ગુજરાતનો ઇતિહાસ
ગુજરાતનો ઇતિહાસ પાષાણથી જ શરૂ થયો હતો, ત્યારબાદ સિંધુ ખીણની સંસ્કૃતિ જેવી તામ્રયુગી અને કાંસ્ય યુગની વસાહતોએ આ ક્ષેત્રમાં વસવાટ કર્યો.[૧] ભરૂચ જેવા ગુજરાતના દરિયાકાંઠાના શહેરો નંદ, મૌર્ય, સાતવાહન અને ગુપ્ત સામ્રાજ્યો તેમજ પશ્ચિમી ક્ષત્રપોના સમયગાળા દરમિયાન બંદરો અને વેપારી કેન્દ્રો તરીકે વિકસ્યા હતા. છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના પતન પછી ગુજરાત એક સ્વતંત્ર હિન્દુ-બૌદ્ધ રાજ્ય તરીકે વિકસ્યું હતું. ગુપ્ત સેનાપતિના વંશજ એવા મૈત્રક રાજવંશે ૬ઠ્ઠી થી ૮મી સદી સુધી તેમની રાજધાની વલ્લભીથી આ ક્ષેત્ર પર શાસન કર્યું હતું, જોકે ૭ મી સદી દરમિયાન થોડા સમય માટે અહીં હર્ષવર્ધન દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. સિંધ આરબ શાસકોએ ૭૭૦માં વલ્લભીનો નાશ કર્યો અને મૈત્રક રાજવંશનો અંત આવ્યો. ૮મીથી ૧૦મી સદી સુધી ગુજરાત પર ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્ય શાસન કર્યું હતું. આ પ્રદેશ રાષ્ટ્રકૂટ સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ પણ આવ્યો હતો. ૭૭૫માં પ્રથમ પારસી (પારસી) શરણાર્થીઓ ગ્રેટર ઈરાનથી ગુજરાતમાં આવ્યા હતા.[૨][૧]
૧૦મી સદી દરમિયાન, સ્થાનિય એવો ચાલુક્ય રાજવંશ સત્તા પર આવ્યો. ૧૨૯૭ થી ૧૩૦૦ સુધી દિલ્હીના તુર્કી સુલતાન અલાઉદ્દીન ખિલજીએ અણહિલવાડનો નાશ કર્યો અને ગુજરાતને દિલ્હી સલ્તનતમાં શામેલ કર્યું. ૧૪મી સદીના અંતમાં તૈમુર દ્વારા દિલ્હીના સુલતાનની બરતરફી બાદ દીલ્હી સલ્તનત નબળી પડી અને ગુજરાતના સુબા ઝફર ખાન મુઝફ્ફરે પોતાની સ્વતંત્રતાનો દાવો કરી ગુજરાત સલ્તનતની સ્થાપના કરી. તેના પુત્ર, સુલતાન અહમદ શાહ પહેલા (શાસન કાળ - ૧૪૧૧ થી ૧૪૪૨ સુધી) એ અમદાવાદની રાજધાની તરીકે પુનઃરચના કરી. ૧૬મી સદીની શરૂઆતમાં રાણા સાંગાએ ગુજરાત પર કરેલા આક્રમણથી ગુજરત સલ્તનત નબળી પડી. અને રાણા સાંગાએ ઉત્તર ગુજરાતને પોતાના કબજા હેઠળ લઈ ત્યાં શાસન કરવા માટે પોતાના એક જાગીરદારની નિમણૂક કરી હતી. જો કે રાણા સાંગાના મૃત્યુ પછી, ગુજરાતના સુલતાને તે ક્ષેત્ર પાછું મેળવ્યું અને ૧૫૩૫માં ચિત્તોડ કિલ્લાને પણ લૂંટી લીધો હતો.[૩] ગુજરાત સલ્તનત ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહી. ત્યાર બાદ મુઘલ સમ્રાટ અકબરે તેને જીતી લીધી અને તેને એક પ્રાંત તરીકે મુઘલ સામ્રાજ્ય સાથે જોડી દીધી. મુઘલ શાસન દરમિયાન સુરત ભારતનું અગ્રણી અને મુખ્ય બંદર બન્યું હતું.
