ગોલા નદી, ઉત્તરાખંડ

વિકિપીડિયામાંથી
ગોલા નદી
નદી
ગૌણ સ્ત્રોત
 - સ્થાન હિમાલયનો તરાઈ પ્રદેશ
લંબાઈ ૫૭૮[૧] km (સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "" નો ઉપયોગ. mi)

ગોલા નદી (અંગ્રેજી: Gola River) ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલયના નિચાણવાળા ભાગમાં વહેતી એક નદી છે. તે મુખ્યત્વે એક વસંત ઋતુમાં વહેતી નદી છે. આ નદી હલ્દ્‌વાની અને કાઠગોદામ શહેર માટે મુખ્ય પાણી સ્ત્રોત છે. આ નદી પર એક સુંદર બંધ કાઠગોદામ નજીક અસ્તિત્વમાં છે.

આ નદી પર હલ્દ્‌વાની અને કાઠગોદામ વિસ્તાર માટે પુલ બાંધવાનું કાર્ય લાંબા સમય માટે વિવાદાસ્પદ રહ્યું છે. આ વિકાસકાર્ય વિવાદાસ્પદ રહેવાનું કારણ ગેરકાયદે ખાણકામ છે.[૨] સરકાર દુરથી સંચાલન કરી શકાય (રીમોટ સેન્સર) તેવાં ચોરી વિરોધી ઉપકરણો સ્થાપિત કરવા માટે યોજના કરી રહી છે.[૩]

આ નદીના ખીણ પ્રદેશમાં સતત ધોવાણના કારણે તરાઈ વન વિસ્તારમાં રહેતા વાઘ અને હાથીઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયેલ છે.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Evaluation of Gola River annual discharge: An Experience of Spring Fed Siwalik Mountain River
  2. Strike for mining on Gola river brings life to halt
  3. Remote censor anti-theft devices to be installed
  4. "Lost Corridor: The tragedy of the Gola River". મૂળ માંથી 2011-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-12.

29°02′N 79°34′E / 29.033°N 79.567°E / 29.033; 79.567