ચાંદપ (તા. ઇડર)

વિકિપીડિયામાંથી
ચાંદપ
—  ગામ  —
ચાંદપનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°50′00″N 73°00′00″E / 23.833333°N 73°E / 23.833333; 73
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો ઇડર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી શાકભાજી

ચાંદપ (તા. ઇડર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકાનું એક ગામ છે. ચાંદપ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારતની સ્વતંત્રતા પહેલા આ ગામ એક નાનકડું રજવાડું હતું જેમાં ચાંદપ સાથે અન્ય ત્રણ ગામડાઓનો સમાવેશ થતો હતો. આ મુખી વિનાનું એક મતદારી ગામડું હતું જે મહીકાંઠા એજન્સીના ગઢવાડા પોલીસ થાણા હેઠળ આવતું હતું. કોળી લોકો આ ગામના હક્કદાર હતા.

ઈ. સ. ૧૯૦૧માં તેની કુલ વસ્તી ૫૮૮ હતી અને ૫૪૬ રૂપિયાની જમીન મહેસૂલ (૧૯૦૩-૦૪) આવક હતી અને બમણી ખંડણી ભરતું હતું. જેમાંથી ૭૧ રૂપિયા ગાયકવાડના વડોદરા રાજ્યને અને ૨૧૭ રૂપિયા ઈડર રજવાડાને મળતા હતા.

સ્ત્રોત અને બાહ્ય કડી[ફેરફાર કરો]