ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી

વિકિપીડિયામાંથી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST-ગુજકોસ્ટ) ભારત દેશના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત એક સંસ્થા છે. આ સંસ્થા સાથે રાજ્યનાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રો સંલગ્ન છે. આમ આ સંસ્થાનો વ્યાપ રાજ્યભરમાં છે. સંલગ્ન લોકવિજ્ઞાન કેન્દ્રો દ્વારા રાજ્યની વિકાસ પ્રક્રિયામાં સાયન્સ અને ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેટલોક ઉત્પ્રેરક ભૂમિકા ભજવવા માટે, સપ્ટેમ્બર ૧૯૮૬ના સમયમાં આ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિઓને અનુરુપ અને સુસંગત ટેકનોલોજી વિકસાવવા માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. કાઉન્સિલ વિકાસકર્તાઓ અને ટેક્નોલોજીના વપરાશકર્તાઓ વચ્ચે ઉદ્દીપકનું કાર્ય કરી રહેલ છે. આ કાઉન્સિલ વૈજ્ઞાનિકો અને ઇજનેરોને તાલીમ આપવા માટે અને અન્ય બાબતોની નીતિ ઘડવૈયાઓ તેમજ સંચાલકોને તાલીમ આપવા માટે એક સામાન્ય મંચ પર લાવે છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Introduction". GUJCOST, Department of Science & Technology, Gujarat. મૂળ માંથી 2020-05-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૮.