ગમ્મત ગુલાલ

વિકિપીડિયામાંથી

ગમ્મત ગુલાલ એ અમદાવાદ દૂરદર્શન પરથી પ્રસારીત કરવામાં આવતો એક કાર્યક્રમ હતો.

આ કાર્યક્રમમાં દર અઠવાડિયે જુદા જુદા જાણીતા ગુજરાતી હાસ્ય કલાકારો પોતાની વકતવ્ય કલા રજુ કરતા અને લોકો એને ખડખડાટ હસીને માણતા હતા. આ કાર્યક્રમમાં શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, નિર્મિશ ઠાકર જેવા નામી હાસ્ય કલાકારો એમની હાસ્ય કલા રજુ કરી ચુક્યા છે.