાં, ઢોકળાં, પાનકી, પંડોળી) ખાંડવી તેમાંની એક છે.

વિવિધ રૂપો[ફેરફાર કરો]

મગની દાળની ખાંડવી[ફેરફાર કરો]

મગની દાળની ખાંડવીમાં ચણાના ઝીણા લોટને બદલે મગની દાળનો ઝીણો લોટ વાપરવામાં આવે છે.

સંભારીયા ખાંડવી[ફેરફાર કરો]

સંભારીયા ખાંડવીના વીટા વાળતા પહેલા, થાળી પર પાથરેલા ખીરાના થર ઉપર તુવેર, લીલા વટાણા, લીલવાનો કે કોપરા-કોથમીરનો સંભાર ભરવામાં આવે છે. આ ખાંડવી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને તે વધુ પૌષ્ટિક પણ છે.

શિંગોડાના લોટની ખાંડવી[ફેરફાર કરો]

આ ખાંડવી શિંગોડાના લોટની બને છે. આ ખાંડવી ચણાના લોટ જેવી પાતળી નથી બનતી અને તેના વીટા પણ નથી પાડી શકાતાં. આ ખાંડવી ઉપવાસના સમયમાં ફરાળી વાનગી તરીકે ખવાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]