ચર્ચા:સરખેજ ઓકાફ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નામફેર કરવાની જરૂર[ફેરફાર કરો]

પ્રબંધકશ્રી, આ ગામનું નામ કાંતો ફકત સરખેજ હોવું જોઇએ કાંતો સરખેજ (તા. દસ્ક્રોઇ) હોવું જોઇએ.

"સરખેજ" નામથી તો આપણે સૌ પરીચિત છીએ જ. આ "ઓકાફ" શું છે તે કોઈ જણાવશે ? જો કે, એ કોઈક રીતે તકનિકી મુદ્દો છે ! કેમ કે, સમાચાર પત્રો, સરકારી તંત્ર અને વિકિના અન્યભાષા લેખો પર પણ એ "સરખેજ-ઓકાફ" નામે પણ ઓળખાય છે. આ ઉપરાંત અંગ્રેજી વિકિ પર માત્ર "સરખેજ" અને "સરખેજ રોઝા" નામે પણ અલગ લેખ છે. જેમાં એક વિસ્તાર તથા મકબરો અને બીજો માત્ર મકબરો દર્શાવે છે. ગુગલમાં પણ sarkhej-okaf અને સરખેજ ઓકાફ નામે ઉપરોક્ત બધાં સર્ચ મળશે. કોઈક જાણકાર સભ્યશ્રી આ વિશે સમજણ પાડે તેવી વિનંતી. આપણે સરખેજ અને સરખેજ (તા. દસ્ક્રોઇ) નામે અન્ય બે પાનાં બનાવી અહીં રિડાયરેક્ટ કરીએ તો વાજબી ગણાય કે કેમ તે પણ જણાવવું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૮, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
"સરખેજ રોઝાસરખેજ વિસ્તારમાં આવેલો એક મકબરો છે. સરખેજ ઓકાફ નામની કોઇ વસ્તુ જાણમાં નથી. મને એમ લાગે છે એ નામ અહીયાથી બીજે ફેલાણુ છે. (કોપી/પેસ્ટ, યુ નો !!!) માટે સરખેજ (તા. દસ્ક્રોઇ) એ ઉત્તમ વિકલ્પ છે.
અન્ય બાબતો પર હજુ રિસર્ચ કરીશું. એક ચોખવટ કરી દઉં કે, "સરખેજ ઓકાફ" નામ વિકિએ/કે વિકિના કોઈ સભ્યશ્રીએ પોતાની મુનસફીથી મુકેલું હોય તેમ નથી !! આ બહુ વપરાતું નામ છે. કદાચ પંચાયત બાબતે એનો કંઈ અર્થ હોય, જાણવું પડે. જેમ કે, અહીં સમાચાર પત્રમાં; "પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સરખેજ ગામની ઓકાફ સર્વે નં-૨૯ની સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ..." (સમાચાર) અને બીજા દિવ્યભાસ્કર સમાચારમાં; "ઔડાએ સરખેજ-ઓકાફ-ફતેવાડી-સનાથલ, વિંઝોલ, કલોલ-સઈજ-આરસોડિયા, ઝુંડાલ તથા ચાંદખેડા-ત્રાગ઼ડ-ઝુંડાલની કુલ ૧૦૩૯.૭૬ હેકટર જમીનની નગર યોજના બનાવી (ટી.પી. સ્કીમ)..." (દિ.ભા. સમાચાર) પણ આ નામનો ઉલ્લેખ છે. એટલે આપણે "ફઈબા" બન્યાની વાત હું નકારું છું !! :-) ચાલો હજુ કંઈક નવું જાણવા મળશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૧૨, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
મેં એમ કહ્યુ જ નથી કે કોઇ પોતાની મરજીથી ફઇબા બન્યુ છે. વસ્તુ વિષય વસ્તુ ખબર ના હોય તો એવું થઇ જાય. તમે જ લખેલું વાક્ય ફરી વાંચો ઔડાએ સરખેજ-ઓકાફ-ફતેવાડી-સનાથલ, વિંઝોલ, કલોલ-સઈજ-આરસોડિયા, ઝુંડાલ કઇક સમજાયુ? લો હું કહુ, આ બધા જ અલગ અલગ ગામનાં નામ છે. એટલે સરખેજ (તા. દસક્રોઇ) નામનું પાનુ હોવું જોઇએ અને ઓકાફ (તા. દસક્રોઇ) નામનું અલગ પાનું હોવું જોઇએ. જેમ લોકો લોરેન-હાર્ડી, લક્ષ્મી-પ્યારે વગેરે ને એક વ્યક્તિ સમજી બેઠા હતા એવું જ કઇક થયુ છે. --મકનભાઇ હાથી ૧૭:૩૧, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
મહેસુલ વિભાગની વેબસઇટ પ્રમાણે સરખેજ અને ઓકાફ બન્ને અલગ ગામ છે. સરખેજ-ઓકાફ નામનું કોઇ સ્થળ નથી. ઉપરાંત એ બન્ને અમદાવાદ શહેર (પશ્ચિમ) તાલુકામાં સમાવાયેલા છે. એટલે સરખેજ (તા. અમદાવાદ શહેર (પશ્ચિમ)) અને ઓકાફ (તા. અમદાવાદ શહેર (પશ્ચિમ)) નામના બે અલગ લેખ હોવા જોઇએ એટલે કે આ પાનાનું નામ સરખેજ (તા. અમદાવાદ શહેર (પશ્ચિમ)) હોવું જોઇએ.--મકનભાઇ હાથી ૧૨:૦૧, ૨૨ નવેમ્બર ૨૦૧૩ (IST)