ત્યાર બાદ ૧૮મી સદીમાં, ગુજરાત મરાઠા સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ આવ્યું, જેણે તે સમયે ભારતના રાજકારણ પર પ્રભુત્વ જમાવ્યું હતું. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બીજા એંગ્લો-મરાઠા યુદ્ધ દરમિયાન મરાઠાઓ પાસેથી ગુજરાતના મોટા ભાગનો કબજો છીનવી લીધો હતો. ઘણા સ્થાનિક શાસકોએ, ખાસ કરીને બરોડા ગાયકવાડોએ, અંગ્રેજો સાથે અલગ શાંતિ સંધિ કરી અને સ્થાનિક સ્વ-શાસન જાળવી રાખવાના બદલામાં બ્રિટિશ સાર્વભૌમત્વને સ્વીકાર્યું. આ સમયે ગુજરાતને બોમ્બે પ્રેસિડેન્સીની રાજકીય સત્તા હેઠળ મૂકવામાં આવ્યું હતું, જેમાં બરોડા રાજ્ય અપવાદ હતું, બરોડા રાજ્યનો ભારતના ગવર્નર-જનરલ સાથે સીધો સંબંધ હતો. ૧૮૧૮ થી ૧૯૪૭ સુધી, કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર અને પૂર્વીય ગુજરાત સહિત હાલના ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ સેંકડો રજવાડાઓમાં વહેંચાયેલો હતો, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર બ્રિટિશ અધિકારીઓ સીધું જ શાસન ચલાવવામાં આવતું હતું. ભારતના "રાષ્ટ્રપિતા" ગણાતા મહાત્મા ગાંધી એક ગુજરાતી હતા જેમણે બ્રિટિશ વસાહતીય રાજશાસન સામે ભારતીય સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું હતું.[૧][૨]
૧૯૬૦માં ભાષાકીય આધાર પર બોમ્બે સ્ટેટનું વિભાજન કરીને ગુજરાતની રચના કરવામાં આવી હતી. ૧૯૬૦ થી ૧૯૯૫ સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં સત્તા જાળવી રાખી હતી જ્યારે અન્ય રાજકીય પક્ષોએ ૧૯૭૦ અને ૧૯૯૦ના દાયકામાં અપૂર્ણ મુદત માટે શાસન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી ૧૯૯૮થી ગુજરાતમાં સત્તા પર છે.
પ્રારંભિક ઇતિહાસ (૪૦૦૦ બીસીઇ પહેલાં)
[ફેરફાર કરો]ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ મધ્ય પ્લેઇસ્ટોસીન કાળથી શરૂ થાય છે. ગુજરાતની જમીનો પર નીચલા પાષાણયુગ (આશરે ૨૦૦,૦૦૦ બી. પી.) થી સતત વસવાટ કરવામાં આવ્યો છે. ગુજરાતની સાબરમતી, મહી નદી અને નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પથ્થર યુગના કેટલાક પુરાતાત્વીક સ્થળો મળી આવ્યા છે.[૧][૨][૩]
મધ્ય પાષાણ યુગના સ્થળો કચ્છ, જામનગર, પંચમહાલ, સૌરાષ્ટ્રની હિરણ નદીની ખીણ અને વલસાડ જિલ્લાના વાપી અને લવાચાથી મળી આવ્યા છે. વિસાદી, પંચમહાલ, ભમરિયા, કાંતાલી, પાલનપુર અને વાવરીમાંથી ઉચ્ચ પાષાણયુગ સમયગાળાના પુરાતાત્ત્વીક સ્થળો પણ મળી આવ્યા છે.[૧] મધ્ય (સી. ૪૫,૦૦૦-૨૫,૦૦૦ બી. પી. અને પાછલા પેલિઓલિથિક કલાકૃતિઓમાં હાથ-કુહાડીઓ, ક્લીવર્સ, કાપવાના સાધનો, બોરર્સ, પોઇન્ટ્સ અને સ્ક્રેપર્સનો સમાવેશ થાય છે.[૨] કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાદર નદીના પટ પરના સ્થળોથી પણ પથ્થર યુગના ઓજારો પ્રાપ્ત થયા છે. ભંડારપુર નજીક ઓરસાંગ ખીણ આવા પુરાપાષાણ યુગના ઓજારોથી સમૃદ્ધ છે. આવા કેટલાક અન્ય સ્થળોમાં હિરપુરા, ડેરોલ, કાપડવંજ, લંગનાજ અને શામળાજીનો સમાવેશ થાય છે.[૩][૪]
ગુજરાતમાં ૭૦૦ થી વધુ સ્થળો આવેલા છે જે ૭૦૦૦ બીસીઇથી ૨૦૦૦ બીસીઇ સુધીના કાળખંડમાં વિસ્તરેલા પૂર્વ-તામ્રપાષાણ અને તામ્રપાષાણ ઓજારો વાપરતા મધ્યપાષાણ/સૂક્ષ્મપાષાણ સમુદાયોનું અસ્તિત્વ સૂચવે છે.[૧] કેટલાક મધ્યપાષાણ કાલીન સ્થળોમાં લાંઘણજ, કાનેવાલ, તરસંગ, ધનસુરા, લોટેશ્વર, સાંથલી, દત્રાણા, મોટી પિપળી અને અંબાકુટનો સમાવેશ થાય છે. મધ્યપાષાણ કાળના લોકો વિચરતા શિકારીઓ હતા, જેમાંથી કેટલાક ઘેટાં-બકરા અને પશુઓના ટોળાનું સંચાલન કરતા હતા. [૨][૩] ઉત્તર ગુજરાતના લાંઘણજ ખાતે નવપાષાણ યુગના ઓજારો મળી આવ્યા છે.[૪][૫]
તામ્રપાષાણથી કાંસ્ય યુગ (૪૦૦૦-૧૩૦૦ BCE)
[ફેરફાર કરો]
ગુજરાતમાં ઈ. સ. પૂર્વે ૩૭૦૦ થી ઈ. સ પૂર્વે ૯૦૦ સુધી અસ્તિત્વમાં રહેલી વિવિધ પરંપરાઓ અને સંસ્કૃતિઓ સાથે સંબંધ ધરાવતી કુલ ૭૫૫ તામ્રપાષાણ કાલીન વસાહતોના અવશેષો મળી આવ્યાં છે, જેમાંથી કુલ ૫૯ સ્થળોએ ખોદકામ કરવામાં આવ્યું છે જ્યારે અન્યનો અભ્યાસ ત્યાંથી મળીઆવેલી કલાકૃતિઓ થકી કરવામાં આવ્યો છે. આ વસાહતો હડપ્પા સંસ્કૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે અને તેમની વચ્ચેનો તફાવત માટીકામ અને લઘુ પાષાણ ઓજારો દ્વારા જાણવામાં આવે છે. આ પરંપરાઓ અને સંસ્કૃતિઓમાં અનાર્તા પરંપરા (ઈ. પૂ. ૩૯૫૦-૧૯૦૦ સદી) પાદરી માટીકામ (ઈ. પૂ. ૩૯૫૦-૧૯૦૦ સદી) પ્રી-પ્રભાસ એસેમ્બલેજ (ઈ. પૂ. ૩૦૦૦-૨૬૦૦), શહેરી હડપ્પા સિંધ પ્રકારનું માટી કામ (દફનાવવા માટે વપરાતા માટીના ઢાંચાઓ) કાળા અને લાલ માટીના વાસણો (ઈ. સ. પૂ. ૩૯૫૦-૯૦૦) રીઝર્વ્ડ સ્લિપ વેર (ઈ. પૂ.૩૯૫૦-૧૯૦૦) માઇકેશીયસ રેડ વેર (ઈ. પૂ. ૨૬૦૦-૧૬૦૦). પ્રભાસ એસ્સેમ્બલેજ (ઈ. પૂ. ૨૨૦૦-૧૭૦૦) અને લસ્ટ્રસ રેડ વેર (ઈ. પૂ. ૧૯૦૦-૧૩૦૦) જેવા પાછલા કાળની સંસ્કૃતિઓના અવશેષો પણ અહીં મળ્યા છે. માલવા વેર અને જોર્વે વેર સાથે સંકળાયેલ કેટલીક પુરાતાત્વીક સ્થળો પણ અહીં મળી આવ્યા છે.[૧][૬]

ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંકળાયેલા પુરાતત્વીય સ્થળો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ગુજરાતમાં શાસ્ત્રીય હડપ્પા (ઇ. સ. પૂ. ૨૬૦૦-૧૯૦૦) અને સોરઠ હડપ્પા (ઈ. સ. પૂ ૨૬૦૦-૧૭૦૦) સંસ્કૃતિના કુલ ૫૬૧ પુરાતાત્વીક સ્થળો મળી આવ્યા છે.[૧] કચ્છમાં આવેલા સુરકોટાડા, દેસલપુર, પાબુમઠ અને ધોળાવીરા શહેરી સમયગાળાના કેટલાક મુખ્ય પુરાતાત્ત્વીક સ્થળો છે. શહેરી કાળ પછીના સ્થળોમાં લોથલ બી, રંગપુર IIC અને III, રોજડી સી, કુંતાસી, વાગડ I બી, સુરકોટાડા ૧ સી, ધોળાવિરા VI અને VII નો સમાવેશ થાય છે.[૨] એવું નોંધવામાં આવ્યું છે કે ઉત્તરપશ્ચિમની સરખામણીમાં ગુજરાતમાં શહેરી સંસ્કૃતિનો વિસ્તાર ઝડપથી થયો હતો.[૩][૭]

સિંધુ ખીણની સંસ્કૃતિના અંત દરમિયાન સિંધથી લોકોનું સ્થળાંતર ગુજરાત તરફ થયું અને રંગપુર સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. [૧][૨][૮]
