ખેરાળી વાવ
દેખાવ
ખેરાળી વાવ અથવા રાજબાઈની વાવ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં આવેલી વાવ છે.[૧]
આ વાવની અંદરના સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિમાં લખાયેલ શિલાલેખ મુજબ તેનું બાંધકામ સન ૧૪૬૩માં થયું હતું. લોકવાયકા પ્રમાણે પરમાર રાજા જગદેવના મંત્રી લખધીર સિંહે પોતાની પત્નીની યાદમાં આ વાવ બનાવી હતી. શિલાલેખ મુજબ તેનું નામ વેજલદેવી હતું.[૧]
વાવના પ્રથમ કૂટના ગવાક્ષમાં માત્રી માતા અને ચામુંડા માતાની પ્રતિમા છે. વાવ સાત માળ ધરાવે છે. તેમાં ૧૦૮ પગથિયાં છે અને તે ૧૧૦ ફૂટ ઉંડી છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Mehta Bhatt, Purnima (2014). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. New Delhi: Zubaan. પૃષ્ઠ 64. ISBN 9789383074495.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |