ગટુભાઈ ગોપીલાલ ધ્રુ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગટુભાઈ ગોપીલાલ ધ્રુ
જન્મની વિગત૧૦ મે ૧૮૮૧
અમદાવાદ
મૃત્યુની વિગત૨૪ મે ૧૯૬૮
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
અભ્યાસસ્નાતક
શિક્ષણ સંસ્થાગુજરાત કોલેજ, અમદાવાદ
ક્ષેત્રશિક્ષણ
વ્યવસાયકેળવણીકાર
ધર્મસનાતન ધર્મ
માતા-પિતાગોપીલાલ ધ્રુ

ગટુભાઈ ગોપીલાલ ધ્રુ (૧૮૮૧-૧૯૬૮) ગુજરાત રાજ્યના એક કેળવણીકાર, સમાજસેવક, ચિંતક અને સાહિત્યકાર હતા. તેમનો જન્મ અમદાવાદ ખાતે ઈ.સ. ૧૮૮૧નાં વર્ષમાં મે મહિનાની દસમી તારીખે થયો હતો. તેઓએ ઉચ્ચ શિક્ષણ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું અને ત્યાર બાદ કેળવણી ખાતામાં જોડાયા હતા[૧]. તેઓ અમદાવાદ પ્રાર્થના સમાજના મુખ્ય કાર્યકર્તા, ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના મંત્રી અને મહિપતરામ આશ્રમના મંત્રી તરીકે ઘણો લાંબો સમય રહ્યા હતા.

એમનું અવસાન ઈ. સ. ૧૯૬૮ના વર્ષમાં મે મહિનાની ચોવીસમી તારીખે થયું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 edited by Amaresh Datta. પૃષ્ઠ 1004.