ચર્ચા:કડાણા
Appearance
માર્ગદર્શન
[ફેરફાર કરો]આ તાલુકો હવે મહિસાગર જિલ્લામાં છે. તમામ ગામોમાં એક સાથે જિલ્લાનું નામ ઝડપથી કઈ રીતે બદલી શકાય એ અંગે માર્ગદર્શન આપશો. ૨૦૧૩માં અસ્તિત્વમાં આવેલા તમામ નવા તાલુકાઓ અને જિલ્લાઓ માટે એ ઉપયોગી થશે.
- મિત્ર આ બાબતમાં કેટલાક પ્રશ્નો છે જેમ કે કેટલાક ગામોને ક્યા જિલ્લામાં રહેવું તે અંગે વિવાદ છે માટે આગામી પંચાયતી ચૂંટણીઓ વખતે જ ૧૦૦% સાચું ચિત્ર સામે આવી શકશે માટે ત્યાં સુધી વિકિ પર ફેરફાર ન કરવા તેવું મારું માનવું છે. બાકી લાગતા વળગતા ગામોમાં જિલ્લાનું નામ બદલવા માટે બોટની મદદ લેવી પડશે જેના માટે તમે ધવલભાઈનો સંપર્ક કરી શકો છો.--Vyom25 (talk) ૧૪:૩૮, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
- વ્યોમજી સાથે સહમત. યોગ્ય સંદર્ભ (અહીં સરકારી સંદર્ભ) પ્રાપ્ત થયે જાણ કરશો એટલે બોટ દ્વારા એકસાથે ફેરફાર કરી શકીશું. આપણે કદાચ પંચાયતી ચૂંટણીઓ થતી જાય તેમ અધિકારીક સંદર્ભો પ્રાપ્ત કરતાં કરતાં આવા ફેરફારો કરતા રહેવા પડશે. આપનું અમુલ્ય યોગદાન મળતું રહે એવી અભયર્થનાસહ: આભાર. (કૃપયા ચર્ચાના પાને લખાણ કર્યા પછી આપની સહી કરવાનું ભુલશો નહીં)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૪, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
- હું પુરી ચોકસાઈ સાથે ચાર તાલુકાનાં ગામો વિશે કહી શકું છું. લુણાવાડા, ખાનપુર તાલુકો, કડાણા અને સંતરામપુર. આ તાલુકાઓની માહિતીમાં દર્શાવેલાં તમામ ગામોમાં જિલ્લા તરીકે મહીસાગર દર્શાવવા માટે રાહ જોવી જોઈએ નહીં. આ માહિતી હું એટલા માટે અધિકૃત કરી શકું છું કારણ કે એ મારો પોતાનો તાલુકો/જીલ્લો છે.--Vimeshpandya (talk)૧૦:૨૪, ૩૦ એપ્રીલ ૨૦૧૫ (IST)
- વિમેશજી, આપની વાત પર અવિશ્વાસને કારણ જ ન હોય, પરંતુ જ્ઞાનકોશને કેટલીક મર્યાદાઓ હોય એનું ધ્યાન રાખવું એ મુદ્દો છે. જેમ કે, "અધિકૃત સંદર્ભ" ક્યાંથી લાવશું ? અને ભારત, ગુજરાતનાં સંદર્ભમાં ગ્રામ કે નગર કે તાલુકા, જિલ્લાના વહીવટી આયોજન બાબતે આપણે (એટલે કે, સરકારે) ’પંચાયતી રાજ’ સ્વીકારેલું છે. આ ભારતની રાજકીય વ્યવસ્થા વિશે છે, અન્ય કોઈ દેશમાં અન્ય વ્યવસ્થા પણ હોઈ શકે. તો આપણે "અધિકૃત" અને "સસંદર્ભ" વિગત ત્યારે જ લીધી કહેવાય જ્યારે સ્વયં વહીવટીતંત્ર દ્વારા, એનાં અધિકૃત દસ્તાવેજો કે વેબસાઈટ્સ પર એનો આધાર પ્રાપ્ત થાય. જિલ્લા, તાલુકા, પંચાયતો વગેરેની પુનઃરચના બાબતે અખબારો કે ખુદ સરકારી લોકો મૌખીક ગમે તે વાત કહે, જ્યાં સુધી તેમના દસ્તાવેજી સુધારા (વેબ કે અન્ય) અલગ જ વાત કહેતા હોય ત્યાં સુધી આપણે "આગોતરો સુધારો" કરી શકીએ નહીં. હા જે તે લેખોમાં, અખબારી કે અન્ય સસંદર્ભ વિગતોના આધારે આ નવરચના થવાની હોવાનો જરૂરી ઉલ્લેખ કરી શકીએ ખરા. (અગાઉ પણ આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ જ છે. છેક ૨૦૧૨ થી ’વાઘ આવ્યો વાઘ’ જેવા હાકલા સાંભળ્યા છે અને હજુ ૨૦૧૫માં પણ એ વાઘ દેખાતો નથી ! જો કે એ હાકલા માત્ર અખબારી કે સનસનાટી પ્રકારના હોય પણ વહીવટીતંત્રને વાસ્તવીક અમલીકરણ કરવામાં બહુ વર્ષો લાગે એ દેખીતું છે, વાંક વહીવટીતંત્રનો નહિ પણ આપણાં "ઉતાવળા સ્વભાવ"નો છે !) ઉદા. તરીકે, આપ જે પંચમહાલ જિલ્લામાંથી અલગ તાલુકા, ગામ થઈ નવા જિલ્લાની નવરચના બાબતે જણાવો છો એ "પંચમહાલ જિલ્લા"ની અધિકૃત વેબસાઈટ (અહીં) પર જ જોઈ લો. એ ઉપરાંત એ જિલ્લાનાં તાલુકા અને ગામોની યાદી (અહીં) પણ જોઈ લો. એ ઉપરાંત ગુજરાત સરકારની પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની વેબસાઈટ પણ જુઓ. ત્યાં હજુ ૨૬ જિલ્લા, ૨૨૩ તાલુકા... દર્શાવાયા છે. એવું પણ નથી કે આ વેબસાઈટ્સ અપડેટ કરાયેલી નથી, ’છેલ્લા સુધારાની તારીખ :17/4/2015’ અને ’30/4/2015’ એવું ત્યાં સ્પષ્ટ જણાવાયું છે. ટુંકમાં, સરકારી ધોરણે સુધારો ન આવે ત્યાં સુધી આપણે સુધારો કરી શકતા નથી. (સરકાર સંલગ્ન આવી બાબતોમાં) સંદર્ભ અને જ્ઞાનકોશની નીતિનો પ્રશ્ન ઉદ્ભવે છે એટલે. એટલે કૃપયા ઉપરોક્ત સાઈટ્સ પર નજર રાખશોજી અને ત્યાં સુધારો મળ્યે આજ્ઞા કરશો એટલે બૉટ દ્વારા એકસાથે આપણે અહીં સુધારાઓ કરી લઈશું. આશા છે હું આપને મુદ્દો સમજાવી શક્યો હોઈશ, છતાં કોઈ અસમંજસ હોય તો જણાવશો, આપણે અન્ય મિત્રોના પણ સલાહ સૂચન લઈશું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૦, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
- તમારી વાત સાથે સહમત. થોભો અને રાહ જુઓ.--Vimeshpandya (talk)૧૩:૦૦, ૦૨ મે ૨૦૧૫ (IST)