લોહ યુગ (ઈ. પૂ ૧૬૦૦-૨૦૦)
[ફેરફાર કરો]હડપ્પા પછીના કાળમાં સંસ્કૃતિ અનેક સ્થળોએ વિકસી રહી હતી. આ સંસ્કૃતિઓમાં પશુપાલન પણ વ્યાપક હતું અને તે વિભિન્ન સ્થળો વચ્ચે વેપાર-જોડાણો માટે કારક હતું. [૧][૨] વૈદિક સાહિત્યમાં ગુજરાતનો કોઈ ઉલ્લેખ નથી.[૩] ભરૂચ લોહ યુગનું મુખ્ય બંદર શહેર હતું.[૪][૯]
પ્રારંભિક ઐતિહાસિક
[ફેરફાર કરો]ગુજરાતની પ્રારંભિક ઐતિહાસિક સાધન સંસ્કૃતિમાં ઉત્તરી બ્લેક પોલિશ કરેલ વાસણો, કાળા અને લાલ પોલીશ કરેલ વાસણોનું સતત વર્ચસ્વ, લાલ પોલિશ કરેલા માટીના વાસણોની ધીમી શરૂઆત અને પછીથી વર્ચસ્વ, રોમન એમ્ફોરીની પ્રાકટ્ય, રંગ મહેલ કાળના માટીના વાસણો (૧૦૦-૩૦૦), કાચ અને સીસાની શરૂઆત, ત્યારબાદ લોખંડનો ક્રમિક અતિક્રમણ, કૃષિ આધારિત અર્થતંત્ર, શંખ-છીપ ઉદ્યોગ, લિપિનો વિકાસ, શહેરી વસાહતોના ઉદય, ઈંટના માળખાકીય અવશેષો, સ્મારક ઇમારતો, આંતરરાષ્ટ્રીય વેપાર અને જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને વૈષ્ણવ ધર્મ શાખાનો વિકાસ શામેલ છે.[૧][૨][૧૦]
પ્રારંભિક ઐતિહાસિક સમયગાળાના ખોદકામ કરાયેલા પુરાતાત્વિક સ્થળોમાં દક્ષિણ ગુજરાતના ધત્વા, જોખા, કામરેજ, કરવાણ, ભરૂચ, નાગલ, ટિમ્બર્વા, અકોટા, મધ્ય ગુજરાતના નાગર, ઉત્તર ગુજરાતના વડનગર,શામળાજી, દેવની મોરી અને સૌરાષ્ટ્રના અમરેલી, વલ્લભી, પ્રભાસ પાટણ, પાદરી અને દ્વારકાનો સમાવેશ થાય છે.[૧] ભરૂચ શહેર લોહ યુગનું મુખ્ય બંદર હતું.[૨][૯]
મૌર્ય
[ફેરફાર કરો]
જુનાગઢમાં આવેલા રુદ્રદમનના શિલાલેખ દ્વારા હાલના ગુજરાત પર ચંદ્રગુપ્ત મૌર્ય શાસનની પુષ્ટિ થાય છે. તેમના શાસન દરમ્યાન, ત્યાંના પ્રાંતીય રાજ્યપાલ પુષ્યગુપ્ત નામના એક વૈશ્યએ ગિરનારથી પર્વત પરથી વહેતી સુવર્ણસિકાટા અને પલશિની નદીઓ પર બંધ બનાવીને સુદર્શન તળાવનું નિર્માણ શરૂ કર્યું હતું. આ બંધનું કાર્ય સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન યવન રાજા તુસાષ્પ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. અત્યારના ગુજરાત ને તે સમયે બે પ્રાંતોમઆં વહેંચાયેલું હતું, આનર્ત (ગુજરાતનો ઉત્તરીય ભૂભાગ અને ઉત્તર કાઠિયાવાડ) અને સુરાષ્ટ્ર (દક્ષિણ કાઠિયાવાડ).[૧][૨][૩][૪][૫][૨૫][૧૧]
પેટવથ્થુ અને પરમથ્થદીપાની નામના ગ્રંથ અનુસાર, સુરથ્થનો શાસક, પિંગલ ઈ. પૂ. ૨૮૩ માં રાજા બન્યો હતા. તેમના સેનાપતિ નંદક દ્વારા તેમને "નથિક દીથ્થી" (એક શૂન્યવાદી સિદ્ધાંત) માં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો અને સમ્રાટ અશોકનો પણ ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોતે બૌદ્ધ ધર્મમાં અપનાવ્યો હતો.[૧][૨][૧૨]
કૌટિલ્ય અનુસાર, સુરાષ્ટ્રના ક્ષત્રિયો અને વૈશ્યો વિવિધ શ્રેણીઓ - "નિગમો અથવા સંઘ"માં વહૅંચાયેલા હતા. શ્રેણીઓ અનુક્રમે "હથિયારોના ધારણ કરવા" અથવા "કૃષિ, પશુપાલન અને વેપાર"ને આધારીત હતી.[૧][૨][૧૩]
ઇન્ડો-ગ્રીક
