ગૌરવ પથ
ગૌરવ પથ, ભારતના સુરત ખાતે આવેલ પિપલોદ વિસ્તારનો એક્સપ્રેસ-વે છે. સુરત શહેરને તેના એરપોર્ટ, મગદલા બંદર અને ડુમસ ગામ સાથે જોડવાની યોજનાના ભાગ રૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્સ્તાની ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું હતું. આ એક્સપ્રેસવે અગાઉ સુરત-ડુમાસ રોડ તરીકે વિદ્યમાન હતો. ભારતમાં ટાઉન અને સિટી પ્લાનિંગના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનો તે એક છે.[સંદર્ભ આપો]
આ એક્સપ્રેસવેમાં પ્રત્યેક દિશામાં ત્રણ મુખ્ય માર્ગો અને બે સહાયક માર્ગો છે. આ માર્ગથી બહાર નીકળવાના માત્ર બે નિકાસ છે, એક પિપલોદના કારગિલ ચોક પાસે અને બીજું ઇચ્છાનાથ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલૉજી સર્ક્લ આગળ. તેને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર બનાવવામાં આવ્યો છે.
આ રસ્તાની બન્ને બાજુએ પ્રકાશિત બસ સ્ટોપ છે. અહીં પહોળી ફૂટપાથ પરથી પહોંચી શકાય છે. આ ફૂટ પાથો એક્સપ્રેસવે અને સહાયક રસ્તાઓથી જુદાપા પાડે છે.
રસ્તામાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત રોબોટિક શેરી સફાઈ વ્યવસ્થા પણ છે.
પ્રારંભિક બિંદુ
[ફેરફાર કરો]પારલે-પોઇન્ટ - એક્સપ્રેસવેની વાસ્તવિક પહોળાઈ સિમંધર એપાર્ટમેન્ટથી શરૂ થાય છે
ટ્રાફિક વર્તુળો
[ફેરફાર કરો]- SVNIT સર્કલ (ઇચ્છાનાથ સર્કલ)
- કારગીલ ચોક (અગાઉ પિપલોદ સર્કલ તરીકે ઓળખાતું હતું)
શૈક્ષણિક સંસ્થાઓ
[ફેરફાર કરો]સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલૉજી, કેન્દ્રીય વિદ્યાલય સુરત નં. ૧, શારદાતીન હાઇસ્કૂલ, લેન્સર આર્મી સ્કૂલ
મલ્ટિપ્લેક્સ, મોલ્સ, રેસ્ટોરાં અને મનોરંજક સ્થાનો
[ફેરફાર કરો]લેકવ્યૂ ગાર્ડન, ફ્લોરલ ગાર્ડન, લેકવ્યુઅર રેસ્ટોરેન્ટ, નેસ્ફેફ કૉફી બાર, રાજહંસ સિનેમા, વેલેન્ટાઇન મલ્ટિપ્લેક્સ, બિગ બઝાર, ઇસ્કોન મૉલ, આઇરિશ મોલમાં સુરત સેન્ટ્રલ, લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ વી.આર. (વર્ચ્યુઅસ રીટેલર્સ) મોલ, રાહુલ રાજ મોલ, યોકો સિઝલર્સ અને ક્રોમા રિપલ મોલ ખાતે, વિજય સેલ્સ (ઇલેક્ટ્રોનિક્સ મોલ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંગ્રહિત ૨૦૦૮-૦૫-૨૨ ના રોજ વેબેક મશિન
- જેએનએનયુઆરએમ પીડીએફ[હંમેશ માટે મૃત કડી]