ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨
ભારત
← ૨૦૦૭ ૧૩ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨ ૨૦૧૭ →

ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠકો
૯૨ seats needed for a majority
  First party Second party
  PM Modi 2015.jpg
Leader નરેન્દ્ર મોદી શક્તિસિંહ ગોહિલ
Party બીજેપી કોંગ્રેસ
Leader since ૨૦૦૧ ૨૦૦૭
Leader's seat મણીનગર ભાવનગર
Last election ૧૧૭ બેઠકો, ૪૯.૧૨% ૫૯ બેઠકો, ૩૮%

Gujarat Election 2012.png

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ ભારત દેશના ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં યોજાઈ ગઈ: ૧૩ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨. મતોની ગણતરી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ થઈ હતી.

આ ચૂંટણીમાં ગુજરાતના લોકોએ ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યો ચૂંટયા.[૧]

આ ચૂંટણીમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા[૨]. તેઓ ૨૦૦૨થી સત્તા પર છે અને આ તેમની ચોથી મુદત છે.[૩] વિપક્ષ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હતા.

ગુજરાતની ચૂંટણીની તબક્કાવાર સ્થિતિ[ફેરફાર કરો]

પહેલો તબક્કો[ફેરફાર કરો]

પહેલા તબક્કાની ચૂંટણી ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજવામા આવી હતી. જેમાં ભૂતકાળ કરતાં સૌંથી વધુ ૭૦.૭૫% મતદાન કરવામાં આવ્યું હતું. સવારના ત્રણ ક્લાક સુધીમાં ૧૮% જેટલુ અને બપોરના ૧ વાગ્યાં સુધીમા ૩૮% જેટલુ મતદાન થઈ ગયું હતું. બપોરના ૩ વાગ્યે ટકાવારી ૫૩% સુધી પહોચી ગઇ હતી અને તે અંતે ૭૦.૭૫% એ પહોચી હતી.[૪][૫]

વિષય આંકડાકીય માહિતી
મતદાનની ટકાવારી ૭૦.૭૫%
મતવિસ્તારો ૮૭
જિલ્લાવાર સૌરાષ્ટ્ર : ૭ જિલ્લા : ૪૮ બેઠકો

દક્ષિણ ગુજરાત : ૭ જિલ્લા : ૩૫ બેઠકો
અમદાવાદ ગ્રામ્ય : ૧ જિલ્લાનો આંશિક ભાગ : ૪ બેઠકો

કુલ મતદારો ૧,૮૧,૮૬,૦૪૫
ઉમેદવારો ૪૭ મહિલાઓ સહીત ૮૪૬ ઉમેદવારો
મતદાન મથકની સંખ્યા ૨૧,૨૬૮
આઇડી કાર્ડનું વહેચણી ૯૯.૬૫% મતદારો
ફોટોવાળી મતદાન પાવતીની વહેચણી ૯૯.૫૩% મતદારો
ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીનની સંખ્યા ૨૫,૦૦૦
ઈવીએમમાં ભૂલની ટકાવારી ૦.૦૧%
નોંધ શાંતિપૂર્ણ મતદાન.
જૂનાગઢ અને સુરેન્દ્રનગરના બે ગામ દ્વારા મતદાનનો બહિષ્કાર

જિલ્લા અનુસાર મતદાનની વિગતો[ફેરફાર કરો]

સૌરાષ્ટ્ર[ફેરફાર કરો]

જિલ્લો ટકાવારી
પોરબંદર ૬૬.૩૯%
અમરેલી ૬૭.૨૧%
જામનગર ૬૮.૪૮%
ભાવનગર ૬૯.૧૧%
જુનાગઢ ૬૯.૭૧
સુરેન્દ્રનગર ૬૯.૭૯%
રાજકોટ ૭૧.૦૧%

ગ્રામ્ય અમદાવાદ[ફેરફાર કરો]

જિલ્લો ટકાવારી
અમદાવાદ ગ્રામ્ય
સાણંદ
વિરમગામ
ધોળકા
ધંધુકા
૬૮.૪૧%

દક્ષિણ ગુજરાત[ફેરફાર કરો]

જિલ્લો ટકાવારી
ડાંગ ૬૮.૭૬%
સુરત ૬૯.૫૮%
વલસાડ ૭૩.૫૯%
ભરૂચ ૭૫.૧૧%
નવસારી ૭૫.૫૯%
તાપી ૮૦.૪૩%
નર્મદા ૮૨.૨૧%

ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લી ચાર ચૂંટણીથી(૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭) સરેરાશ મતદાન ૬૪.૩૯%(૧૯૯૫ માં) થી નીચે આવીને ૫૯.૭૭%(૨૦૦૭ માં) રહ્યું હતું .[૬] [૭]

બીજો તબક્કો[ફેરફાર કરો]

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨નો બીજો તબક્કામાં પણ મોટા પ્રમાણમાં મતદાનનું વલણ ચાલુ રહ્યું અને મતદાન ૭૧.૮૫% જેટલું થયું. પ્રથમ તબક્કાના ૭૦.૭૫%ના વિક્રમિ મતદાન બાદ, ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજાયેલ બીજા તબક્કામાં અનેક મહત્ત્વનાં વલણો દેખાયાં, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને કેટલાક ખરાબ સ્વાસ્થ્ય ધરાવતા મતદારોએ પણ ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક મતદાન કર્યું.

પ્રથમ તબક્કામાં મતદાન દિવસના અંતિમ કલાકોમાં મોટા પ્રમાણમાં મતદારો મતદાન કરવા આવ્યા હતા આ ચલણ બીજા તબક્કામાં થોડું બદલાયું હતું અને બપોરે એક વાગ્યા સુધીમાં જ મોટા પ્રમાણમાં મતદાન નોંધાયું હતું.

બીજા તબક્કામાં જિલ્લાવાર મતદાનની વિગતો[ફેરફાર કરો]

અમદાવાદ[ફેરફાર કરો]

જિલ્લો મતદાનની ટકાવારી
અમદાવાદ ૭૦.૧૦%

કચ્છ[ફેરફાર કરો]

જિલ્લો મતદાનની ટકાવારી
કચ્છ ૬૭.૭૭%

મધ્ય ગુજરાત[ફેરફાર કરો]

જિલ્લો મતદાનની ટકાવારી
આણંદ ૭૪.૮૯%
ખેડા ૭૨.૧૭%
વડોદરા ૭૨.૨૭%
પંચમહાલ ૭૧.૪૮%
દાહોદ ૬૮.૪૮%

ઉત્તર ગુજરાત[ફેરફાર કરો]

જિલ્લો મતદાનની ટકાવારી
ગાંધીનગર ૭૪.૪૫%
બનાસકાંઠા ૭૪.૮૯%
સાબરકાંઠા ૭૫.૫૬%
મહેસાણા ૭૩.૬૪%
પાટણ ૭૦.૯૨%

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૧૨માં બીજા તબક્કાના ૭૧.૮૫%ના મતદાન અને પ્રથમ તબક્કાના ૭૦.૭૫%ના મતદાન સાથે કુલ આખરી મતદાન ૭૧.૩૨% થયું હતું.[૮]


૧૯૮૦થી ૨૦૧૨ દરમ્યાનની ગુજરાત વિધાનસભા ચૂંટણીના આંકડાઓ[ફેરફાર કરો]

વર્ષ ૧૯૮૦ ૧૯૯૦ ૧૯૯૫ ૧૯૯૮ ૨૦૦૨ ૨૦૦૭ ૨૦૧૨
મતાધિકાર ધરાવનારા ૧૬,૫૦૧,૩૨૮ ૨૪,૮૨૦,૩૭૯ ૨૯,૦૩૧,૧૮૪ ૨૮,૭૭૪,૪૪૩ ૩૩,૨૩૮,૧૯૬ ૩૬,૫૯૩,૦૯૦ ૩૮,૦૭૭,૪૫૪
મતદાતાઓ ૭,૯૮૧,૯૯૫ ૧૨,૯૫૫,૨૨૧ ૧૮,૬૮૬,૭૫૭ ૧૭,૦૬૩,૧૬૦ ૨૦,૪૫૫,૧૬૬ ૨૧,૮૭૩,૩૭૭ ૨૭,૧૫૮,૬૨૬
ટકાવારી ૪૮.૩૭% ૫૨.૨૦% ૬૪.૩૯% ૫૯.૩૦% ૬૧.૫૪ ૫૯.૭૭% ૭૧.૩૨%

તેથી, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨માં ૭૧.૩૨% મતદાન થયું અને ૧૯૮૦થી શરૂ કરીને પાછલી છ વિધાનસભાની ચૂંટણીની આંકડાકીય માહિતી જોતાં જણાય છે કે તેમાં મોટા પ્રમાણમાં ફેરફારો નોંધાયા. એકંદરે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ એ ચૂંટણી પંચ અને જવાબદાર સરકારી એકમો, કર્મચારીઓ અને તંત્ર દ્વારા ખૂબ જ સફળ રીતે પૂર્ણ કરવામાં આવી.

