ગોદાવરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગોદાવરી

ગોદાવરી દક્ષિણ ભારતની એક પ્રમુખ નદી છે. આ નદીનું ઉદ્ગમસ્થાન પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબક પર્વતમાં આવેલું છે. ગોદાવરી નદીની લંબાઇ આશરે ૧૪૫૦ કિલોમીટર જેટલી છે. આ નદીનો પટ ઘણો જ વિશાળ છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજિરા નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાંથી પસાર થઇ રાજહમુન્દ્રી શહેરની નજીક બંગાળના અખાતમાં મળી જાય છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "River Godavari". rainwaterharvesting.org. મેળવેલ ૧૨ નવેમ્બર ૨૦૦૬.