ચર્ચા:ગુજરાતના વિરલ વ્યક્તિત્વો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગુજરાતના વિરલ વ્યક્તિત્વો[ફેરફાર કરો]

ગુજરાતી વીકિપીડિયાના તમામ સભ્યો માટે એક નમ્ર નિવેદન છે કે આપણે ગુજરાતના વિવિધ પાસાઓને બખૂબી રીતે વિકીપીડિયાના મંચ પર મૂકવામાં રચ્યા પચ્યા છીએ. એ શ્રેણીમાં ઉમેરો કરવાના પ્રયાસ રુપે તમામ વ્યક્તિત્વોને એક છત્ર હેઠળ આવરી લેવા માટે ગુજરાતના વિરલ વ્યક્તિત્વો નામનું નવું પાનુ તૈયાર કરેલ છે. આ અનુસંધાને વ્યક્તિત્વ શ્રેણીમા સમાવિષ્ટ મહાનુભાવોની ઉપશ્રેણી તૈયાર કરવી જરુરી છે. જ્યાં સુધી ગુજરાતી સાહિત્યકારોની વાત છે ત્યાં સુધી ભાઇ અનંત એ પ્રશંસનીય કામગીરી નિભાવી છે. વિકીપીડિયાના નવા નિશાળીયા તરીકે ગુજરાતી વિકીપીડિયાનું ખાસ ધ્યાન રાખનારા મિત્રો શ્રી અનિકેત, કાર્તિક મિસ્ત્રી, નિઝિલ શાહ તેમજ અનંત રાઠોડ સાથે વિચાર વિમર્શ કર્યા વિના જ આ પાનું પ્રકાશિત કરવા બદલ ક્ષમા ચાહું છુ. જો કે મારો આશય વિકિપીડિયાના લખાણોને અનુક્રમિત કરવાનો જ છે. હું વીકિપીડિયાના પ્રારુપને સમજવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યો છુ. આમ છતાં ક્યાંય પણ કમી, કચાશ કે ક્ષતિ જણાય તો આપશ્રીનું માર્ગદર્શન પીઠબળ પૂરુ પાડનારુ નીવડશે.(Vijay B. Barot (ચર્ચા) ૧૦:૩૮, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST))