દેવીસૂક્ત (ચંડીપાઠ)

દેવીસૂક્તમ્, ચંડીપાઠ કે પછી તંત્રોક્તદેવીસૂક્તમ્, જેને લોકપ્રિય રીતે દુર્ગાસપ્તશતી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ એક સ્તોત્ર છે જે દેવીમાહાત્મ્યના ૫મા પ્રકરણમાં જોવા મળે છે. દેવી માહાત્મ્ય માર્કંડેય પુરાણના સાવર્ણિકમન્વન્તરના ૭૭-૯૦મા પ્રકરણોમાં આવેલું છે.[૧]
દેવીસૂક્તમ ઉગ્ર દેવી (દેવી ચંડી અથવા દુર્ગા)ના ઉદ્દેશ્યપૂર્ણ અને વ્યક્તિલક્ષી પાસાંઓમાં અનેકવિધ અભિવ્યક્તિઓની પ્રશંસા કરે છે. આ સ્તોત્ર ખૂબ જ લોકપ્રિય છે અને સમગ્ર ભારતમાં દેવી મંદિરોમાં દરરોજ સવારે અને સાંજે ધાર્મિક પૂજા દરમિયાન તેનો જાપ કરવામાં આવે છે.આસો નવરાત્રિ (શારદીય નવરાત્રિ) અને વસંત નવરાત્રિ દરમિયાન તેનો પાઠ કરવામાં આવે છે.
દેવીસૂક્તમ્ ખાસ કરીને પૌરાણિક અને તાંત્રિક પરંપરાઓ સાથે સંબંધિત છે. તેથી આ સ્તોત્ર ઋગ્વેદના ૧૦મા મંડળમાં જોવા મળતા દેવીસૂક્તથી અલગ છે.
માહિતી
[ફેરફાર કરો]પ્રસ્તાવના
[ફેરફાર કરો]દેવીસૂક્તમ્ દેવીમાહાત્મ્યના પાંચમા પ્રકરણમાં આવે છે. અગાઉના ચોથા પ્રકરણમાં દેવી દુર્ગા મહિષાસુર રાક્ષસને મારીને દેવતાઓને ખાતરી આપે છે કે જો તેઓ પર ભવિષ્યમાં પણ મુશ્કેલીમાં આવશે તો તેણી તેમને મદદ કરશે.
થોડા સમય પછી બે અસુર ભાઈઓ શુભ અને નિશુંભ ત્રણે લોકને રંજાડે છે. તેઓ સૂર્ય, ચંદ્ર, કુબેર, યમ, વરુણા, અગ્નિ, વાયુ અને અન્ય દેવતાઓની સત્તામાં દખલઅંદાજી કરે છે, અને પોતાની જાતને તેમના સ્થાને સ્થાપિત કરે છે. પરાજિત થયા પછી દેવતાઓ તેમની શક્તિ, સત્તા અને સન્માન ગુમાવે છે. તેથી તેઓ દેવીને યાદ કરે છે. આ સમયે દેવતાઓ તેમની મુશ્કેલીઓથી મુક્ત કરવાની દેવીની ખાતરીને યાદ કરે છે. તેઓ તેણીની મદદ માટે પ્રાર્થના કરવાનું નક્કી કરે છે અને હિમાલય પહોંચે છે. ત્યાં ભેગા થયા પછી, તેઓ દેવી(કે જેમને અપરાજિતા કે વિષ્ણુમાયા પણ કહેવાય છે)ની પ્રશસ્તિ કરવાનું શરૂ કરે છે.
લખાણ
[ફેરફાર કરો]देवीसूक्तम
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः । नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मताम् ॥१॥
रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः । ज्योत्स्नायै चेन्दुरुपिण्यै सुखायै सततं नमः ॥२॥
कल्याण्यै प्रणतां वृध्दै सिध्दयै कुर्मो नमो नमः । नैऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नमः ॥३॥
दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै । ख्यातै तथैव कृष्णायै धूम्रायै सततं नमः ॥४॥
अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः । नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः ॥५॥
या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥६॥
या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥७॥
या देवी सर्वभूतेषु बुध्दिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥८॥
या देवी सर्वभूतेषु निद्रारुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥९॥
या देवी सर्वभूतेषु क्षुधारुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१०॥
या देवी सर्वभूतेषु छायारुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥११॥
या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१२॥
या देवी सर्वभूतेषु तृष्णारुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१३॥
या देवी सर्वभूतेषु क्षान्तिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१४॥
या देवी सर्वभूतेषु जातिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१५॥
या देवी सर्वभूतेषु लज्जारुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१६॥
या देवी सर्वभूतेषु शान्तिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१७॥
या देवी सर्वभूतेषु श्रध्दारुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१८॥
या देवी सर्वभूतेषु कान्तिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥१९॥
या देवी सर्वभूतेषु लक्ष्मीरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥२०॥
या देवी सर्वभूतेषु वृत्तिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥२१॥
या देवी सर्वभूतेषु स्मृतिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥२२॥
या देवी सर्वभूतेषु दयारुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥२३॥
या देवी सर्वभूतेषु तुष्टिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥२४॥
या देवी सर्वभूतेषु मातृरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥२५॥
या देवी सर्वभूतेषु भ्रांतिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥२६॥
इंद्रियाणामधिष्ठात्री भूतानां चाखिलेषु या । भूतेषु सततं तस्यै व्याप्तिदेव्यै नमो नमः ॥२७॥
चित्तिरूपेण या कृत्स्नमेतद्व्याप्य स्थिता जगत् । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥२८॥
स्तुता सुरैः पूर्वमभीष्टसंश्रयात्तथा सुरेन्द्रेण दिनेषु सेविता । करोतु सा नः शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापदः ॥२९॥
या सांप्रतं चोध्दतदैत्यतापितैरस्माभिरीशा च सुरैर्नमस्यते । या च तत्क्षणमेव हन्ति नः सर्वापदो भक्ति विनम्रमूर्तिभिः ॥३०॥
गुह्यातिगुह्यगोप्त्री त्वं गृहाणास्तत्कृतं जपम् । सिध्दिर्भवतु मे देवि त्वत्प्रसादान्महेश्वरि ॥३१॥
॥ इति देवीसूक्तम् समाप्तम् ॥
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Patanakar, Chandrashekar Bhat (1954). Mārkaṃḍeyapurāṇa: Shri Panchacharya Electrical Press, Mysore, Karnataka, India. (Published by H.H. Sri Jayachamarajendra Wodeyar Bahadur, King of Mysore, under the Sri Jayachamarajendra Granthamala Series (Vol. No. 57) for free public perusal).