લખાણ પર જાઓ

ગાંધી સંગ્રહાલય, પટના

ગાંધી સંગ્રહાલય, પટના
Lua error in વિભાગ:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Patna" does not exist.
સ્થાપના1967 (1967)
સ્થાનઉત્તર-પશ્ચિમ ગાંધી મેદાન, અશોકા રાજપથ, પટના, બિહાર, ભારત
અક્ષાંશ-રેખાંશ25°37′14″N 85°08′32″E / 25.6205°N 85.1422°E / 25.6205; 85.1422
વેબસાઇટgandhisangrahalayapatna.org

ગાંધી સ્મારક સંગ્રહાલય (ગાંધી સ્મારક સંસ્થા) એક સંગ્રહાલય અને જાહેર સેવા સંસ્થા છે, જે મહાત્મા ગાંધીના જીવન અને સિદ્ધાંતો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બિહારમાં તેમની ભૂમિકાનું પ્રદર્શન કરે છે.[] તે દેશના અગિયાર ગાંધી સંગ્રહાલયોમાંનું એક છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યાના વર્ષો પછી, દેશભરના ભારતના નાગરિકોને તેમના માટે સ્મારકો બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ભારતના નાગરિકોના યોગદાનની મદદથી, આ હેતુ માટે એક ટ્રસ્ટ, 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ'ની સ્થાપના કરવામાં આવી હતી.[][] પટના સંગ્રહાલયની સ્થાપના ૧૯૬૭માં[] ગાંધી મેદાનના ઉત્તર-પશ્ચિમ ખૂણા પાસે કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૭૧માં જ્યારે પાંચ ગાંધી સંગ્રહાલયો (અમદાવાદ, મદુરાઈ, બૈરકપોર, મુંબઈ, પટણા) સ્વાયત્ત થયા ત્યાં સુધી તે કેન્દ્રીય ગાંધી સંગ્રહાલય સમિતિનું સભ્ય હતું અને ત્યારબાદથી તે એક સ્વાયત્ત સંસ્થા છે.[]

આ સંગ્રહાલયમાં ગાંધી બાપુના જીવનચરિત્રની મુખ્ય ઘટનાઓ ચિત્રો, શિલ્પો, હસ્તપ્રતો અને અવતરણો દ્વારા રજૂ કરવામાં આવી છે.[] સંગ્રહાલયના એક વિભાગમાં ગાંધીજીના બાળપણથી લઈને તેમની સ્મશાનયાત્રા સુધીના જીવનના વિવિધ તબક્કાઓની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. સંગ્રહાલયના મુખ્ય ખંડમાં ગાંધીજીના અંગત ખંડની પ્રતિકૃતિ પ્રદર્શિત કરાઈ છે. આ ઇમારતમાં એક પુસ્તકાલય પણ છે જેમાં મહાત્મા ગાંધીના જીવનને લગતા પુસ્તકો, સામયિકો, સાહિત્ય અને દૃશ્ય શ્રાવ્ય (ઑડિઓ-વિડિયો) સામગ્રીનો સમૃદ્ધ સંગ્રહ છે, અને એક પુસ્તક ભંડાર પણ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The Telegraph — Calcutta (Kolkata) | Bihar | CM sets Satyagraha archive ball roll". Telegraphindia.com. 2011-04-11. મૂળ માંથી 15 February 2015 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (મદદ)
  2. "Gandhi Museums, Ashrams and Libraries". Mkgandhi.org. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate= (મદદ)
  3. Kaminsky, Arnold P.; Roger, D. Long PH.D. (2011-09-23). India Today: An Encyclopedia of Life in the Republic [2 volumes]: An ... - Google Books. ISBN 9780313374630. મેળવેલ 2014-05-28. {{cite book}}: Check date values in: |accessdate= and |date= (મદદ)
  4. Peter Rühe. "MAHATMA — LIFE OF GANDHI, 1869-1948". Gandhiserve.org. મૂળ માંથી 9 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (મદદ)
  5. "Govt to provide fund for Gandhi Sangrahalaya — The Times of India". Timesofindia.indiatimes.com. 2011-01-30. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (મદદ)
  6. "Tribute to Gandhi". gandhisangrahalayapatna.org. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate= (મદદ)
  7. "Directorate of Museum — Page 4". Yac.bih.nic.in. મૂળ માંથી 17 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (મદદ)
  8. "Tribute to Gandhi". gandhisangrahalayapatna.org. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate= (મદદ)