લખાણ પર જાઓ

ગાંધી સ્મારક સંગ્રહાલય, મદુરાઈ

વિકિપીડિયામાંથી
ગાંધી સ્મારક સંગ્રહાલય, મદુરાઈ
ગાંધી સ્મારક સંગ્રહાલયનો મુખ્ય ભાગ
નકશો
સ્થાપના૧૫ એપ્રિલ ૧૯૫૯ (સ્મારક સંગ્રહાલયમાં રૂપાંતરણ)
સ્થાનમદુરાઈ, ભારત
અક્ષાંશ-રેખાંશ9°55′48″N 78°08′19″E / 9.929923°N 78.138593°E / 9.929923; 78.138593
પ્રકારસ્મારક સંગ્રહાલય
જીવનચરિત્ર સંગ્રહાલય
મુલાકાતીઓઅંદાજે ૬,૫૦,૦૦૦ (૨૦૨૩)
વેબસાઇટgandhimmm.org

ગાંધી સ્મારક સંગ્રહાલય એ ભારતના તમિલનાડુ રાજ્યના મદુરાઈ શહેરમાં ૧૯૫૯માં સ્થાપિત મહાત્મા ગાંધીનું સ્મારક સંગ્રહાલય છે. ગાંધી સંગ્રહાલય તરીકે પ્રસિદ્ધ આ સંગ્રહાલય દેશના પાંચ ગાંધી સંગ્રહાલયો પૈકીનું એક છે. નથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા કરવામાં આવી ત્યારે તેમણે પહેરેલા વસ્ત્રનો લોહીથી ખરડાયેલો એક ભાગ અહીંના સંગ્રહાલયમાં સામેલ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
ગાંધી સ્મારક સંગ્રહાલય (બાહ્ય)

૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યાના વર્ષો પછી, દેશભરના ભારતના નાગરિકોને તેમના માટે સ્મારકો બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ભારતના નાગરિકોના યોગદાનની મદદથી, આ હેતુ માટે એક ટ્રસ્ટ, 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ'ની સ્થાપના કરવામાં આવી હતી.[][] પટના સંગ્રહાલયની સ્થાપના ૧૯૬૭માં[] આ સંગ્રહાલયનું ઉદ્‌ઘાટન ૧૫ એપ્રિલ ૧૯૫૯ના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. મદુરાઈ સ્થિત આ સ્મારક સંગ્રહાલય સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (યુએનઓ) દ્વારા પસંદ કરાયેલા વિશ્વવ્યાપી શાંતિ સંગ્રહાલયો હેઠળ આવે છે. આ માટે રાણી મંગમ્મલના મહેલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. તે મદુરાઈ કલેક્ટર કાર્યાલયની નજીક છે.[]

ચિત્રદીર્ઘા

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Kaminsky, Arnold P.; Roger, D. Long PH.D. (2011-09-23). India Today: An Encyclopedia of Life in the Republic [2 volumes]: An ... - Google Books. ISBN 9780313374630. મેળવેલ 2014-05-28. {{cite book}}: Check date values in: |accessdate= and |date= (મદદ)
  2. Peter Rühe. "MAHATMA — LIFE OF GANDHI, 1869-1948". Gandhiserve.org. મૂળ માંથી 9 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (મદદ)
  3. "Govt to provide fund for Gandhi Sangrahalaya — The Times of India". Timesofindia.indiatimes.com. 2011-01-30. મેળવેલ 2014-05-28. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (મદદ)
  4. Karkar, S.C. (2009). The Top Ten Temple Towns of India. Kolkota: Mark Age Publication. p. 80. ISBN 978-81-87952-12-1.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]