ગંગા (દેવી)
ગંગા | |
---|---|
ગંગા નદીનું મૂર્તિમંત સ્વરૂપ શુદ્ધિ અને ક્ષમાની દેવી | |
![]() ૧૯મી સદીનું દેવી ગંગાનું કાલીઘાટ પેઇન્ટિંગ | |
અન્ય નામો |
|
જોડાણો | |
મંત્ર | ઓમ્ શ્રી ગંગાય નમઃ (Oṁ Śrī Gaṅgāyai Namaḥ) |
શસ્ત્ર | કળશ |
પ્રતીક | ગંગા નદી |
વાહન | મકર |
ઉત્સવો |
|
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | શાંતનુ |
બાળકો | ભીષ્મ |
માતા-પિતા | હિમવત (પિતા) અને મૈનાવતી (માતા) |
સહોદર | પાર્વતી, મૈનાક |
ગંગા એ ગંગા નદીનું મૂર્તિમંત સ્વરૂપ છે, જેને હિંદુઓ શુદ્ધિ અને ક્ષમાની દેવી તરીકે પૂજે છે. વિવિધ નામોથી જાણીતી, ગંગા દેવીને ઘણીવાર એક ગોરી, સુંદર સ્ત્રી તરીકે દર્શાવવામાં આવે છે, જે મકર તરીકે ઓળખાતા દૈવી મગર જેવા પ્રાણીની સવારી કરે છે.
ગંગાના કેટલાક પ્રારંભિક ઉલ્લેખો ઋગ્વેદમાં જોવા મળે છે, જ્યાં તેનો ઉલ્લેખ નદીઓમાં સૌથી પવિત્ર તરીકે કરવામાં આવ્યો છે. તેમની વાર્તાઓ મુખ્યત્વે વેદોત્તરના ગ્રંથો જેવા કે રામાયણ, મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે.
રામાયણમાં તેણીને હિમવત (હિમાલય)ના પ્રથમ સંતાન અને માતા પાર્વતીની બહેન તરીકે વર્ણિત કરવામાં આવી છે. જો કે, અન્ય ગ્રંથોમાં તેણીની ઉત્પત્તિ સંરક્ષક દેવતા વિષ્ણુમાંથી થઈ હોવાનો ઉલ્લેખ છે. દંતકથાઓમાં રાજવી-ઋષિ ભગીરથના પ્રયાસો દ્વારા તેણીના પૃથ્વી પરના અવતરણની કથાઓ રજૂ કરવામાં આવી છે.
મહાકાવ્ય મહાભારતમાં, ગંગા કુરુ રાજા શાંતનુના પુત્ર યોદ્ધા ભીષ્મની માતા છે.
હિંદુ ધર્મમાં ગંગાને માનવતાની માતા તરીકે જોવામાં આવે છે. તીર્થયાત્રીઓ પોતાના સ્વજનોની અસ્થિઓનું વિસર્જન ગંગા નદીમાં કરે છે, જેને તેઓ જીવન મરણના ચક્રમાંથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ માને છે.
ગંગા કિનારે આવેલા ગંગોત્રી, હરિદ્વાર, પ્રયાગરાજ, વારાણસી અને કોલકાતાના કાલી ઘાટ સહિત અનેક પવિત્ર સ્થળો ગંગા દશેરા અને ગંગા જયંતી જેવા તહેવારો તેણીના સન્માનમાં ઉજવવામાં આવે છે. થાઇલેન્ડમાં લોય ક્રેથોંગ ઉત્સવ દરમિયાન ગૌતમ બુદ્ધની સાથે ગંગાની પૂજા કરવામાં આવે છે.
