ગાંધીનગર રેલ્વે સ્ટેશન
ગાંધીનગર કેપિટલ | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનો બાહ્ય દેખાવ | |
સામાન્ય માહિતી | |
સ્થાન | ગાંધીનગર, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°14′05″N 72°37′48″E / 23.234777°N 72.630031°E |
ઊંચાઇ | 75.880 metres (248.95 ft) |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇન ખોડિયાર-કલોલ જંકશન |
પ્લેટફોર્મ | ૪ |
પાટાઓ | ૭ |
જોડાણો | ટેક્સી સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) |
પાર્કિંગ | હા |
સાયકલ સુવિધાઓ | હા |
Accessible | પ્રાપ્ત |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | GNC |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે વિભાગ |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
સ્થાન | |
ગાંધીનગર રેલ્વે સ્ટેશન અથવા ગાંધીનગર કેપિટલ (સ્ટેશન કોડ: GNC) પંચતારક (૫-સ્ટાર) હોટેલ સાથેનું રેલ્વે સ્ટેશન છે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે.
સ્થાન
[ફેરફાર કરો]આ સ્ટેશન ગુજરાતની રાજધાની ગાંધીનગરને સેવા પૂરી પાડે છે. આ સ્ટેશન ગાંધીનગરના સેક્ટર-૧૪માં આવેલું છે. તેનું નિર્માણ ભારતીય રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે IRCON અને RITES વચ્ચે ની ભાગીદારી વડે રચાયેલ જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ કંપની (PSE) છે.[૧]
મુખ્ય ટ્રેનો
[ફેરફાર કરો]ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પર નીચેની ટ્રેનો બંને દિશામાં ઉભી રહે છે:[૨]
- બાંદ્રા ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ
- અમદાવાદ - હરિદ્વાર યોગ એક્સપ્રેસ
- ગાંધીનગર કેપિટલ - ઇન્દોર શાંતિ એક્સપ્રેસ
- આણંદ - ગાંધીનગર કેપિટલ મેમુ
- ગાંધીનગર કેપિટલ – વરેઠા મેમુ
- અમદાવાદ - ગાંધીનગર કેપિટલ મેમુ
- ગાંધીનગર કેપિટલ - ભાવનગર ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ગાંધીનગર કેપિટલ - વારાણસી વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસ
- ગાંધીનગર - મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
સુવિધાઓ
[ફેરફાર કરો]આ સ્ટેશન ત્રણ પ્લેટફોર્મ ધરાવે છે.સ્ટેશનનો પુનઃવિકાસ પૂર્ણ થયા બાદ તેનું ઉદ્ઘાટન ૧૬ જુલાઈ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.[૩] પુનઃવિકાસિત સ્ટેશનને વિકલાંગોને અનુકૂળ બનાવવામાં આવ્યું છે અને પ્લેટફોર્મની ઉપર એક ૫-સ્ટાર હોટેલ બનાવવામાં આવી છે. આ લક્ઝરી હોટેલમાં ૩૧૮ ઓરડાઓની સુવિધા છે અને તેનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ હોટેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને માટે બનાવવામાં આવી છે અને આખી ઇમારત ગ્રીન બિલ્ડીંગની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Gandhinagar railway station now has a 5-star hotel atop its railway track". NewsOnAir.
- ↑ "GNC/Gandhinagar Capital:Timetable". Cleartrip.
- ↑ Nandi, Tamal (2021-07-15). "Indian Railways shares 'before' and 'after' pic of Gandhinagar Capital station". Mint (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-16.
- ↑ "Gandhinagar Railway Station: 5-star hotel, green building, state-of-the-art lighting". Hindustan Times (અંગ્રેજીમાં). 2021-07-16. મેળવેલ 2021-07-16.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Gandhinagar પ્રવાસન માહિતી વિકિવોયજ પર.