[ફેરફાર કરો]બરુગાઝા (ભરુચ) બંદર પર ગ્રીક વેપારીઓની હાજરી હતી, પરંતુ ઈન્ડો-ગ્રીક સામ્રાજ્ય દ્વારા ગુજરાત પર શાસન હતું કે નહીં તે વિષે ઇતિહાસકારો શંકા ધરાવે છે.[૧][૨][૩][૧૪]
- ↑ "History of Gujarat". મૂળ માંથી 2022-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2025-07-03.
Gujarat : The State took its name from the Gujara, the land of the Gujjars, who ruled the area during the 700's and 800's.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Modern Gujarat". Mapsofindia.com. મૂળ માંથી 4 February 2022 પર સંગ્રહિત. મેળવેલ 16 July 2010.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Frederick Everard Zeuner (1950). Stone Age and Pleistocene Chronology in Gujarat. Deccan College, Postgraduate and Research Institute.
- ↑ Malik, S. C. (1966). "The Late Stone Age Industries from Excavated Sites in Gujarat, India". Artibus Asiae. 28 (2/3): 162–174. doi:10.2307/3249352. JSTOR 3249352.
- ↑ Raj Pruthi (1 January 2004). Prehistory and Harappan Civilization. APH Publishing. p. 104. ISBN 978-81-7648-581-4.
{{cite book}}: Check date values in:|date=(મદદ) - ↑ K., Krishnan; S. V., Rajesh (2015). Dr., Shakirullah; Young, Ruth (સંપાદકો). "Scenario of Chalcolithic Site Surveys in Gujarat". Pakistan Heritage (અંગ્રેજીમાં). 7: 1–34 – Academia.edu દ્વારા.
- ↑ Thapar, Romila (2004). Early India: From the Origins to AD 1300. University of California Press. p. 78.
- ↑ Witzel, Michael (2019). "Early 'Aryans' and their neighbors outside and inside India". Journal of Biosciences. 44 (3): 5. doi:10.1007/s12038-019-9881-7. PMID 31389347.
- 1 2 F. R. Allchin; George Erdosy (7 September 1995). The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States. Cambridge University Press. p. 20. ISBN 978-0-521-37695-2.
{{cite book}}: Check date values in:|date=(મદદ) - ↑ Kumaran, R. N. (2014). "Second urbanization in Gujarat". Current Science. 107 (4): 580–588. ISSN 0011-3891. JSTOR 24103529.
- ↑ Sankalia 1949.
- ↑ Fuller, Paul (2005). The Notion of Diṭṭhi in Theravāda Buddhism: the Point of View. RoutledgeCurzon. p. 16.
- ↑ Sircar, D. C. (1966). Indian Epigraphical Glossary. Motilal Banarsidass. p. 316.
- ↑ Bhandarkar, Ramkrishna Gopal (1896). Campbell, James M. (સંપાદક). "Early History of the Dakhan Down to the Mahomedan Conquest". Gazetter of the Bombay Presidency: History of the Konkan Dakhan and Southern Maratha Country. I (II). Government Central Press: 174.