ચરક પૂજા

વિકિપીડિયામાંથી
ચરક પૂજા
Charak Puja - Narna - Howrah 2014-04-14 0411.JPG
હાવડાના નારણા ગામમાં થઈ રહેલી ચરક પૂજાનું એક દૃષ્ય.
બીજું નામનીલ પૂજા
ઉજવવામાં આવે છેહિંદુ
પ્રકારહિંદુ

ચરક પૂજા (જે કડાક અને નીલ પૂજા તરીકે પણ ઓળખાય છે.) એ ભગવાન શિવના સન્માનમાં ઉજવાતો હિંદુ લોકઉત્સવ છે. તે ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળ અને દક્ષિણ બાંગ્લાદેશમાં ચૈત્ર મહિનાના અંતિમ દિવસે મધ્યરાત્રિએ યોજાય છે.

લોકો માને છે કે શિવને સંતોષવાથી આ તહેવાર અગાઉના વર્ષના દુઃખ-દર્દ દૂર કરીને સમૃદ્ધિ લાવશે.

આ તહેવારની તૈયારી સામાન્ય રીતે એક મહિના અગાઉથી શરૂ થાય છે. તહેવારની વ્યવસ્થા ટુકડી ગામથી ગામ સુધી ડાંગર, મીઠું, તેલ, ખાંડ, મધ, પૈસા અને અન્ય વસ્તુઓ ખરીદવા જાય છે. સંક્રાંતિની મધ્યરાત્રિએ ભક્તો શિવની પૂજા કરવા માટે એકઠા થાય છે અને પૂજા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે.

સોફી શાર્લોટ બેલનોસ (૧૭૯૫-૧૮૬૫) દ્વારા બંગાળમાં હિંદુ અને યુરોપિયન રીતભાતની ચિત્રશૈલી દ્વારા ચરક પૂજાનું ચિત્રણ (૧૭૯૫-૧૮૬૫)

તે "હજર્હા પૂજા" તરીકે પણ ઓળખાય છે. મહિલાઓ આ તહેવાર પહેલા ઉપવાસ કરે છે. કેટલીકવાર પુરૂષ ભક્તો તેમની પીઠ પર હૂક લગાવી ઊંચા થાંભલા પરથી ઝૂલતા હોય છે, તો ક્યારેક દોરડાઓ દ્વારા થાંભલા સાથે જોડાયેલા હોય છે.

મહારાષ્ટ્રમાં આ ઉત્સવને 'બગડ' કહેવામાં આવે છે, જ્યારે આંધ્રપ્રદેશના વિઝિઆનગ્રામમાં તેને સિરીમાનુ ઉત્સવમ કહેવામાં આવે છે.

બગડ અને સિરીમાનુ[ફેરફાર કરો]

આંધ્રપ્રદેશના વિઝિઆનગ્રામ ખાતે સિરીમાનુ ઉત્સવ

મહારાષ્ટ્ર (બગડ) અને આંધ્રપ્રદેશ (સિરિમાનુ ઉત્સવ) રાજ્યમાં સ્થાનિક દેવી-દેવતાઓના સન્માનમાં કેટલાક ગામમાં શુભ વૃક્ષની શાખાઓનું વિધિવત પૂજન કરવામાં આવે છે. બગડ એ ચરક પૂજા, ગજાનન (તહેવાર) અથવા મેક્સિકન ડેન્ઝા ડી લોસ વોલાડોર્સ તહેવારની ભારતીય અવધારણા છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]

  • "શંકર લાલ દશ દ્વારા લિખિત જનકથા , ૧૩ એપ્રિલ ૨૦૦૮"