ચૂંટણી પંચ દ્વારા ચલાવાયેલ મતદાન હક્ક અંગેના જાગૃતિ અભિયાન અને તેમના દ્વારા મતદારોને અપાયેલ ફોટો ઓળખ કાર્ડે વધુ પ્રમાણમાં મતદાન થવામાં સારી ભૂમિકા ભજવી. એ નોંધવાલાયક છે કે દેશની અન્ય ચૂંટણીઓ કે જેમાં ઉમેદવાર અથવા રાજકીય પક્ષો મતદારોને મતદાન કરવા સક્રિય રહેતા હોય છે જ્યારે ગુજરાત રાજ્યમાં મતદારો પોતાની જાતે જ મતદાન કરવા આવી રહ્યા હોવાનું વલણ કેટલીક ભૂતકાળની ચૂંટણીથી જોવા મળી રહ્યું છે.

પરિણામ[ફેરફાર કરો]

મતગણતરી સમગ્ર ગુજરાતમાં એકસાથે દરેક જિલ્લાનાં ચોક્કસ સ્થળોએ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ સવારે આઠ વાગ્યે શરૂ થઈ અને સાંજ પહેલાં પૂર્ણ કરવામાં આવી. પરિણામો નીચે મુજબ છે.

 • કુલ બેઠકો: ૧૮૨
 • પરિણામ જાહેર: ૧૮૨[૯][૧૦]
રાજકીય દળ જીતેલી બેઠકો
ભાજપ (ભારતીય જનતા પાર્ટી) ૧૧૫
કોંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) ૬૧
જીપીપી (ગુજરાત પરિવર્તન પાર્ટી)
એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)
જેડી (યુ) (જનતા દળ (યુનાઈટેડ))
અપક્ષ

ભાજપ ૧૬ બેઠકો પર ૨% કરતાં ઓછા અંતરથી હારી.[૧૧] કોંગ્રેસ ૪૬% બેઠકો પર ૫% કરતાં ઓછા અંતરથી જીત્યું.[૧૨]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Two-phase Assembly polls in Gujarat". The Hindu. New Delhi. Press Trust of India. 3 October 2012. Retrieved 3 October 2012. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. હિમાંશુ દરજી / કેયૂર ધનદેવ (ડિસેમ્બર ૨૬, ૨૦૧૨). "મોદી આજે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે". સમાચાર. ઇકોનોમિક ટાઇમ્સ, ગુજરાતી. Retrieved 2013-06-03. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. Singh, Manisha (૩ ઓક્ટોબર ૨૦૧૨). "Gujarat Assembly Elections 2012: The countdown begins". Zee News. Retrieved October 4, 2012. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. "Historically high polling". Desh Gujarat, Regional Portal. 13 December 2012. Retrieved ૧૩ ડિસેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 5. "Record voting turnout". Sandesh, Newspaper. 13 December 2012. Retrieved ૧૩ ડિસેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "Analysis of Compulsory Voting in Gujarat" (PDF). Research Foundation for Governance in India. Retrieved 13 December 2012. Check date values in: |accessdate= (મદદ)
 7. "70.75% turnout in first phase of Gujarat polls". The Economic Times. Retrieved 15 December 2012. Check date values in: |accessdate= (મદદ)
 8. "Record voter turnout in Gujarat - 71.32%". Zee News. Retrieved 18 December 2012. Check date values in: |accessdate= (મદદ)
 9. "Gujarat Assembly Election 2012, Live poll Results update". Aaj Tak. Retrieved ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 10. "Partywise Results". Election Commission of India. Retrieved ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 11. "Lowest Margin". Election Commission of India. Retrieved ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ).
 12. "Close Contest". Election Commission of India. Retrieved ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)