ઘોડબંદર કિલ્લો, થાણા

વિકિપીડિયામાંથી
ઘોડબંદર કિલ્લો
घोडबंदर किल्ला
ઘોડબંદર, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર
ઘોડબંદર કિલ્લાનો વાડો
ઘોડબંદર કિલ્લો is located in મુંબઈ
ઘોડબંદર કિલ્લો
ઘોડબંદર કિલ્લો
ઘોડબંદર કિલ્લો (મુંબઈ)
અક્ષાંશ-રેખાંશ19°17′46″N 72°53′18″E / 19.2962°N 72.8883°E / 19.2962; 72.8883
પ્રકારકિલ્લો
સ્થળની માહિતી
આધિપત્યભારત, મહારાષ્ટ્ર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થળ ઈતિહાસ
બાંધકામc.૧૫૫૦-૧૭૩૦
બાંધકામ કરનારપોર્ટુગીઝ
ઘોડબંદર કિલ્લાનો ઝરુખો તથા દિવાલો

ઘોડબંદર કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના થાણા નજીક દરિયાકિનારે આવેલો એક પ્રાચીન કિલ્લો છે. એક સમયે આ કિલ્લાનું નામ (પોર્ટુગલ નામ) 'કાકાબે ડે તાના' (Cacabe de Tanna) હતું. આ કિલ્લાની એક તરફ વસઇની ખાડી અને બીજી તરફ થાણાની ખાડી આવેલી છે. અરબી સમુદ્રમાં ખાડીને કિનારે બાંધવામાં આવેલા આ કિલ્લાની નીચેના ભાગમાં આવેલા બંદર પરથી અરેબીયન ઘોડાઓનો વેપાર થતો હોવાને કારણે આ કિલ્લો ઘોડબંદર કિલ્લા તરીકે પ્રખ્યાત થયો.

વ્યુહાત્મક રીતે મહત્વનું સ્થળ એવા આ કિલ્લાનું નિર્માણ ઇ. સ. ૧૭૩૦માં થયું હોવાનું માનવામાં આવે છે. આ કિલ્લા પર પ્રથમ મરાઠાઓ, પોર્ટુગીઝો અને છેલ્લે બ્રિટિશરોનો કબજો રહ્યો હતો. ઇ.સ. ૧૮૧૮માં આ કિલ્લો બ્રિટિશરોના કબ્જામાં આવ્યો.[૧] ઇ.સ. ૧૮૬૦ સુધી જિલ્લા કલેક્ટર કચેરી આ કિલ્લામાં હતી. ભારત દેશ આઝાદ થયા બાદ આ કિલ્લો ભારત સરકારના કબજામાં આવ્યો.

થાણાથી ઘોડબંદર રોડ જતાં ચેના બ્રીજ તરફ આ કિલ્લો નજરે પડે છે. આ કિલ્લામાં એક પોર્ટુગલી ચર્ચ[૨] અને એક વિશાળ કદનો ચોરસ આકારનો પાણીનો હોજ બાંધવામાં આવ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Rao, Shilpa (૧૭ મે ૨૦૦૭). "History becomes mystery". મૂળ માંથી ૮ ઓગસ્ટ ૨૦૦૭ પર સંગ્રહિત.
  2. Karkari, R.P. (૨૦૦૮). The Charm of Bombay. READ BOOKS. પૃષ્ઠ ૪૨૩. ISBN 1409792943. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૦૯.