વૈદિક શાસ્ત્રો
[ફેરફાર કરો]ઋગ્વેદમાં ગંગાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૌથી પ્રાચીન અને સૈદ્ધાંતિક રીતે હિન્દુ ધર્મગ્રંથોમાં સૌથી પવિત્ર છે. ગંગાનો ઉલ્લેખ નાદિસ્તુતિ (ઋગ્વેદ ૧૦.૭૫)માં કરવામાં આવ્યો છે, જે પૂર્વથી પશ્ચિમ તરફની નદીઓની યાદી આપે છે. ઋ.વે. ૬.૪૫.૩૧માં ગંગા શબ્દનો પણ ઉલ્લેખ છે, પરંતુ સંદર્ભ નદીનો છે કે નહીં તે સ્પષ્ટ નથી. ઋ.વે. ૩.૫૮.૬ કહે છે કે "તમારું પ્રાચીન ઘર, તમારી શુભ મિત્રતા, હે નાયકો, તમારી સંપત્તિ જ્હાન્વીના કાંઠે છે". આ શ્લોક ગંગાનો ઉલ્લેખ કરી શકે છે. ઋ.વે. ૧.૧૧૬.૧૮-૧૯માં જ્હાન્વી અને ગંગા નદીની ડોલ્ફિન બે નીકટવર્તી શ્લોકોમાં જોવા મળે છે. [1]
મૂર્તિશાસ્ર
[ફેરફાર કરો]

ગંગાનું વર્ણન મધુર, ભાગ્યશાળી, ઘણું દૂધ આપતી ગાય, શાશ્વત શુદ્ધ, આનંદકારક, માછલીઓથી ભરેલું શરીર, આંખને આનંદ આપનારી અને પર્વતો પર કૂદકા લગાવનારી છે, પાણી અને સુખનું પાથરણું અને જીવમાત્રની મિત્ર અથવા ઉપકારક તરીકે વર્ણવવામાં આવી છે.[૧]
વૈદિક કાળથી ગંગા નદીને હિંદુઓ દ્વારા તમામ નદીઓમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. ગંગાને દેવી તરીકે પણ વ્યક્ત કરવામાં આવે છે અને દેવી ગંગા તરીકે પૂજાય છે. તે હિન્દુ પંથમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગંગાને એક શ્વેત રંગની સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવે છે, જેણે સફેદ મુગટ પહેર્યો છે અને મગરમચ્છ પર બિરાજમાન છે. તેણીના જમણા હાથમાં જળકુંભ અને ડાબા હાથમાં વાંસળી છે. જ્યારે તેણીને ચાર હસ્ત સાથે દર્શાવવામાં આવે છે ત્યારે તે જળપાત્ર, કમળ અને જપમાળા ધારણ કરે છે, અને તેણીનો એક હાથ અભય મુદ્રામાં હોય છે. ઋગ્વેદમાં ગંગાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ પુરાણોમાં તેનો વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગંગાને ચતુર્ભુજ સ્વરૂપમાં મગરમચ્છોથી ઘેરાયેલી અથવા મગર પર બિરાજેલી દર્શાવવામાં આવે છે. મહા વિરાટ-રૂપની એક મૂર્તિકળામાં, તે અમૃત કળશ, માળા, કમળ અને વરદા મુદ્રા ધારણ કરેલી જોવા મળે છે. તેણીને અન્ય રીતે માત્ર કળશ અને કમળ પકડેલી દર્શાવી શકાય છે, જ્યારે અન્ય બે હાથ વરદા અને અભય મુદ્રામાં છે.
ખાસ કરીને બંગાળમાં લોકપ્રિય અન્ય એક નિરૂપણમાં તેણીને શંખ, ચક્ર, કમળ અને અભય મુદ્રા પકડેલી દર્શાવવામાં આવી છે, જેમાં કળશમાંથી તેનું પવિત્ર જળને વહેતું હોય છે.
બ્રહ્મ વૈવર્ત પુરાણમાં, ગંગાને ઘણીવાર તેના દિવ્ય વાહન મકર સાથે દર્શાવવામાં આવી છે જેનું માથું મગરનું અને પૂંછડી ડોલ્ફીન છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Kumari, M. Krishna (2018). Iconography of Gaṅgā and Yamunā (અંગ્રેજીમાં). B.R. Publishing Corporation. ISBN 978-93-86223-70-8.