ગુજરાતી-વિરોધી લાગણીઓ
ગુજરાતી-વિરોધી લાગણીઓ ગુજરાતી લોકોના વિરોધની લાગણીઓ સૂચવે છે. ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ અને શિવસેના જેવાં સંગઠનોએ આ લાગણીઓ ભડકાવી હતી;[૧][૨] શિવસેનાએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ પૂર્વે અને તે પછી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા આ ભાવનાઓ ભડકાવવા પ્રયત્ન કર્યો હતો.[૩][૪][૫]
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આ લાગણીઓ ભડકાવે છે.[૬] ૨૦મી સદીમાં ભારત બહાર ફીજી જેવા દેશમાં પણ આ લાગણીઓ જોવા મળી હતી.[૭]
ઇતિહાસ
[ફેરફાર કરો]ભારતમાં જ્યારે દ્વિભાષી મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે મરાઠીભાષી મહારાષ્ટ્ર બનાવવા માટે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ તરફથી અને ગુજરાતીભાષી ગુજરાત બનાવવા માટે મહાગુજરાત પરિષદ તરફથી આંદોલનો થયાં હતાં. ૧૯૫૬માં મુંબઈમાં ગુજરાતી-વિરોધી રમખાણો થયાં હતાં જેમાં જાનમાલનું નુકસાન થયું હતું;[૮][૯] આંદોલન વખતે સમિતિ અને ત્યારબાદ શિવસેના જેવાં સંગઠનોએ આ લાગણીઓ ભડકાવી હતી.[૨]
૨૦૧૩માં કેન્દ્ર સરકાર દ્વારા યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં નિબંધ લખવા હિંદી અને અંગ્રેજી ભાષા ફરજિયાત કરવામાં આવી, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પગલાને "ગુજરાતી-વિરોધી" ગણાવ્યું હતું.[૧૦] ૨૦૧૪માં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈની જાહેર પરિવહનની બસો પર ગુજરાતી છાપા સંદેશની જાહેરાતોનો વિરોધ કર્યો હતો અને તેને નીચે ઉતારી કાઢી હતી.[૧૧][૧૨] આ પગલાને મુંબઈના ગુજરાતીઓએ "પોલિટીકલ સ્ટંટ" અને કૉંગ્રેસે "ગુજરાત-વિરોધી" ગણાવી નરેન્દ્ર મોદીના "મૌન" પર પ્રશ્ન કર્યો હતો.[૬][૧૩]
૨૦૧૮માં, મુંબઈ અને પાલઘર જિલ્લામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ એવાં ખાનગી ઉદ્યોગો પર હુમલો કર્યો હતો કે જેમણે ગુજરાતી ભાષાનાં પોસ્ટરો લગાવ્યાં હતાં.[૧૪] તોડફોડ કરવાની સાથે તેમણે ગુજરાત-વિરોધી નારાઓ લગાવ્યા હતા.[૧૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Ashraf, Ajaz. "The Shiv Sena's enemies are Modi-Shah, not the BJP: Kumar Ketkar, Congress MP". The Caravan (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-02.
- ↑ ૨.૦ ૨.૧ Katzenstein, Mary Fainsod; Katzenstein, Mary J. (1979). Ethnicity and Equality: The Shiv Sena Party and Preferential Policies in Bombay (અંગ્રેજીમાં). Cornell University Press. ISBN 978-0-8014-1205-9.
- ↑ Benedict, Kay (2015-10-17). "Shiv Sena Trying to Revive Anti-Gujarati Sentiment to Counter BJP?". TheQuint (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-02.
- ↑ "Thackeray vs Thackeray: who will make history, who will become history". Hindustan Times (અંગ્રેજીમાં). 2014-05-13. મેળવેલ 2021-05-02.
- ↑ "Anti-Gujarat, Anti-Gujarati politics continuing in Mumbai". DeshGujarat (અંગ્રેજીમાં). 2014-11-29. મેળવેલ 2021-05-03.
- ↑ ૬.૦ ૬.૧ "Cong Questions Modi's 'Silence' on Anti-Gujarati Drive by MNS". Outlook. મેળવેલ 2021-05-03.
- ↑ Norton, Robert Edward (1977). Race and Politics in Fiji (અંગ્રેજીમાં). University of Queensland Press. ISBN 978-0-7022-1431-8.
- ↑ PH.D, Associate Professor of History Ravi Kalia; Kalia, Ravi (2004). Gandhinagar: Building National Identity in Postcolonial India (અંગ્રેજીમાં). Univ of South Carolina Press. પૃષ્ઠ ૨૮. ISBN 978-1-57003-544-9.
- ↑ સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ (1995). Gujarat: A Political Analysis (અંગ્રેજીમાં). Centre for Social Studies.
- ↑ "Modi slams changes in UPSC exam, alleges anti-Gujarati bias". Hindustan Times (અંગ્રેજીમાં). 2013-03-15. મેળવેલ 2021-05-03.
- ↑ "MNS Objects to Gujarati Newspaper Advertisement on BEST Buses". NDTV.com. મેળવેલ 2021-05-03.
- ↑ "MNS Objects to Gujarati Newspaper Ad on BEST Buses". Outlook. મેળવેલ 2021-05-03.
- ↑ Desai, Geeta (2014-05-10). "Attack on 'Sandesh' a political stunt, say leading Gujaratis". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-03.
- ↑ "Now, Raj Thackeray's MNS targets Gujaratis, workers attack restaurants, businesses sporting Gujarati signboards". The Financial Express (અંગ્રેજીમાં). 2018-03-19. મેળવેલ 2021-05-03.
- ↑ "MNS workers target Gujarati signboards at shops in Thane". The Economic Times. મેળવેલ 2021-05-03.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |