લખાણ પર જાઓ

ચર્ચા:હીંગોળગઢ (તા. વીંછીયા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વિનંતિ

[ફેરફાર કરો]

પ્રબંધક શ્રી, હીંગોળગઢ પ્રકૃતિ શીક્ષણ અભ્યારણ્યના ઊલ્લેખવાળા બઘા સ્થળોએ, વાચક જો ક્લિક કરે તો આ લેખ પર REDIRECT થાય એ જો આપને યોગ્ય લાગે તો કરી આપશો. --વિહંગ (talk) ૧૮:૩૪, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૯, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

બિલેશ્વર મહાદેવ

[ફેરફાર કરો]

આ લેખને અહીં રીડાયરેક્ટ કરવામાં આવ્યો છે અને તે લેખની માહિતી આ લેખમાં વિલીન કરવામાં આવી છે જે મારી દૃષ્ટિએ અયોગ્ય છે સૌ પોતપોતાના મત આપશો.--Vyom25 (talk) ૧૭:૪૫, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

મારી દૃષ્ટી એ યોગ્ય છે કેમકે બે તદ્દન નાના લેખ (સ્ટબ કક્ષાના) માં પુરતી માહિતિ અભાવ હતો. મર્જ થવાથી લેખ થોડા વ્યાજબી કંટેટવાળો દેખાય છે. ઉપરાંત લેખનું રીડાયરેક્શન પણ યોગ્ય ટોપીક પર થાય એ રીતે કરેલ છે.--વિહંગ (talk) ૧૮:૦૮, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
ઉપરાંત હીંગોળગઢ (તા. જસદણ) અને હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય જે બે અલગ લેખ હતા એમને પહેલેથી મર્જ કરવામાં આવ્યા હતા. તો પછી બિલેશ્વર મહાદેવનું મંદિર (હિંગોળગઢ) એ એજ સ્થળે આવેલા એક મંદિરની માહિતિ હોવાથી મર્જરને લાયક ગણ્યો છે. આભાર. --વિહંગ (talk) ૧૮:૧૨, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
હીંગોળગઢ ગામમાં આ મંદિર વિશે ફક્ત એક જ લીટીમાં જણાવી દો તે યોગ્ય છે આના કરતાં વધુ માહિતી તેના પર ન હોવી જોઈએ કારણ કે લેખનો વિષય હીંગોળગઢ ગામ છે મંદિર નહી. તેવી જ રીતે મંદિર વિશે સ્વતંત્ર લેખ મોજૂદ હોય તો તેમાં પણ તે ક્યા ગામમાં છે તેના વિશે એક લીટીમાં ઉલ્લેખ કરવો ઘટે. આમ આ બંને વિષય અલગ છે માટે તેને અલગ લેખ તરીકે રાખવા વધુ યોગ્ય છે અને લેખ ભલે નાના હોય પણ હશે તો ક્યારેક કોઈક એના પર કામ કરશે. આપે અનેક લેખો પર કામ કરીને તેને સરાહનીય હદે સુધાર્યા છે જો તે લેખો મોજુદ ન હોત તો તમારે એકડે એકથી કામ કરવું પડત. હા, મંદિર તે જ સ્થળે છે માટે તેને તેનો ભાગ રૂપે લેખમાં રાખી શકાય પણ તેને વિસ્તૃત રીતે આવરવા અલગ લેખ રાખવો જોઈએ.--Vyom25 (talk) ૧૯:૨૩, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
વ્યોમજી આપની વાત આપના દૃષ્ટીકોણથી તદ્દન ખરાથી પણ વધારે ખરી છે. સંત કબીર ક્યાંક એક દોહરામાં કહી ગયા છે "નાવમેં નદીયા સમાય". કંઇક એવુ જ થયું છે. ૫૦થી પણ ઓછા ખોરડા છે એવા ગામના લેખમાં ૬૫૪ વર્ગ કિલોમીટર વિસ્તારનું જંગલ સમાઇ ગયુ છે એમ મંદિર પણ સમાઇ ગયું!!! મજાક બાજુ પર મુકીને કહુ તો આપની ભાવનાની કદર કરૂ છુ. પણ મને હજુ પણ એમ લાગે છે કે આ યોગ્ય જ કર્યુ છે. બાકી બધા મિત્રોની જેવી મરજી. આભાર.
બરાબર છે આ આપણે ચર્ચાઓના ધોધ વહાવી દીધા અન્ય મિત્રોને પણ બોલવા દઈએ. ;)--Vyom25 (talk) ૧૯:૪૨, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

આશા અમર છે

[ફેરફાર કરો]

ક્યારેક કોઈક એના પર કામ કરશે.

વચ્ચે બીજી વાત યાદ આવી. આશા એક અદભૂત ચીજ છે. ઘણાને એ જીવનબળ પુરૂ પાડતી હોય છે. ગુજરાતીમાં કહેવત પણ છે કે આશા અમર છે પણ મને હંમેશા એમ લાગે છે કે કહેવતના ઘડવૈયા આ કહેવતના રૂપમાં અર્ધ-સત્ય મુકી ગયા છે. એક મિત્રનાં અંગત સંશોધન મુજબ પુરી કહેવત એમ હતી કે આશા અમર છે પરંતુ રાખનારા લોકો તો મરી જ જાય છે. [Disclaimer: ફક્ત હળવા રહેવું-દિલોદિમાગને બોઝીલ બનવા દીધા સિવાય વાંચવું]--વિહંગ (talk) ૧૯:૫૪, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)