ચર્ચા:બાજ (પક્ષી)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અંગ્રજીમાં Hawk અને Falcon એમ બે સ્પષ્ટ પ્રકાર પાડવામાં આવ્યા છે પણ ગુજરાતીમાં બધાને બાજ જ કહે છે જે થોડો ગોટાળો પેદા કરે છે. Hawk અને Falcon એમ બે સ્પષ્ટ પ્રકાર પાંખોની રચના અને ખોરાક માટે ઉડવાની રીત પરથી પડ્યા હોવાનુ કહેવાય છે. hawk પ્રકારના બાજની પાંખો શરીરના પ્રમાણમાં ટૂંકી હોય છે અને ખોરાક શોધવા માંટે ઝાડી-ઝાખરા પર નિચે ઉડી ને તેમાંના પક્ષીઓને ગભરાવી ને જે ઉડે તેના પર તરાપ મારી ને શીકાર કરે છે. પ્રધ્યુમન દેસાઇ Hawkનિ એ પધ્ધત્તિ "જાળા ખંખેરતા ઉડે છે" તેમ લખે છે. જ્યારે falcon પ્રકારના બાજની પાખો શરીરના પ્રમાણમાં લાંબી અને પાંખના છેડે અણી સર્જતી હોય છે. તેમની ઉડાન પણ હવામાં ઉચે હોય છે. અન્ય રીતે જોઇએ તો hawkની પાંખોના અાકારને લીધે તેમણે ઉડવા માટે falconના પ્રમાણમાં પાંખો વધારે વખત ફફડાવવી પડે છે. --210.56.144.237 ૧૨:૫૪, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

વધુ માહિતી બદલ આભાર. જો કે જ્ઞાનકોશ અને પક્ષીવિજ્ઞાન સંદર્ભે ગુજરાતી ભાષામાં પણ અલગ અલગ પ્રજાતિ માટે અલગ ઓળખ છે. માત્ર "બાજ" એ સરળ ઓળખ છે. અંગ્રેજી Hawk એ ઘણાંબધા શિકારી પક્ષીઓના સમુહ માટે વપરાતું સામાન્ય નામ ગણાવાયું છે. (Hawk is a common name for some birds of prey, widely distributted and varying greatly in size. - અંગ્રેજી વિકિ) આપણે અહીં જેને "બાજ" કહ્યું એ Northern Goshawk કે goose-hawk છે (સંદર્ભ માટે જુઓ ચર્ચા:મધિયો બાજ, ચર્ચા:મધિયો). એ જ રીતે અંગ્રેજી Falcon પણ આશરે ૩૭ જાતિના શિકારી પક્ષીઓના સમુહનું સામાન્ય નામ છે. ગુજરાતીમાં એમાંની ઘણી જાતિ માટે અલગ અલગ નામ છે. ઉદાહરણ તરીકે Lanner Falcon (દ્વિપદ નામ:Falco biarmicus) ગુજરાતીમાં "બાગડ" તરીકે ઓળખાય છે, તો Peregrine Falcon ગુજરાતીમાં "ભેરી" તરીકે ઓળખાય છે (સંદર્ભ:પક્ષી વિશેષાંક-ગુજરાત). ભારતીય ઉપખંડના પક્ષીઓની યાદી પર પણ આ વિવિધતા જોવા મળશે. એમાં સુધારાને અવકાશ છે જ, યાદી પણ હજુ અધુરી છે, પણ આપ સમા જાણકાર અને જિજ્ઞાસુ મિત્રો આ ‘મહાકાર્ય’માં મદદરૂપ બની પક્ષીઓ વિશેના પ્રાથમિક જ્ઞાનને અહીં જ્ઞાનકોશે મુકવામાં સહયોગ આપશે જ એવી અભ્યર્થનાસહઃ ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૬, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]
@ધવલભાઈ, આપનું સૂચન head eyes પર !! શક્ય તેટલું ગુજરાતી, ખાસ તો સ્થાનીક, સંદર્ભયુક્ત માહિતીઓને આધારે જ લખીશું. અંગ્રેજી નામ સાથે શક્ય તેટલું સચોટ જોડાણ માત્ર બે હેતુસર કરવું પડે છે; (૧) જે તે પક્ષી વિશે લખવા જેટલી પ્રાથમિક માહિતી તેના અંગ્રેજી વિકિના લેખના આધારે મળી રહે. (૨) અન્યવિકિના સમાન લેખ સાથે તેનું જોડાણ થઈ શકે. આપણા સદ્‍ભાગ્યે આપણી પાસે તમારા જેવા જીવવિજ્ઞાનના જાણકાર અને હમણાં નવા જોડાયા તે મિત્ર સમેત કેટલાક આ વિષયના જાણકાર મિત્રો પણ છે. અંગ્રેજીની વિગતોને વળગી રહેવાનો દૂરાગ્રહ નથી જ. પ્રાથમિક શરૂઆત ભલે તેનાથી થાય પણ સ્થાનિક માહિતીઓનો સમાવેશ કરવાનો/નિષ્ણાંતોનાં સૂચન પ્રમાણે સુધારાઓ કરવાનો, આપણો પ્રયાસ રહેશે જ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૬, ૨૭ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]
@ધવલભાઇ, ભઇશાબ, આપ જલુલ જલુલ થી આ બધી ચર્ચામાં બે પઇ ઉમેરજો. હું તો જીવવિજ્ઞાનનો કોઇ દિવસ વિદ્યાર્થી રહ્યો નથી. એટલે તમારા સહુની સલાહની ખાસ જલુલ છે. --Guptvanshi (talk) ૨૧:૪૭, ૨૭ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]