ચર્ચા:ઈંડોનેશિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અહીં લેખ "ઈંડોનેશિયા"ને આ નવું નામ અપાયું છે. કારણ ? અને સંદર્ભ ? અન્ય દરેક ભાષાના વિકિ પર ઈંડોનેશિયા નામ જ છે. તો દેશનું નામ બદલાયું હોવા સંભવ નથી. આ બાબત સમજાણી નહિ. કૃપયા નામ બદલનાર અને અન્ય મિત્રો આ વિષયે જાણકારી આપે. અન્યથા આ નામફેર રદ કરાશે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૫, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

અશોકભાઈ, તમારી સાથે સંપૂર્ણપણૅ સહમત. આ લેખનું નામ સત્વરે ઈંડોનેશિયા પુન:સ્થાપિત કરવું જોઈએ અને રિડાયરેક્ટ રદ કરવું જોઈએ. વ્યક્તિગત વિચારો અને ભાવનાઓને વિકિપીડિયામાં જ નહિ, વિશ્વના કોઈ પણ જ્ઞાનકોશમાં સ્થાન નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)